- Gujarati News
- International
- Trump’s Post Creates A Stir All Over The World, Is It A Meeting With Putin Or A Plan To Take Revenge With Zelensky?
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની એક પોસ્ટથી હંગામો મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં કહ્યું છે કે આવતીકાલની રાત ખૂબ મોટી થવાની છે. આ પોસ્ટ પછી આખી દુનિયામાં આ વાતને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે કે શું ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે બદલો લેવાની તૈયારી કરી લીધી છે કે પછી તેઓ પુતિન સાથે મુલાકાત કરીને કોઈ નવો ‘બોમ્બ’ ફોડવાના છે?
આ પોસ્ટના એક કલાક પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજી પોસ્ટ પણ મૂકી હતી. આમાં તેમણે કહ્યું છે કે એકમાત્ર રાષ્ટ્રપતિ જેમણે રશિયાને યુક્રેનની એકપણ જમીન આપી નથી તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. યાદ રાખો કે જ્યારે નબળા અને બિનઅસરકારક ડેમોક્રેટ્સ ટીકા કરે છે, ફેક ન્યૂઝ ખુશી-ખુશી તેમની કહેલી દરેક વાતને સામે લાવી દે છે!

બેઠકમાં ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે થઈ હતી ઉગ્ર દલીલ યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે શુક્રવારે થયેલી બેઠક અને ઉગ્ર દલીલ પછી ટ્રમ્પે આ ‘કાલની રાત મોટી હશે’ એવી પોસ્ટ કરી છે. બંને નેતા વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિના ઓવલ ઓફિસમાં મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ બધું એટલા માટે થયું, કારણ કે ઝેલેન્સ્કીએ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પુતિનની ટીકા પણ કરી હતી.
ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું- ‘GET OUT’:10 મિનિટ સુધી બાખડ્યા બે નેતા, ઝેલેન્સ્કીએ કહ્યું- ‘હું માફી નહીં માગું’, અનેક દેશો યુક્રેની રાષ્ટ્રપતિના સપોર્ટમાં ઊતર્યા વાંચો સંપૂર્ણ સમાચાર
ઝેલેન્સ્કીને મળ્યો સ્ટોર્મરનો સાથ આ ઉગ્ર દલીલ પછી ઘણા દેશો ઝેલેન્સ્કીના સમર્થનમાં આવ્યા. આ યાદીમાં બ્રિટિશ વડાપ્રધાન સ્ટોર્મરનું નામ પણ સામેલ છે. ઝેલેન્સ્કીને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે તેમને અને દેશને અતૂટ ટેકો છે. લંડનમાં ઝેલેન્સ્કી અને સ્ટોર્મર વચ્ચે એક મુલાકાત પણ થઈ હતી. સ્ટોર્મરે ઝેલેન્સ્કીને કહ્યું કે જેમ તમે બહાર રસ્તા પર સૂત્રોચ્ચાર સાંભળ્યા છે, એમ તમને સમગ્ર યુકેમાં સંપૂર્ણ સમર્થન છે.
તેમણે કહ્યું, અમે તમારી સાથે છીએ. યુદ્ધ ગમે તેટલો સમય ચાલે. આ અંગે ઝેલેન્સ્કીએ તેમનો અને બ્રિટનના લોકોનો તેમના સમર્થન અને મિત્રતા બદલ આભાર માન્યો. આ મુલાકાત પછી સ્ટોર્મરે શનિવારે સાંજે યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ વાત કરી હતી.
USથી ઠપકો, બ્રિટનથી મદદનો હાથ:બ્રિટિશ PMએ ઝેલેન્સ્કીને આપી 14,000 કરોડની સહાય, અમેરિકાને ગણાવ્યું વિશ્વસનીય ભાગીદાર વાંચો સંપૂર્ણ સમાચાર