વોશિંગ્ટન14 મિનિટ પેહલા
- કૉપી લિંક
હન્ટર બાઈડનને કરચોરી અને ગેરકાયદેસર બંદૂકની ખરીદી માટે આ મહિને સજા સંભળાવની હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમના પુત્ર હન્ટર બાઈડનને માફ કરી દીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તે ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરી અંગેનો કેસ હતો.
બાઈડને એક નિવેદન જાહેર કરીને કહ્યું-

મેં પદ સંભાળ્યું તે દિવસથી જ મેં કહ્યું છે કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરું. મેં આ વચન પાળ્યું છે પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
બાઈડને કહ્યું કે તેમને કાયદો અને વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે પરંતુ રાજકારણે તેને કલંકિત કરી દીધો છે. આ ન્યાયતંત્રની નિષ્ફળતા છે. રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે હન્ટરના કેસને જોનાર કોઈપણ સમજદાર વ્યક્તિ જાણશે કે તેને માત્ર એટલા માટે જ નિશાન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે મારો પુત્ર છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે હન્ટર મામલે કેટલાક લોકોએ તેમને ભાંગી પાડવાના પ્રયાસ કર્યા હતા. હજી પણ આ થંભ્યું નથી, તેથી તેમણે તેમની સત્તાનો ઉપયોગ કરવો પડ્યો. બાઈડને કહ્યું કે અમેરિકન લોકો સમજશે કે પિતા અને રાષ્ટ્રપતિએ આ નિર્ણય કેમ લીધો.

હન્ટરને 21 ઓગસ્ટે માહિતી છુપાવીને બંદૂક ખરીદવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ પછી, હન્ટર બાઈડન કોર્ટમાંથી બહાર આવી રહ્યો છે.
ગેરકાયદેસર રીતે બંદૂક ખરીદવાનો શું મામલો છે?
ઑક્ટોબર 2018માં બંદૂક ખરીદતી વખતે હન્ટરે માહિતી છુપાવી હતી. હન્ટરે જાહેર કર્યું ન હતું કે તે ડ્રગ્સનો વ્યસની હતો. કાયદા અનુસાર, ડ્રગ્સનો નશો કરનાર બંદૂક રાખા શકતો નથી. જૂન 2024માં, હન્ટરને ગેરકાયદેસર બંદૂકના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.
હન્ટરને ડેલવેર કોર્ટમાં 4 ડિસેમ્બરે સજા સંભળાવવાની હતી. આ કેસમાં તેને વધુમાં વધુ 25 વર્ષની જેલની સજા થઈ શકતી હતી, પરંતુ કાયદાના જાણકારોના મતે તેને 12 થી 16 મહિનાની સજા થવા જઈ રહી હતી.
સજાના માત્ર 2 દિવસ પહેલા, પિતા બાઈડને તેમના પુત્રને બચાવવા માટે તેમની રાષ્ટ્રપતિ સત્તાનો ઉપયોગ કર્યો. જૂનમાં હન્ટરને દોષિત ઠેરવવામાં આવ્યા તે પહેલાં, બાઈડને કહ્યું હતું કે જો તે દોષિત સાબિત થશે તો તે તેના પુત્રને ક્યારેય માફ કરશે નહીં.
શું છે હન્ટરનો ટેક્સ ચોરીનો કેસ
સપ્ટેમ્બર 2024માં કરચોરીના 9 કેસમાં દગુનો કબુલ કર્યો. 2016-2019ની વચ્ચે ઇરાદાપૂર્વક સમયસર ટેક્સ ચૂકવ્યો નથી. આ 4 વર્ષમાં 14 લાખ ડોલર (11.84 કરોડ)ની કરચોરી કરવામાં આવી હતી. આ ડોલરનો ઉપયોગ ડ્રગ્સ, સેક્સ વર્કર્સ અને મોજમજામાં કર્યો.
ગુનો કબૂલ્યા પછી, હન્ટરને મહત્તમ 15 વર્ષની જેલની સજા થઈ શકે છે. તેને 16 ડિસેમ્બરે કેલિફોર્નિયામાં સજા સંભળાવવાની હતી અને તેને લગભગ 11 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. પરંતુ સજાના 14 દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ પુત્રને માફ કરી દીધો હતો.
રાષ્ટ્રપતિના પિતા પાસેથી માફી મળ્યા બાદ હન્ટર બિાઈડને સોશિયલ મીડિયા પર લખ્યું-

મેં મારી ભૂલો સ્વીકારી છે અને તેની જવાબદારી લીધી છે. જેના કારણે મારા પરિવારને જાહેરમાં અપમાનિત અને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. હું આ માફીને ક્યારેય હળવાશથી લઈશ નહીં.
હન્ટર બાઈડનના આ સમાચાર પણ વાંચો…
બાઈડનના પુત્ર પર ડ્રગ્સ અને નકલી ટેક્સનો આરોપ: અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- જો તે દોષિત સાબિત થશે તો હું માફ નહીં કરીશ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે જો તેમનો પુત્ર હન્ટર બાઈડન બંદૂકની તપાસમાં દોષી સાબિત થશે તો તેઓ તેને ક્યારેય માફ નહીં કરે. જૂનમાં ફ્રાન્સની મુલાકાતે ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ એક ટીવી ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. બાઈડનના પુત્ર હન્ટર પર ડ્રગ્સ લેવા, ખોટી માહિતી આપીને બંદૂક ખરીદવા અને નકલી ટેક્સ ભરવા જેવા કેસ છે.