ટેક્સાસ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું ત્રીજું પરીક્ષણ આજે 14 માર્ચે સાંજે 6 વાગ્યે થશે. ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે આ રોકેટ બનાવ્યું છે. આ મિશન 01 કલાક 04 મિનિટનું હશે. સ્પેસએક્સ પર લાઈવ સ્ટ્રીમિંગ 30 મિનિટ પહેલા શરૂ થશે
સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે ‘સ્ટારશિપ’ કહેવામાં આવે છે. તેની ઉંચાઈ 397 ફૂટ છે. તે સંપૂર્ણપણે રિયુઝેબલ અને 150 મેટ્રિક ટન ભાર વહન કરવા સક્ષમ છે. સ્ટારશિપ સિસ્ટમ એક સાથે 100 લોકોને મંગળ પર લઈ જઈ શકશે.
સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે ‘સ્ટારશિપ’ કહેવામાં આવે છે.
સ્પેસમાં ગયા પછી પાણી પર લેન્ડિંગ થશે
આ પરીક્ષણમાં, સ્ટારશિપને અવકાશમાં લઈ જવામાં આવશે, પછી પૃથ્વી પર પાછું લાવવામાં આવશે અને પાણી પર લેન્ડ કરવામાં આવશે. આ ટેસ્ટમાં સ્ટારશિપનો પેલોડ ડોર પણ ખુલશે અને બંધ થશે. રેપ્ટર એન્જિન અવકાશમાં હોય ત્યારે પ્રથમ વખત ફાયર કરવામાં આવશે.
સ્ટારશિપની કંટ્રોલ્ડ રિએન્ટ્રી કરવામાં આવશે. આ સિવાય સ્ટારશિપ નવા માર્ગ પર ઉડાન ભરશે. આમાં સ્ટારશિપને હિંદ મહાસાગરમાં લેન્ડ કરવામાં આવશે. સ્પેસએક્સે કહ્યું કે નવા ફ્લાઇટ પાથથી અમે ઇન-સ્પેસ એન્જિન બર્ન જેવી નવી ટેક્નોલોજીનું પરીક્ષણ કરી શકીશું.
4 માર્ચે, સ્ટારશિપે તેનું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ કર્યું. સ્ટારશિપ અને સુપર હેવી પર 10 મિલિયન પાઉન્ડથી વધુ પ્રોપેલન્ટ લોડ કરવામાં આવ્યા હતા. કાઉન્ટડાઉન પણ T-10 સેકન્ડમાં લઈ જવામાં આવ્યું હતું.
બીજી ટેસ્ટ: સ્ટેજ સેપરેશન બાદ ખામી સર્જાઈ હતી
સ્ટારશિપની બીજી ટેસ્ટ 18 નવેમ્બર 2023ના રોજ સાંજે 6:30 વાગ્યે લેવામાં આવી હતી. સુપર હેવી બૂસ્ટર અને સ્ટારશિપનું વિભાજન લોન્ચ થયાના લગભગ 2.4 મિનિટ પછી થયું. બૂસ્ટર પૃથ્વી પર પાછું ઉતરવાનું હતું, પરંતુ 3.2 મિનિટ પછી તેમાં 90 કિમી ઉપર વિસ્ફોટ થયો હતો.