- Gujarati News
- International
- Trump Said Release The Hostages Before January 20, Otherwise There Will Be Destruction In The Middle East; Suffer Fatal Consequences
વોશિંગ્ટન37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્રમ્પે મંગળવારે ફ્લોરિડામાં તેમના રિસોર્ટ માર-એ-લાગોમાં મીડિયા સાથે વાત કરતા હમાસને ચેતવણી આપી હતી.
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસને 20 જાન્યુઆરી પહેલા બંધકોને મુક્ત કરવાની ચેતવણી આપી છે. મંગળવારે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે જો 20 જાન્યુઆરી પહેલા ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલ બંધકોને છોડવામાં નહીં આવે તો તે હમાસ માટે સારું નહીં હોય. સાચુ કહું તો તે કોઈના માટે સારું નહીં હોય.
ટ્રમ્પે હમાસને ઘણી વખત બંધકોને મુક્ત કરવા કહ્યું છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.
કતારમાં બંધકોને મુક્ત કરવા મામલે ઇઝરાયલ અને હમાસની લીડરશિપ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-
હું કોઈપણ વાટાઘાટોને નુકસાન પહોંચાડવા માંગતો નથી, પરંતુ જો હું શપથ લીધા પહેલા બંધકોને મુક્ત કરવા પર કોઈ સમજૂતી નહીં થાય, તો મિડલ ઈસ્ટમાં વિનાશ થશે. બધું ખતમ થઈ જશે. મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ આ જ થશે.
ટ્રમ્પે હમાસને કહ્યું છે કે જો તેમના શપથ પહેલા બંધકોને છોડવામાં નહીં આવે તો બધું બરબાદ થઈ જશે.
ટ્રમ્પે કહ્યું કે મને બંધકોના પરિવારજનો તરફથી ફોન આવી રહ્યા છે
ટ્રમ્પે વધુમાં કહ્યું કે બંધકોને ઘણા સમય પહેલા મુક્ત કરી દેવા જોઈતા હતા. 7 ઓક્ટોબરનો હુમલો થવો જોઈતો નહોતો. લોકો તેને ભૂલી જાય છે, પરંતુ તે થયો અને ઘણા લોકો મૃત્યુ પામ્યા. મને ઇઝરાયલ અને અન્ય જગ્યાએ બંધકોના પરિવારો તરફથી ફોન આવી રહ્યા છે.
લોકો મને તેમના પ્રિયજનોને હમાસની કેદમાંથી મુક્ત કરાવવા માટે અપીલ કરી રહ્યા છે. હમાસે કેટલાક અમેરિકનોને પણ કેદ કર્યા છે. લોકો રડતા રડતા મારી પાસે આવે છે અને કહે છે- શું હું તેમના બાળકોના મૃતદેહ પરત લાવી શકું? તેઓએ એક 19-20 વર્ષની છોકરીને કારમાંથી એવી રીતે ફેંકી કે જાણે તે બટાકાની બોરી હોય.
આ ફૂટેજ 7 ઓક્ટોબરે નોવા ફેસ્ટિવલ પર હમાસના હુમલાના છે. હમાસના આતંકીઓ આવતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી.
શપથ લેતા પહેલા સારા સમાચાર મળવાની આશા છે
હાલમાં જ ટ્રમ્પના સ્પેશિયલ દૂત સ્ટીવન ચાર્લ્સ વિટકોફ મિડલ ઈસ્ટથી પરત ફર્યા છે. તેમણે મીડિયાને કહ્યું કે બંધકોની મુક્તિમાં વિલંબ કયા કારણોસર થયો તે અંગે હું વાત કરવા માંગતો નથી. નેગેટિવ હોવાનો કોઈ અર્થ નથી. હું વધારે કંઈ કહેવા માંગતો નથી, કારણ કે મને લાગે છે કે કતારમાં સારું કામ થઈ રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે હું કાલે દોહા પરત જવા માટે નીકળી રહ્યો છું. પરંતુ મને લાગે છે કે અમે આ મામલાનો સારો ડેવલપ કર્યો છે. મને આશા છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ કરતા પહેલા અમારી પાસે કેટલાક સારા સમાચાર હશે જેને ટ્રમ્પ જાહેર કરશે.
ટ્રમ્પના સ્પેશિયલ દૂત સ્ટીવન ચાર્લ્સ વિટકોફનું કહેવું છે કે 20 જાન્યુઆરી પહેલા સારા સમાચાર મળી શકે છે.
હમાસ 34 બંધકોને મુક્ત કરવા તૈયાર છે
કતારમાં ગયા શુક્રવારથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે બંધકોને મુક્ત કરવાને લઈને વાતચીત ચાલી રહી છે. રવિવારે, હમાસે કહ્યું કે તે એક્સચેન્જ ડીલના ફર્સ્ટ ફેઝમાં 34 બંધકોને મુક્ત કરશે. જેમાં તમામ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર કેદીઓનો સામેલ છે. ભલે તેઓ જીવિત હોય કે મૃત.
7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસે ગાઝા સરહદે ઘણા ઇઝરાયલના વિસ્તારો પર હુમલો કર્યો અને 254 લોકોને બંધક બનાવ્યા. અત્યાર સુધીમાં 150થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 100 જેટલા લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ઇઝરાયલની સેનાએ 34 લોકોની હત્યાની પુષ્ટિ કરી છે.
હમાસે હાલમાં 19 વર્ષીય ઇઝરાયલની મહિલા સૈનિક લીરી એલબાગનો વીડિયો જાહેર કર્યો હતો. લીરીનું 7 ઓક્ટોબર 2023ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો…
હમાસ ઇઝરાયલના 34 બંધકોને મુક્ત કરવા તૈયાર છે: મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને પ્રથમ મુક્ત કરવામાં આવશે; નેતન્યાહુએ કહ્યું- અમને કોઈ યાદી મળી નથી
હમાસ રવિવારે ઇઝરાયલના બંધકોને મુક્ત કરવા માટે સંમત થયું છે. ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, હમાસ એક્સચેન્જ ડીલના પ્રથમ ફેઝમાં 34 બંધકોને મુક્ત કરશે. જેમાં તમામ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર કેદીઓનો સામેલ છે. ભલે તેઓ જીવિત હોય કે મૃત.