તેહરાન58 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનના 63 વર્ષીય રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં વિદેશ મંત્રી હોસૈન અમીરાબદુલ્લાહિયન સહિત 9 લોકો હતા. બધા માર્યા ગયા.
રાયસીના બેલ 212 હેલિકોપ્ટરે 19 મેના રોજ સાંજે 5 વાગ્યે અઝરબૈજાનથી ઈરાન માટે ઉડાન ભરી હતી, પરંતુ 2 કલાક પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં, અઝરબૈજાન અને ઈરાનની સરહદ નજીક વરઝેઘાનના ગાઢ જંગલમાં તેના ક્રેશના સમાચાર પ્રકાશમાં આવ્યા.
ભારે વરસાદ અને ધુમ્મસના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી અને લગભગ 15 કલાક પછી તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને 21 તસવીરોથી સમજો …
ઇબ્રાહિમ રઈસીની છેલ્લા 9 કલાકની 9 તસવીરો…
રઈસી અને અલીયેવે અરાસ નદી પર કિઝ કલાસી ડેમનું ઉદ્ઘાટન કર્યું.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કીજ કલાસી ડેમની મુલાકાત લીધી હતી.
રઈસી અને અલીયેવે ડેમ પર થોડો સમય સાથે વિતાવ્યો. બંનેએ સાથે મળીને અલગ-અલગ સાઇટની મુલાકાત લીધી હતી.
ઇબ્રાહિમ રઈસીએ અઝરબૈજાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરાબ્દોલ્લાહિયન સાથે મુલાકાત કરી.
રાષ્ટ્રપતિ રઈસીના હેલિકોપ્ટર ક્રેશ થવા પહેલા તેની તસવીર. તેમનું બેલ 212 હેલિકોપ્ટર સાંજે 5 વાગ્યે અઝરબૈજાનથી ઈરાન માટે ટેકઓફ થયું હતું.
રઈસીના હેલિકોપ્ટરની અંદરની તસવીર. તે ઈરાની સમાચાર એજન્સી IRNA દ્વારા જાહેર કરવામાં આવી હતી.
આ પછી વરઝેઘનમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા.
હેલિકોપ્ટર ગુમ થયાના 15 કલાક પછી રઈસીના મૃત્યુની પુષ્ટિ થઈ
રઈસીનું હેલિકોપ્ટર ગુમ થવાના સમાચાર 19 મેના રોજ સાંજે 7 વાગ્યે આવ્યા હતા. આ દરમિયાન હેલિકોપ્ટરનો ATS સાથે સંપર્ક તૂટી ગયો હતો. ઈરાની મીડિયા અનુસાર, આ દુર્ઘટના સાંજે 7:30 વાગ્યે થઈ હતી. સમાચાર મળતાની સાથે જ ભારે વરસાદ અને ધુમ્મસ વચ્ચે 9 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યૂ ઓપરેશન 15 કલાક ચાલ્યું હતું. સોમવારે સવારે 10 વાગ્યે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી (63) અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયનની પુષ્ટિ થઈ હતી.
આ ફૂટેજ ઈરાનના વરઝેઘન શહેરના છે. રવિવારે અહીં ભારે વરસાદ પડ્યો હતો. શિયાળો હોવાથી ધુમ્મસ પણ ગાઢ હતું. વિઝિબિલિટી ઘણી ઓછી હતી.
આ ફોટો હેલિકોપ્ટર ક્રેશ સ્થળથી લગભગ 5 કિમી દૂર હાઈવેનો છે. અહીંથી જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ રવિવારે રાત્રે ધુમ્મસને કારણે ઘણી મુશ્કેલી પડી હતી.
ઈરાનમાં લોકો અપડેટ્સ માટે ઘર અને ઓફિસમાં આખી રાત ટીવીની સામે રહ્યા.
રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર ગાયબ થયા બાદ ઈરાનની મસ્જિદોમાં તેમની સલામતી માટે નમાજ પઢવામાં આવી હતી. આ ફોટો મશહદ શહેરમાં ઇમામ રેઝા દરગાહનો છે. આખી રાત અહીં પ્રાર્થના થઈ હતી.
આજે સવારે 10 વાગ્યે ખરાબ સમાચાર આવ્યા, ઇમામ રેઝાના મકબરામાંથી મૃત્યુની જાહેરાત કરાઈ
ઈરાનના પ્રમુખ રઈસીના મૃત્યુની જાહેરાત ઈરાનના સૌથી મહત્વપૂર્ણ શિયા યાત્રાધામ ઈમામ રેઝાની મકબરાપરથી કરવામાં આવી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ મકબરો એ જ શહેરમાં છે જ્યાં રઈસીનો જન્મ થયો હતો.
સવારે 11 વાગ્યે ક્રેશ સાઇટનો પહેલો ફોટો આવ્યો હતો
રેસ્ક્યૂ ટીમે સવારે 10 વાગ્યે ક્રેશ સ્થળની શોધ કરી હતી. ઈરાની સમાચાર એજન્સીએ સવારે 11 વાગ્યે ક્રેશ સ્થળની તસવીરો જાહેર કરી હતી. રઈસીનું અમેરિકન બનાવટનું બેલ 412 હેલિકોપ્ટર મળી આવ્યું હતું.
વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ઈરાનનું ઉડ્ડયન ક્ષેત્ર ખરાબ સ્થિતિમાં છે. હેલિકોપ્ટર અને વિમાનોના પાર્ટ્સ મળી શકતા નથી. એરફોર્સનો કાફલો પણ 1979માં ઇસ્લામિક ક્રાંતિના યુગનો છે. રઈસી અમેરિકન બનાવટના બેલ 412 હેલિકોપ્ટરમાં સવાર હતા.
સવારે 10 વાગ્યે રેસ્ક્યૂ ટીમને ગાઢ જંગલમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર મળ્યું.
તુર્કીના ડ્રોને 20 મેની સવારે ક્રેશ સાઇટના ડ્રોન ફોટા જાહેર કર્યા.
રઈસી વિશે જાણવા માટે ક્રેશ સ્થળ પાસે લોકોના ટોળા એકઠા થયા હતા.
રાષ્ટ્રપતિ રઈસીના નિધન બાદ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવાઈ. જેમાં રાઈસીની ખુરશી ખાલી રહી હતી.
આ ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીની ઓફિસનો ફોટો છે. તેમના મૃત્યુના સમાચાર પછી, તેમની ખુરશી પર કાળી પાઘડી મૂકવામાં આવી હતી. રઈસી હંમેશા કાળી પાઘડી પહેરતા હતા.