52 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેનેડામાં રાજકીય પરિસ્થિતિ હાલમાં ઘણી અસ્થિર છે. કેનેડામાં પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં વડાપ્રધાન અને લિબરલ પાર્ટીના પ્રમખપદેથી રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા પછી, દેશના સ્થિર નેતૃત્વ માટે આગામી વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે ભારતીય મૂળના ઘણા લોકોએ પણ પોતાની દાવેદારી રજૂ કરી છે. તેમાં સૌથી મોટું નામ કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યાનું હતું.
જોકે, હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સાંસદ ચંદ્ર આર્યાને કેનેડાના નેતૃત્વની રેસમાંથી બહાર નીકાળવાનો રસ્તો બતાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સાંસદ ચંદ આર્યએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
“મને દેશના નેતૃત્વની રેસમાં ભાગ લેવાની મંજૂરી નથી”- ચંદ્ર આર્યા
ચંદ્ર આર્યાએ રવિવારે (26 જાન્યુઆરી) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં ચંદ્ર આર્યાએ કહ્યું કે કેનેડાની લિબરલ પાર્ટીએ તેમને વડાપ્રધાન પદની રેસમાં ભાગ લેવાની મંજૂરી નથી આપી. તેમણે લખ્યું, “આજે મને કેનેડાની લિબરલ પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને પીએમ પદની રેસમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હું હાલમાં તેમના સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યો છું. “આ નિર્ણય ચૂંટણી અને કેનેડાના આગામી વડાપ્રધાનની કાયદેસરતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.”
તેમણે વધુમાં કહ્યું, “હું કેનેડાના તમામ લોકો માટે સખત મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છું. હું આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.
આર્યાએ સમર્થકોનો આભાર માન્યો
આ પહેલા ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યાએ પોતાના સમર્થકોનો પણ આભાર માન્યો હતો. ચંદ્ર આર્યાએ કહ્યું, “સૌથી અગત્યનું, હું કેનેડામાં સેંકડો વોલેન્ટિયર્સનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે છેલ્લા બે અઠવાડિયામાં મારા લિબરલ પાર્ટીના નેતૃત્વ અભિયાન માટે સમર્થન મેળવવા માટે દિવસ-રાત અથાક મહેનત કરી છે. તમારો અવિરત ટેકો મને પ્રેરણા આપે છે. હું લિબરલ પાર્ટીમાં જોડાનારા અને મારા વિચારો અને મારી નીતિઓને ટેકો આપનારા તમામ કેનેડિયનોનો આભાર માનું છું.