વોશિંગ્ટન59 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી. સમાચાર એજન્સી PTI અનુસાર, તેમાં 600થી વધુ ભારતીય-અમેરિકનોએ ભાગ લીધો હતો. ભારતીય-અમેરિકન સાંસદો, અધિકારીઓ અને વ્યાપારી નેતાઓને સંબોધતા બાઈડને કહ્યું કે, વ્હાઇટ હાઉસમાં દિવાળીના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન કરવું તેમના માટે સન્માનની વાત છે.
બાઈડને કહ્યું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સેનેટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનો સાથે કામ કર્યું છે. બાઈડને કહ્યું કે દક્ષિણ એશિયાઈ અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે. તે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો સમુદાય છે. હવે વ્હાઇટ હાઉસમાં દિવાળી ગર્વભેર ઉજવાય છે.
જોકે, આ વખતે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન દિવાળી સેલિબ્રેશનમાં હાજર રહી શક્યા ન હતા. બાઈડને કહ્યું કે ,જીલ અને કમલા અહીં આવવા માગે છે, પરંતુ તેઓ પ્રચારમાં વ્યસ્ત છે.
તે જ સમયે, સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી વીડિયો સંદેશ દ્વારા દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
સુનિતા વિલિયમ્સે ISS તરફથી વ્હાઇટ હાઉસ અને વિશ્વભરમાં દિવાળીની ઉજવણી કરતા દરેકને શુભેચ્છાઓ મોકલી.
સુનિતાએ પોતાના સંદેશમાં કહ્યું-
આ વર્ષે મને સ્પેસ સ્ટેશન પર પૃથ્વીથી 400 કિમી ઉપર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. મારા પિતાએ હંમેશા અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવ્યું અને અમને અમારા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલા રાખ્યા. દિવાળી એ ખુશીની ક્ષણ છે કારણ કે સંસારમાં ભલાઈ પ્રવર્તે છે.
વ્હાઈટ હાઉસમાં દિવાળીની શરૂઆત જ્યોર્જ બુશના સમયમાં થઈ હતી ANI અનુસાર, દિવાળી મનાવવાની પરંપરા સૌથી પહેલા 2003માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં શરૂ થઈ હતી. જો કે, તે ક્યારેય અંગત રીતે સામેલ થયા ન હતા. 2009માં, બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ બન્યા બાદ વ્હાઇટ હાઉસમાં ખાનગી રીતે દિવાળીની ઉજવણી કરી હતી.
વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી સાથે જોડાયેલી કેટલીક તસવીરો…
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2009 થી જાન્યુઆરી 2017 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ ફોટો 2016નો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે 2017 થી જાન્યુઆરી 2021 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ ફોટો 2016નો છે.
2021: યુએસ પ્રમુખ બાઈડન તેમની પત્ની જીલ બાઈડન સાથે દિવાળી પર દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા. તેઓએ 2022માં પણ આવી જ રીતે દિવાળીની ઉજવણી કરી હતી.
અમેરિકામાં ભારતીય મૂળના 48 લાખ લોકો અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ અમેરિકામાં ભારતીય મૂળના 54 લાખ લોકો છે. તેમાંથી 48% હિંદુઓ છે. અહીં 6 રાજ્યોના 10 જિલ્લાઓમાં ભારતીય-અમેરિકન લોકોની સંખ્યા 6-18% છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યુ જર્સી, ન્યુ યોર્ક, ઇલિનોઇસમાં તેમની વસતી સૌથી વધુ છે.
બાઈડન વહીવટીતંત્રમાં 130થી વધુ ભારતીયો મહત્વપૂર્ણ હોદ્દા પર તૈનાત હોવાનો રેકોર્ડ છે. આ સિવાય અમેરિકામાં લગભગ 38% ડોક્ટરો ભારતીય મૂળના છે. ભારતીય-અમેરિકનો યુએસમાં સૌથી વધુ કમાણી કરનાર વંશીય જૂથ છે.