તેલ અવીવ/વોશિંગ્ટન33 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ ફૂટેજ ગાઝાની એક સ્કૂલના છે. અલ જઝીરાના અહેવાલ મુજબ ઇઝરાયલના સૈનિકોએ અહીં ઘૂસીને શરણાર્થીઓ પર ગોળીબાર કર્યો હતો.
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આજે 68મો દિવસ છે. અલ જઝીરાના જણાવ્યા પ્રમાણે ઇઝરાયલની સેનાએ ગાઝાના લોકો પર ગોળીઓ વરસાવી છે. એક પેલેસ્ટિનિયન વ્યક્તિએ કહ્યું- ઇઝરાયલના સૈનિકો શાદિયા અબુ ગઝાલા સ્કૂલમાં ઘૂસી ગયા હતા. પેલેસ્ટિનિયનોએ અહીં આશ્રય લીધો હતો. સૈનિકોએ દરેકને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી.
બીજી તરફ ઇઝરાયલના નાણા મંત્રી એલી કેહેનનું કહેવું છે કે સીઝફાયર હમાસ માટે ગિફ્ટ જેવું હશે. તેનાથી તેને ફરીથી માથું ઊંચું કરવાનો સમય મળશે. ઇઝરાયલના નાણા મંત્રીનું આ નિવેદન 13 ડિસેમ્બરે યુએનમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પસાર થયા બાદ સામે આવ્યું છે.
અલ જઝીરા અનુસાર, એક નજરેજાનારે કહ્યું કે સૈનિકોએ લોકોને પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં ગોળી મારી હતી.
સમર્થન વિના પણ યુદ્ધ ચાલુ રહેશે
નાણામંત્રી એલી કેહેનની બાઈડેનની ચેતવણી પર કહે છે કે સમર્થન વિના પણ યુદ્ધ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, અમને વૈશ્વિક સમર્થન મળે કે ન મળે, હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રહેશે. તેનો ખાતમો જરૂરી છે. ખરેખરમાં, 13 ડિસેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ચેતવણી આપી હતી.
બાઈડેને કહ્યું હતું- ગાઝામાં સતત હુમલાને કારણે ઇઝરાયલ વૈશ્વિક સમર્થન ગુમાવી રહ્યું છે. પીએમ નેતન્યાહુએ યુદ્ધમાં પોતાનું વલણ બદલવું જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેની અસર સારી નહીં થાય.
યુદ્ધની 4 તસવીરો…
ગાઝામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને સાથે રાખવામાં આવ્યા છે. સ્વજનો તેમના પ્રિયજનોના મૃતદેહોને શોધી રહ્યા છે.
રાફામાં ધ્વસ્ત ઈમારતો. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે.
પેલેસ્ટિનિયનો રાફામાં બનેલા કેમ્પમાં રહેવા મજબૂર છે.
વરસાદના કારણે રાફામાં રહેતા પેલેસ્ટાઈનવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
બાઈડેન અમેરિકન બંધકોના પરિવારોને મળ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ગુરુવારે સવારે વ્હાઇટ હાઉસમાં એવા પરિવારો સાથે મળ્યા હતા જેમના સંબંધીઓ ગાઝામાં આતંકવાદી સંગઠન હમાસની કેદમાં છે. ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ દ્વારા બુધવારે રાત્રે જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઈડેન અને ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા પરિવારો વચ્ચેની બેઠક ઉતાવળે ગોઠવવામાં આવી છે.
બાઈડેનને મળ્યા પછી, બંધકોના સંબંધીઓએ મીડિયા સાથે વાત કરી.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ગાઝા પર ભારે બોમ્બમારા અને ગ્રાઉન્ડ ઓપરેશનને કારણે હવે ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે અંતર વધવાના સંકેતો મળી રહ્યા છે. પ્રથમ વખત, બાઈડેને ખુલ્લેઆમ ઇઝરાયલની ટીકા કરી અને તેને ધીરજ રાખવાની સલાહ આપી છે.
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલની સેનાએ તે લોકોને પણ નિશાન બનાવ્યા જેઓ શરણાર્થી કેમ્પમાં જઈ રહ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં અત્યાર સુધીમાં 17 થી 18 હજાર લોકો માર્યા ગયા છે. બાઈડેનના પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ અમેરિકા સાથે મતભેદ હોવાનું સ્વીકાર્યું છે.
ઇઝરાયલની સેનાએ સ્વીકાર્યું છે કે તેણે મંગળવારે 10 સૈનિકો ગુમાવ્યા છે. 7 ઓક્ટોબરથી યુદ્ધ શરૂ થયા બાદ એક જ દિવસમાં ઇઝરાયેલના સૌથી વધુ સૈનિકો માર્યા ગયા છે. (ફાઈલ)
ઇઝરાયલને મોટું નુકસાન
- ઇઝરાયેલની સેનાએ બુધવારે સ્વીકાર્યું હતું કે મંગળવારે યુદ્ધ દરમિયાન તેણે 10 સૈનિકો ગુમાવ્યા હતા. 7 ઓક્ટોબરથી યુદ્ધ શરૂ થયા બાદ એક જ દિવસમાં ઇઝરાયલના સૌથી વધુ સૈનિકો માર્યા ગયા છે.
- ઘણા સૈનિકો માર્યા ગયા પછી, ઇઝરાયલે ગાઝા પર તેના હુમલાઓ વધુ તેજ કર્યા. નેતન્યાહુએ પોતે મંગળવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે ઇઝરાયલ માટે આ 1948ની જેમ અસ્તિત્વનું યુદ્ધ છે અને જો આ વખતે હમાસને છોડી દેવામાં આવે તો ઇઝરાયલ માટે ખતરો બમણો થઇ જશે.
- ઇઝરાયલી મિલિટરી રેડિયોએ અહેવાલ આપ્યો છે કે મંગળવારે શાજાઇ વિસ્તારમાં નવ સૈનિકો માર્યા ગયા હતા. આ પછી એક ઘર પર દરોડા દરમિયાન એક સૈનિક ગોળીબારમાં આવ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
લેબનોનમાં ઇઝરાયલ બોમ્બ ધડાકાની આ તસવીર ઇઝરાયલની સેના દ્વારા જાહેર કરવામાં આવી છે.