તેલ અવીવએક કલાક પેહલા
- કૉપી લિંક
ગાઝાની સૌથી જૂની મસ્જિદ, ઓમારી મસ્જિદને 7મી સદીમાં બનાવવામાં આવી હતી. ઇઝરાયલે આ મસ્જિદ પર હુમલો કર્યો હતો.
ઇઝરાયેલી સેનાએ ગાઝાની સૌથી જૂની ઓમારી મસ્જિદ પર હુમલો કર્યો છે. જેના કારણે મસ્જિદનો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો. બીબીસી અનુસાર, આ મસ્જિદ 7મી સદીમાં બનાવવામાં આવી હતી. આ હુમલા બાદ હમાસે યુનેસ્કોને ઐતિહાસિક ઈમારતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 104 મસ્જિદો ધ્વસ્ત થઈ ગઈ છે.
આ તરફ ઇઝરાયલની સેનાને ગાઝામાં એક સ્કૂલના વર્ગખંડની નીચેથી એક ટનલ મળી આવી છે. જ્યારે, UNSCમાં યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. અમેરિકાએ શુક્રવારે યુદ્ધવિરામ વિરુદ્ધ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. ખરેખરમાં, અમેરિકાનું કહેવું છે કે યુદ્ધવિરામથી હમાસને ફાયદો થશે અને તેઓ હુમલા માટે હથિયારો એકત્રિત કરશે. આ પ્રસ્તાવ UAE દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
ગાઝા શહેરમાં આવેલી ઓમરી મસ્જિદ 7મી સદીમાં બનાવવામાં આવી હતી.
ટનલ મસ્જિદમાં નીકળે છે
ઇઝરાયલના સૈનિકો શેજૈયા શહેરમાં દરોડા પાડી રહ્યા હતા. ત્યારબાદ હમાસના આતંકવાદીઓની એક સ્કૂલની અંદર ઇઝરાયલના સૈનિકો સાથે અથડામણ થઈ. અહીં ફાયરિંગ બાદ સેનાને ક્લાસરૂમની નીચે એક ટનલ મળી આવી છે. સેનાનું કહેવું છે કે આ ટનલ નજીકમાં બનેલી મસ્જિદમાં નીકળે છે. આતંકવાદીઓ સ્કૂલ અને મસ્જિદોમાંથી હુમલા કરી રહ્યા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 200થી વધુ સ્કૂલ અને કોલેજો નાશ પામી છે.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે સ્કૂલમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરનો આ વીડિયો શેર કર્યો છે.

ઇઝરાયલની સેનાએ ક્લાસરૂમની નીચે મળેલી ટનલની આ તસવીર શેર કરી છે.
ઇઝરાયલી સૈનિકો યુદ્ધમાં તેમની આંખો ગુમાવી રહ્યા છે
7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં ઇઝરાયેલના ઘણા સૈનિકોએ પોતાની આંખો ગુમાવી છે. આ સિવાય કેટલાક જવાનોને ગંભીર ઈજાઓ છે. કેટલાકે સર્જરી કરાવી છે. જેરુસલેમ પોસ્ટે આ જાણકારી આપી છે.
આંખો ખરાબ થવાનું કારણ શું છે?
- ઇઝરાયલના મીડિયા હાઉસ KAN મુજબ ગાઝામાં લડી રહેલા ઘણા ઇઝરાયલના સૈનિકોની આંખોમાં ગંભીર ઈજાઓ જોવા મળી છે. તેમની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં લગભગ ઇઝરાયલના 40 સૈનિકોને આંખમાં ઇજાઓ થઈ છે.
- આ રિપોર્ટ અનુસાર, આમાંથી 15% સૈનિકો એવા છે જે એક અથવા બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી શકે છે. આ પહેલા પણ કેટલાક સાથે થઈ ચૂક્યું છે. આનું કારણ એ હતું કે યુદ્ધના પ્રારંભિક તબક્કામાં, ઇઝરાયેલના સૈનિકોએ રક્ષણાત્મક ગિયર, ખાસ કરીને યુદ્ધના ખાસ ચશ્માનો ઉપયોગ કર્યો ન હતો.
- જ્યારે કેટલાક સૈનિકોની આંખોમાં છરા વાગવાથી ઇજાઓ થઈ છે, તો કેટલાક એવા છે જેમણે ફાયરિંગ દરમિયાન ચશ્મા પહેર્યા ન હતા અને બંદૂકમાંથી ગોળીબાર કર્યા પછી ઝેરી ધુમાડો અથવા ગનપાવડર તેમની આંખોમાં ગયો હતો.
- ઇઝરાયલના સોરોકા મેડિકલ સેન્ટરે સૈનિકો માટે ખાસ બેટલ ગિયર બનાવ્યા છે. ગયા મહિને, ઇઝરાયલ સરકારે સમાન અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે- અમારા જવાનોને કોઈ પ્રોટેક્ટિવ ગિયરની કમી નથી.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે યુદ્ધ બાદ ગાઝાની કમાન પેલેસ્ટાઈન ઓથોરિટીને સોંપવી એ મુદ્દાનો ઉકેલ નથી. (ફાઈલ)
નેતન્યાહુ પેલેસ્ટાઈનના વડાપ્રધાનથી નારાજ છે
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ સમાપ્ત થયા બાદ પેલેસ્ટાઈન ઓથોરિટી ઓર્ગેનાઈઝેશન (PLO) તેમને સ્વીકાર્ય નથી.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે યુદ્ધ બાદ ગાઝાની કમાન પેલેસ્ટાઈન ઓથોરિટીને સોંપવી એ મુદ્દાનો ઉકેલ નથી. નેતન્યાહુનું આ નિવેદન મહત્વનું છે. ખરેખરમાં શુક્રવારે પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ સાતાયેહે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે યુદ્ધ બાદ તેઓ ગાઝાનું શાસન સંભાળવા માટે તૈયાર છે અને તેમાં હમાસને પણ સાથે લઈ શકાય છે.
સાતાયેહે સ્વીકાર્યું હતું કે બેકડોર ડિપ્લોમસી હેઠળ તેઓ ગાઝામાં યુદ્ધ પછીની સ્થિતિને લઈને અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખી રહ્યા છે. તેમનું એમ પણ માનવું હતું કે યુદ્ધ પછીની સરકારમાં કડક શરતો સાથે હમાસને સ્થાન આપવામાં આવી શકે છે.
નેતન્યાહુએ આ મુદ્દે કડક જવાબ આપ્યો. કહ્યું- તેઓ કયા હમાસ વિશે વાત કરી રહ્યા છે? યુદ્ધ પછી હમાસ બાકી રહેશે નહીં. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે પેલેસ્ટાઈન ઓથોરિટી પણ આ મુદ્દાનો ઉકેલ નથી.

ઇઝરાયલની સેનાએ શુક્રવારે રાત્રે એક નિવેદનમાં કહ્યું કે ગાઝામાં હમાસના આતંકવાદીઓ હવે લોકોની વચ્ચે છુપાઈને હુમલા કરી રહ્યા છે. આનાથી માત્ર પેલેસ્ટિનીઓને જ ખતરો છે.
હમાસને કડક શરતોનો સામનો કરવો પડશે
- સમાચાર એજન્સી ‘રોયટર્સ’ અનુસાર, યુદ્ધ પછી ગાઝાના શાસન સાથે જોડાયેલા મુદ્દા પર અમેરિકા અને પેલેસ્ટાઈન ઓથોરિટી વચ્ચે વાતચીત ચાલી રહી છે. પેલેસ્ટાઈન ઓથોરિટીના વડાપ્રધાન મોહમ્મદ સાતાયેહે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
- આ વાતચીતનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે એક સમયે પેલેસ્ટાઈન ઓથોરિટીનો હિસ્સો રહેલા આતંકવાદી સંગઠન હમાસને પણ આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યું નથી. જોકે આ માટે તેણે તમામ શરતો સ્વીકારવી પડશે.
- રિપોર્ટ અનુસાર ગાઝામાં યુદ્ધ ખતમ થયા બાદ હમાસ ત્યાંની સિસ્ટમમાંથી સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય. ખરેખરમાં હમાસને પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ના જુનિયર પાર્ટનર બનાવવાની તૈયારી ચાલી રહી છે.
- ગાઝાને સ્વતંત્ર રાજ્ય બનાવવાની તૈયારી છે. આમાં પશ્ચિમ કાંઠે, ગાઝા, પૂર્વ જેરુસલેમ અને રામલ્લાહનો સમાવેશ થવો જોઈએ. મીડિયા હાઉસ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં પેલેસ્ટાઈન ઓથોરિટીના વડાપ્રધાન સાતાયેહે પોતે આ વાત સ્વીકારી છે.
- હમાસને આ યોજનામાંથી બહાર ન રાખવા પાછળની વિચારસરણી એ છે કે યુદ્ધ પછી, વધુ કે ઓછા, હમાસનો પ્રભાવ ગાઝામાં રહેશે. તેથી, તેને કોઈપણ સિસ્ટમ અથવા યોજનામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવાથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
તસવીરોમાં ગાઝાની સ્થિતિ…

ખાન યુનિસમાં ઇઝરાયલના હુમલા બાદ લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લઈને જતા જોવા મળ્યા હતા.

ઈઝરાયલે નુસરત રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો હતો. અહીં લોકો કાટમાળમાં પોતાના સ્વજનોને શોધી રહ્યા છે.

યુદ્ધ બાદ ગાઝામાં સ્થિતિ વધુ બગડી છે. તસવીર અલ-મવાસી કેમ્પની છે, લોકો પાસે રહેવા માટે જગ્યા નથી.

ઇઝરાયલની સેનાના હુમલા બાદ ઉત્તર ગાઝાના બેત લાહિયામાં ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.