તેલ અવીવ/વોર્સોએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજીનામું આપવાની ધમકી આપનાર અતામર ગીવીર ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી છે. (ફાઈલ)
ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ વધી રહ્યું છે. આ સાથે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની યુદ્ધ કેબિનેટમાં પણ મતભેદો શરૂ થયા છે.
રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી અતામર ગીવિરે નેતન્યાહુને રાજીનામાની ધમકી આપી છે. કટ્ટરપંથી યહૂદી નેતા ગીવિરે કહ્યું- ન તો હમાસ વિરુદ્ધ યુદ્ધ બંધ થવું જોઈએ અને ન તો આપણી સેનાની કાર્યવાહી નબળી પડવી જોઈએ. જો આમ થશે તો હું સરકારમાં રહીશ નહીં.
બીજી તરફ પોલેન્ડના વોર્સો શહેરમાં બંધકોને છોડાવવાના મુદ્દે અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA અને ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના વડાઓ વચ્ચે વાતચીત શરૂ થઈ છે. કતાર પણ આમાં સામેલ છે.
પોતાની જ સરકારની ટીકા
હમાસ સાથેના યુદ્ધના મામલામાં ગીવીરે પોતાની જ સરકારને ભીંસમાં મૂકી. કહ્યું- હમાસ સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. જો સેના પૂરી તાકાતથી યુદ્ધ નહીં લડે તો હું આ ગઠબંધન સરકાર છોડી દઈશ. બે મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે અને યુદ્ધ ચાલુ છે. સરકારે ગાઝાને મદદ કરવા માટે કેટલાક નિર્ણયો લીધા છે. હું તેમને યોગ્ય માનતો નથી.
ગીવીરે વધુમાં કહ્યું- ગાઝામાં ઈંધણના 200 ટેન્કર મોકલવા ન જોઈએ. ત્યાં પૈસા પણ ન મોકલવા જોઈએ. હમાસ બંધકોની મુક્તિ માટે કડક શરતો મૂકી રહ્યું છે. નેતન્યાહુએ મારા બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. હમાસને કોઈ તક ન આપવી જોઈએ. તેઓ હજુ પણ આપણા દેશ પર રોકેટ છોડે છે. મેં ગયા મહિને પણ યુદ્ધવિરામનો વિરોધ કર્યો હતો. સરકાર રહે કે ન રહે, આપણે હમાસ સામે ઝૂકવું જોઈએ નહીં.
સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ પોલેન્ડમાં મોસાદ અને અન્ય ટોચના ઈઝરાયલ અધિકારીઓને મળ્યા છે. આ દરમિયાન કતારના અધિકારીઓ પણ હાજર હતા.
ઈઝરાયલ પર દબાણ વધ્યું
નેતન્યાહુ આ સમયે બેવડી મુશ્કેલીમાં છે. એક તરફ ગઠબંધન સરકાર અને યુદ્ધ કેબિનેટમાં યુદ્ધવિરામ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ અમેરિકા અને યુરોપિયન દેશો ઈઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ બનાવી રહ્યા છે.
સોમવારે સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે મોસાદ અને અન્ય ટોચના ઈઝરાયલ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કતારના અધિકારીઓ પણ હાજર હતા. ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના જણાવ્યા પ્રમાણે – અગાઉના યુદ્ધવિરામની જેમ કેદીઓના બદલામાં બંધકોને છોડાવવા માટે વાતચીત ચાલી રહી છે. છેલ્લા યુદ્ધવિરામમાં 105 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
અમેરિકી રક્ષા મંત્રી લોઈડ ઓસ્ટિન સોમવારે ઈઝરાયલ પહોંચ્યા. માનવામાં આવે છે કે આ બેઠક બાદ બાઈડેન અને નેતન્યાહૂ ફોન પર વાત પણ કરી શકે છે. (ફાઈલ)
ઓસ્ટિન તેલ અવીવ પહોંચ્યા
અમેરિકી રક્ષા મંત્રી લોઈડ ઓસ્ટિન સોમવારે ઈઝરાયલ પહોંચ્યા. તેઓ ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટને મળ્યા હતા. બાદમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- અમેરિકા હંમેશા ઈઝરાયલની સાથે છે. માનવામાં આવે છે કે આ બેઠક બાદ બાઈડેન અને નેતન્યાહૂ ફોન પર વાત પણ કરી શકે છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
ઓસ્ટીને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે અમેરિકા માટે ઈઝરાયલને સમર્થન આપવું મહત્વપૂર્ણ છે, કારણ કે ઈઝરાયલ મધ્ય પૂર્વ અને યુરોપમાં અમેરિકાનું સહયોગી સાબિત થઈ રહ્યું છે.