જેરુસલેમ54 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ કોર્ટના નિર્ણય બાદ ઇઝરાયલે રાફામાં હુમલા તેજ કર્યા છે.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ શુક્રવારે (24 મે) ઇઝરાયલને રાફામાં તાત્કાલિક હુમલો રોકવાનો આદેશ આપ્યો હતો. બીબીસી અનુસાર, દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો હતો અને કોર્ટ (ICJ)ને યુદ્ધ રોકવા માટે કહ્યું હતું.
15 જજોની ટીમ આ કેસની સુનાવણી કરી રહી હતી, જેમાંથી 13 જજોએ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે, ICJ પાસે ચુકાદો લાગુ કરવાની સત્તા નથી. આરોપોને નકારી કાઢતા ઇઝરાયલે કહ્યું છે કે તે કોર્ટના આદેશનું પાલન નહીં કરે. ઇઝરાયલના વોર કેબિનેટ મંત્રી બેની ગેન્ટ્ઝે કહ્યું કે તેઓ રાફામાં યુદ્ધ ચાલુ જ રાખશે.
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સૂરે કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી અને ઇઝરાયલને તેનું પાલન કરવા કહ્યું. તેમણે કહ્યું કે અમને આશા છે કે ICJના નિર્ણયને કોઈપણ ખચકાટ વગર લાગુ કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના 15 જજોએ ઇઝરાયલ પરના નરસંહારના આરોપોની તપાસ કરી.
કોર્ટના નિર્ણય બાદ ઇઝરાયલે રાફામાં કાર્યવાહી તેજ કરી હતી
યુરોપિયન યુનિયનના અધિકારી જોસેપ બોરેલે કહ્યું કે આ નિર્ણયનો અમલ કરવો મુશ્કેલ બનશે અને અમારા માટે ઇઝરાયલને સમર્થન આપવું પણ મુશ્કેલ બની રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોર્ટે ઇઝરાયલને રફાહમાં ઓપરેશન અટકાવવાનો સીધો આદેશ આપ્યો છે.
હમાસના નેતાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. ICJના નિર્ણય બાદ ઈઝરાયલે રાફામાં પોતાની કાર્યવાહી તેજ કરી છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે બે દિવસ પહેલા નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને સત્તાવાર રીતેપેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે.
યુદ્ધમાં 35 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા
7 મહિનાથી ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 35 હજારથી વધુ પેલેસ્ટિનિયોના મોત થઈ ચૂક્યા છે. તેમની વચ્ચે 15 હજારથી વધુ બાળકો છે. રાફા પર હુમલા બાદ 8 લાખ લોકોએ શહેર છોડી દીધું છે. 7 ઓક્ટોબરે હમાસના એક હજારથી વધુ આતંકીઓ ઇઝરાયલમાં ઘુસ્યા હતા. હમાસે દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયલના શહેરો પર 5 હજાર રોકેટ છોડ્યા છે. ત્યારબાદ 1200 ઇઝરાયલીઓ માર્યા ગયા હતા.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે રફાહમાં 8 લાખ લોકોએ શહેર છોડી દીધું.
‘અલ-અક્સા ફ્લડ’ સામે ઇઝરાયેલનું ઓપરેશન ‘સ્વોર્ડ્સ ઓફ આયર્ન’
હમાસે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. તેણે ઇઝરાયલ વિરુદ્ધના પોતાના ઓપરેશનને ‘અલ-અક્સા ફ્લડ’ નામ આપ્યું છે. તેના જવાબમાં ઇઝરાયલની સેનાએ હમાસ વિરુદ્ધ ‘સ્વોર્ડ્સ ઓફ આયર્ન’ ઓપરેશન શરૂ કર્યું.
હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ ડેઈફે કહ્યું- આ હુમલો ઇઝરાયલ દ્વારા જેરુસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્ર કરવાનો બદલો છે. ખરેખરમાં, ઇઝરાયલ પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંક્યા હતા.
તેમજ, હમાસના પ્રવક્તા ગાઝી હમાદે અલ જઝીરાને કહ્યું – આ કાર્યવાહી તે આરબ દેશો માટે અમારો જવાબ છે જે ઇઝરાયલની નજીક વધી રહ્યા છે. હાલના દિવસોમાં, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયા અમેરિકાની પહેલ પર ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી શકે છે.