કિવ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM મોદીએ શુક્રવારે યુક્રેન પહોંચ્યા બાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે જો ભારત અને તેના લોકો રશિયા પ્રત્યે પોતાનું વલણ બદલે છે તો આ યુદ્ધ બંધ થઈ શકે છે અને પુતિન પોતે આ નિર્ણય લેશે. રશિયાની અર્થવ્યવસ્થામાં ભારતનું મોટું યોગદાન છે.
શુક્રવારે પીએમ મોદી સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ ઝેલેન્સકીએ કહ્યું, “અમે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. યુદ્ધને કારણે, વિશ્વમાં રશિયા પર ઘણા વેપાર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ આ દરમિયાન “ભારતના દરવાજા ખુલ્લા છે. જો ભારત રશિયા પાસેથી ઓઈલ આયાત કરવાનું બંધ કરે છે, તો પુતિન માટે તે એક મોટો પડકાર હશે.”
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે લગભગ 3 કલાક સુધી દ્વિપક્ષીય બેઠક થઈ.
‘પુતિનને ભારત અને ચીન પાસેથી અબજો રૂપિયાની મદદ મળી રહી છે’
ઝેલેન્સકીએ કહ્યું, “યુદ્ધની વચ્ચે ભારત અને ચીન તરફથી આવતા અબજો રૂપિયાએ પુતિનને મદદ કરી છે. આપણે રશિયાને હથિયાર બનાવવા માટે રૂપિયા આપવાનું બંધ કરવું પડશે.” યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે પુતિન ભારતના પીએમ મોદીનું સન્માન કરતા નથી. આ કારણથી તેઓએ મોદીની રશિયાની મુલાકાત દરમિયાન યુક્રેનની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત યુએનના ઠરાવ પર ભારતના વલણ અંગે ઝેલેન્સકીએ કહ્યું, “હું ખુશ નથી કે અમને ભારતનું સમર્થન નથી મળ્યું. અમે હવે આગામી વખતે પ્રસ્તાવ રજૂ થાય તે પહેલા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અમે ઈચ્છીએ છીએ કે તે ભારતે અમારી પડખે રહેવું જોઈએ ભારત યુદ્ધને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
જયશંકરે કહ્યું- ઓઈલ ખરીદવાનો નિર્ણય બજાર પર નિર્ભર છે
મોદી અને ઝેલેન્સકી વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ વિદેશ મંત્રી જયશંકરે કિવમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, “આજે વૈશ્વિક સમુદાય માટે મહત્વપૂર્ણ છે કે ઓઈલની કિંમતો સ્થિર રહે. ભારત ઓઈલનો મોટો ગ્રાહક અને ઈમ્પોર્ટર છે.”
વિદેશ મંત્રીએ કહ્યું કે તઓઈલ ખરીદવા પાછળ બજારની રણનીતિ છે. તે સંપૂર્ણપણે બજારની સ્થિતિ પર આધારિત છે. આજે, ઈરાન અને વેનેઝુએલા જેવા મોટા ઓઈલ સપ્લાયર્સ, જેમણે અગાઉ ભારતને ઓઈલ વેચ્યું હતું, તેઓ હવે સમાન સ્વતંત્રતા સાથે કામ કરી શકતા નથી. આ તમામ કારણો ભારતીની ઓઈલ ખરીદી નીતિને અસર કરે છે.
બીજી તરફ ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત યુદ્ધને લઈને ક્યારેય નિષ્પક્ષ રહ્યું નથી. અમે પહેલા દિવસથી જ શાંતિના પક્ષમાં છીએ. અમે બુદ્ધની ભૂમિમાંથી આવ્યા છીએ, જ્યાં યુદ્ધને કોઈ સ્થાન નથી. અમે મહાત્મા ગાંધીની ભૂમિમાંથી આવ્યા છીએ, જેમણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.
પીએમ મોદીએ કહ્યું કે ભારત ક્યારેય યુદ્ધમાં નિષ્પક્ષ રહ્યું નથી. અમે શરૂઆતથી જ શાંતિના પક્ષમાં છીએ.
‘ભારત માટે પ્રાદેશિક અખંડિતતા સૌથી મહત્વપૂર્ણ’
મોદીએ કહ્યું, “ભારત માટે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન સૌથી મહત્વપૂર્ણ છે. હું થોડા દિવસો પહેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. તે દરમિયાન મેં તેમને કહ્યું કે આ યુદ્ધનો સમય નથી.”
પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિ માટેના દરેક પ્રયાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જો હું અંગત રીતે કોઈ યોગદાન આપી શકું, તો એક મિત્ર તરીકે હું ચોક્કસપણે તે કરવા માંગીશ.