વૉશિંગ્ટન2 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં ટ્રમ્પરાજની સાઈડ ઈફેક્ટ હવે જોવા મળી રહી છે. ડીઈઆઈ ( વિવિધતા, સમાનતા અને સમાવેશ) પ્રોગ્રામ અટકાવવાના આદેશથી એક લાખ ભારતીયોની નોકરી પર જોખમ તોળાયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડીઈઆઈ ભરતી પર પ્રતિબંધ લગાવી તમામ ડીઈઆઈ કર્મચારીઓને 31 જાન્યુઆરી સુધી પેઈડ લિવ પર મોકલી દેવામાં આવ્યા છે. રાજ્યોમાં ડીઈઆઈની ઓફિસ બંધ કરવાનો આદેશ અપાયો છે.
પહેલી ફેબ્રુઆરીએ ડીઈઆઈ કર્મચારીઓના ભવિષ્ય અંગે નિર્ણય કરવામાં આવશે. અમેરિકામાં કુલ 32 લાખ ફેડરલ કર્મચારી છે. તેમાંથી 8 લાખ કર્મચારી ડીઈઆઈ પ્રોગ્રામમાં કામ કરે છે તેમાં 1 લાખ ભારતીય છે. તેમાંથી અમેરિકન નાગરિકતા પ્રાપ્ત અને વર્ક વિઝા જેમ કે એચ-1બી પર કામ કરનારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ડીઈઆઈ શું છે…? તેનાથી તમામ વર્ગોને નોકરીમાં સમાન તક મળે અમેરિકામાં 1960થી તમામ વર્ગોને રોજગાર, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સમાન તક આપવા ડીઈઆઈ પ્રોગ્રામ શરૂ કરાયો હતો. જે પૂર્વ રાષ્ટ્રપતિ જૉન એફ. કેનેડી અને માર્ટિન લૂથર કિંગના આદર્શોથી પ્રેરિત છે. કેવી રીતે કામ કરે છે: ફેડરલ અને રાજ્યની સરકાર ધાર્મિક અને જાતિગત લઘુમતીઓને રોજગાર આપે છે. મહિલાઓ, દિવ્યાંગો, થર્ડ જેન્ડરને પણ નોકરી મળે છે. તમામ સરકારી વિભાગમાં એક નિશ્ચિત ક્વાૅટા હોય છે. { અમેરિકના ડીઈઆઈ પ્રોગ્રામને ભારતમાં વિવિધ વર્ગો માટેની આરક્ષણ વ્યવસ્થા સમકક્ષ ગણવામાં આવે છે. પ્રાઈવેટ સેક્ટરમાં પણ ફરજિયાત: અમેરિકામાં પ્રાઈવેટ સેક્ટરમાં પણ ડીઈઆઈ પ્રોગ્રામ હેઠળ નોકરી આપવી ફરજિયાત છે. મેટા-એમેઝોને બંધ કર્યું: મેટા, બોઈંગ, એમેઝોન, વોલમાર્ટ, ટારગેટ, ફોર્ડ, મોલસન, હાર્લી ડેવિડસન અને મેકડોનાલ્ડે ડીઈઆઈ બંધ કરવાની જાહેરાત કરી છે.
નિર્ણય કેમ: ટ્રમ્પ શ્વેતો માટે નોકરી વધારવા ઈચ્છે છે ટ્રમ્પ ડીઈઆઈ નાબૂદ કરીને મેરિટના આધાર પર નોકરી અને શિક્ષણમાં આરક્ષણની વાત કહે છે. અમેરિકાની 35 કરોડની વસતીમાંથી 20 કરોડ શ્વેત છે. શ્વેત વસતી ટ્રમ્પની કોર વોટબેન્ક છે. જે ડીઈઆઈના વિરોધી છે.
- સરકારી અને પ્રાઈવેટ સેક્ટરમાં 12 કરોડ શ્વેત લોકો કામ કરે છે. ટ્રમ્પ DEIને નાબૂદ કરી શ્વેત લોકો માટે સરકારી-પ્રાઈવેટ નોકરીમાં તક ઉત્પન્ન કરવા માગે છે.
- એલૉન મસ્કની અધ્યક્ષતાવાળા ડોઝી (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી) શરૂ કરવા પાછળનું લક્ષ્ય સરકારી નોકરીમાં શ્વેત સિવાયની છટણી કરવાનું છે.
ટ્રાવેલ વિઝા પર જનારા લોકોને રિટર્ન ટિકિટ બતાવવાની ફરજ હવે ટ્રાવેલ વિઝા પર અમેરિકા જનારા લોકોને એરપોર્ટ પર જ રિટર્ન ટિકિટ બતાવવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. હાલમાં જ ભારતીય વૃદ્ધ દંપતીને રિટર્ન ટિકિટ ન હોવાને કારણે નેવાર્ક એરપોર્ટ પરથી પરત ભારત મોકલી દેવામાં આવ્યું હતું. આ દંપતી પોતાનાં સંતાનો સાથે પાંચ મહિના રોકાવાનું પ્લાનિંગ કરીને ગયું હતું. દંપતીનો દાવો છે કે ઈમિગ્રેશન ઓફિસરોએ કહ્યું કે ફેબ્રુઆરથી રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત કરાશે.