ન્યૂયોર્ક/ વોશિંગ્ટન8 મિનિટ પેહલા
- કૉપી લિંક
- હેરી ડિપોર્ટ થનાર પ્રથમ ઈન્ડિવિડ્યુઅલ હશે, વિઝામાં ડ્રગ્સનું સેવન છુપાવ્યું હતું
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડિપોર્ટેશન લિસ્ટમાં હવે બ્રિટિશ પ્રિન્સ હેરીનું નામ જોડાઈ શકે છે. ટ્રમ્પે પાંચ મહિના પહેલાં બંધ થયેલા પ્રિન્સ હેરીના વિઝા કેસને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. જો પ્રિન્સ હેરી વિઝા મેળવવા માટે ખોટી માહિતી આપવા માટે દોષિત ઠરશે તો ટ્રમ્પ તેમને દેશનિકાલ કરી શકે છે. જો આવું થાય તો હેરી ટ્રમ્પ દ્વારા આ કાર્યકાળમાં ડિપોર્ટ કરવામાં આવનાર પ્રથમ ઈન્ડિવિડ્યુઅલ હશે. ટ્રમ્પની કડકાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે કહ્યું છે કે હેરી અને તેમની પત્ની મેગન માર્કલને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. મેગન એક અમેરિકન નાગરિક છે.આ મામલો 2023માં આવેલી હેરીની આત્મકથા ‘સ્પેયર’ સાથે સંબંધિત છે, જેમાં તેણે કબૂલાત કરી હતી કે તે કિશોરાવસ્થામાં ડ્રગ્સ લેતા હતા. જોકે, હેરીએ અમેરિકાના વિઝા લેતી વખતે આ વાત છુપાવી હતી.
યુએસએડના 10 હજાર કર્મીની છટણી થશે, એજન્સી પર ભારતવિરોધીને ફન્ડિંગનો આરોપ ટ્રમ્પે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઇડી)માંથી 10,000 કર્મચારીઓને હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે. છટણી બાદ માત્ર 290 કામદારો જ બાકી રહેશે. યુએસએડ ભારત સહિત 130 દેશોમાં કામ કરે છે. યુએસએડ પર ભારતવિરોધી ગતિવિધિઓમાં સામેલ એવાં સંગઠનોને ફન્ડિંગ આપવાનો આરોપ છે. ખાસ કરીનેLeT સાથે સંકળાયેલ સંગઠન એફઆઈએફછે. એફઆઈએફએ 2008ના મુંબઈ હુમલામાં સામેલ આતંકવાદીઓને મદદ કરી હતી. યુએસએડ પર જૈશ-એ-મોહમ્મદ અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આડકતરી રીતે નાણાકીય સહાય પૂરી પાડવાનો આરોપ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ખ્રિસ્તીઓની સુરક્ષા માટે રાષ્ટ્રપતિ આયોગ બનાવશે… ટ્રમ્પે ખ્રિસ્તીવિરોધી ભેદભાવ સંબંધિત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. સંઘીય એજન્સીઓને સુનિશ્ચિત કરવાનો આદેશ આપે છે કે ખ્રિસ્તી લોકોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય. આ સમય દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેઓ ધાર્મિક સ્વતંત્રતા પર એક પ્રેસિડેન્શિયલ કમિશન બનાવશે જે ખ્રિસ્તી ધર્મને વધુ સુરક્ષા આપશે. ટીકાકારો કહ્યું કે આદેશ ધાર્મિક સ્વતંત્રતાની અવધારણાને ખતમ કરીને ખ્રિસ્તી ધર્મને પ્રાથમિકતા આપે છે. આરોપ એવો છે કે જો ટ્રમ્પને ખરેખર ધાર્મિક સ્વતંત્રતાની પરવા હોત તો તેમણે મુસ્લિમો, યહૂદીઓ અને અન્યો સામે થતા ભેદભાવ પર પણ ધ્યાન આપ્યું હોત.
ટ્રમ્પે ઈન્ટરનેશનલ કોર્ટ પર પ્રતિબંધ લાદ્્યો, નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું ટ્રમ્પે આઈસીસી પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. આઈસીસીએ ગાઝામાં માનવતા વિરુદ્ધ ગતિવિધિઓને લઈને ઈઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આદેશ જારી કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે આઈસીસીએ નેતન્યાહુ વિરુદ્ધ વોરંટ જારી કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ટ્રમ્પે આ કેસમાં સામેલ આઈસીસીના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત તપાસમાં મદદ કરનાર કોઈ પણ વ્યક્તિ સામે એસેટ ફ્રીઝ અને ટ્રાવેલ પ્રતિબંધનો આદેશ આપ્યો છે. નેતન્યાહુ મંગળવારે ટ્રમ્પને મળ્યા હતા.
વિવાદિત ‘પ્રોજેક્ટ 2025’ના વડા વૉટ વ્હાઇટ હાઉસના બજેટ ડિરેક્ટર બન્યા : ટ્રમ્પના વિવાદિત પ્રોજેક્ટ 2025ના મુખ્ય આયોજક રસેલ વૉટને વ્હાઇટ હાઉસના બજેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેમોક્રેટ્સે તેને વિનાશકારી ગણાવ્યા છે.આ પ્રોજેક્ટ 2025 રાષ્ટ્રવાદી એજન્ડા જેવા શિક્ષણમાં ફેરફાર, ખ્રિસ્તી ધર્મને સુરક્ષા, અમેરિકા ફર્સ્ટ અને ઘણા કાયદામાં ફેરફારની વાત કરે છે.