- Gujarati News
- International
- The Meaning Of Friendship Changes With Age; People Value Fewer But Closer Relationships, Which Bring Happiness And Satisfaction
ન્યૂયોર્ક8 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વધતી વયમાં પરિવાર સાથે સમય વિતાવવા કરતાં મિત્રો સાથે વધુ ખુશી મળે છે
વધતી ઉંમરમાં મિત્રતાને લઈને એક નવો દૃષ્ટિકોણ સામે આવ્યો છે, જ્યાં લોકો તેના સામાજિક જીવનને નાના પણ મજબૂત અને ખુશહાલ સંબંધો પર કેન્દ્રિત કરી રહ્યા છે. એક રિસર્ચ અનુસાર વધતી ઉંમર સાથે આપણી સામાજિક પ્રાથમિકતાઓ બદલાઈ છે. આ દરમિયાન આપણે ઓછા પણ ગાઢ સંબંધોને પ્રાધાન્ય આપવા લાગીએ છીએ.
65 વર્ષથી વધુ ઉંમરના અમેરિકનો પર કરાયેલા એક સ્ટડી અનુસાર આ ઉંમરમાં પરિવાર સાથે સમય વિતાવવા કરતાં વધુ ખુશી અને સંતોષ મિત્રો સાથે સમય વિતાવવાથી મળે છે. આ નિષ્કર્ષ જૂના સ્ટડી કરતાં અલગ છે, જે પરિવારને ઘરડા લોકો માટે સૌથી સારું માનતા હતા. વધતી ઉંમરના લોકો આવા લોકો સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે, જે તેમને સારી રીતે સમજે છે. જે લાગણીના સંતુલન માટે જરૂરી છે. સાથે જ તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે.
સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે ઓછા મિત્રો સાથે વધુ સમય વિતાવવો, સોશિયલ નેટવર્કને ઘટાડવું અને સંબંધોને ગાઢ બનાવવા વધતી વયના સમયમાં વધુ ખુશી અને સંતોષ આપે છે. આથી વિપરીત, યુવા નવા સંબંધો બનાવવામાં વધુ રુચિ રાખે છે કેમ કે તેમની પાસે ભવિષ્યને લઈને લાંબી આશા હોય છે. સ્ટડીમાં એ પણ જણાવાયું કે સંબંધોને સંકુચિત કરવાનો ફાયદો એ છે કે આવામાં આપણી પાસે ગાઢ અને વધુ આત્મીય સંબંધ હોય છે, જેમાં વધુ ભાવનાત્મક નિકટતા હોય છે.
વધુ પડતું સંકુચિત નેટવર્ક રાખવાથી બચવું પણ જરૂરી જોકે, સ્ટડી એ પણ કહે છે કે કોઈ વ્યક્તિએ વધુ પડતું સંકુચિત નેટવર્ક રાખવાનું ટાળવું જોઈએ. ક્યારેક-ક્યારેક નવા મિત્રોને પોતાના જીવનમાં સામેલ કરવા પણ ફાયદાકારક હોઈ શકે છે, કેમ કે નવા સંબંધો ન માત્ર ખુશીમાં યોગદાન આપે છે, પણ ઘણા પ્રકારની માનસિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે.