- Gujarati News
- International
- Tourists Make Sketches While Staying At A Tourist Destination So That They Can Experience The Place Up Close.
વૉશિંગ્ટન31 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સ્ક્રીનથી કંટાળેલા લોકોએ મુસાફરી દરમિયાન પેઇન્ટિંગમાં રસ દાખવ્યો
કેટલાક પ્રવાસીઓ તેમની મુસાફરી દરમિયાન ખાવા-પીવાને પ્રાથમિકતા આપે છે, જ્યારે કેટલાકને સ્થાનિક સંગીતનો આનંદ માણવો ગમે છે. પરંતુ આજકાલ ‘સ્લો ટ્રાવેલ’નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રવાસી મનમોહક દૃશ્યની સામે બેસીને પેન્સિલ અથવા બ્રશથી કાગળ પર આકૃતિ કંડારે છે. જેના પગલે તે જગ્યા સાથે જોડાયેલી યાદો તેના મનમાં વસી જાય છે.
આ વિશિષ્ટ વર્ગ કોઈ ખૂબસૂરત દ્રશ્યની સામે બેસીને પેન્સિલ અથવા પેઇન્ટબ્રશનો ઉપયોગ કરીને તેને કેનવાસ પર દોરવામાં મશગૂલ થઈ જાય છે. આમ તે જગ્યાને વધુ ઊંડાણથી અનુભવી શકે. મેડ્રિડની 44 વર્ષીય કન્ટેન્ટ ક્રિએટર અને બે બાળકોની માતા ક્લારા બી. માર્ટિન પણ આ લોકોમાંથી એક છે. તેણે કહ્યું કે મને હંમેશા ટ્રાવેલ જર્નલ અને વોટરકલર પેઇન્ટિંગનો શોખ હતો પરંતુ મને ક્યારેય લાગતું નહોતું કે હું તેને કરી શકીશ.
મહામારી દરમિયાન મેં ઑનલાઇન ક્લાસ જોઈન કર્યો હતો. ત્યારબાદ મેં મારી પુત્રીઓ સાથે મુસાફરી કરતી વખતે સ્કેચ કરવાનું શરૂ કર્યું. તેમજ વધુમાં કહ્યું કે જ્યારે આપણે કોઈ જગ્યાનું સ્કેચિંગ કરીએ છીએ ત્યારે સમગ્ર ધ્યાન તે સ્થળના વાતાવરણ પર હોય છે. જે વાસ્તવમાં થોડા સમય માટે પોતાને દુનિયાથી અલિપ્ત કરવા જેવું લાગે છે. તે જ સમયે સ્પેનિશ ચિત્રકાર એલિસિયા આર્ડિલાએ વોશિંગ્ટનથી જાપાનના માઉન્ટ ફુજી સુધીનો સ્કેચ બનાવ્યો છે. તે કહે છે કે મોટા ભાગના પ્રવાસીઓ એક જગ્યાએ જાય છે. ત્યાં ડઝનેક જેટલા ફોટા પડાવે છે. ત્યારબાદ આગામી સ્થળ તરફ જવા પ્રયાણ કરે છે. પરંતુ સ્કેચિંગ તમને એક જગ્યાએ રહેવાની અને ખરેખર તેને અનુભવવાની તક આપે છે.
સ્કેચિંગે મારી મુસાફરી કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. તે મને શહેરની દિનચર્યા, પ્રકાશ અને તેની સંસ્કૃતિને નજીકથી સમજવામાં મદદ કરે છે. સ્કેચિંગ પર છ પુસ્તકો લખનાર ફેલિક્સ શેનબર્ગરના જણાવ્યા અનુસાર જે લોકો સતત સ્ક્રીન તરફ જોવાથી કંટાળી ગયા છે તેઓ હવે મુસાફરી દરમિયાન ચિત્ર દોરવામાં રસ દાખવી રહ્યા છે.