લંડન15 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તે અમેરિકા-યુક્રેન મિનરલ્સ ડિલ કરવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ લંડનમાં એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહ્યું કે તે ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દલીલ પછી પણ અમેરિકા સાથે વાતચીત કરવા ઇચ્છુક છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે વ્હાઇટ હાઉસમાં થયેલી ઘટનાથી અમેરિકા કે યુક્રેનને કોઈ ફાયદો નથી થાય પરંતુ આ ઘટનાએ માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને લાભ પહોંચાડ્યો છે. તેમણે કહ્યું કે જો તેમને બોલાવવામાં આવે છે તો તેઓ વ્હાઇટ હાઉસ ફરી મળવા જશે.

લંડનમાં યૂરોપિય દેશોની ડિફેન્સ સમિટમાં ઝેલેન્સ્કી(ડાબે) સાથે બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર (વચ્ચે)અને ફ્રેન્ચ પીએમ ઇમેન્યુઅલ મેક્રોન
સુરક્ષાની ગેરંટીની શરત ફરીથી રાખી ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમને આશા છે કે યુક્રેનની સુરક્ષા ગેરંટીની માગ સાંભળવામાં આવે. બંને પક્ષ આ અંગે સમંતી દર્શાવે તો ડિલ થઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે યુક્રેનનો પક્ષ પણ સાંભળવામાં આવે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા ભાગીદારોએ યાદ રાખવું જોઈએ કે આ યુદ્ધમાં હુમલાખોર કોણ છે.
ઝેલેન્સ્કીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો. જેમાં તેમણે કહ્યું કે તેઓ અમેરિકાનું મહત્ત્વ સમજે છે. તેમણે કહ્યું કે એવો એકપણ દિવસ નથી કે જ્યારે તેમણે અમેરિકાનો આભાર ના માન્યો હોય.
ઝેલેન્સ્કીએ ફરીથી કહ્યું કે અમે બધા જ આ વાત પર એકમત છીએ કે શાંતિ માટે સુરક્ષાની ગેરંટી જરૂરી છે. આ આખા યૂરોપની સ્થિતિ છે.
ઝેલેન્સ્કી-ટ્રમ્પની દલીલ પછી ડીલ કેન્સલ થઈ ઝેલેન્સ્કી 28 ફેબ્રુઆરીએ ટ્રમ્પ સાથે મિનરલ્સ ડીલ પર સહી કરવા માટે અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન તેમનો વિવાદ થઈ ગયો. તે પછી ઝેલેન્સ્કી ડીલ કર્યા વિના જ લંડન જતા રહ્યા હતા.
ઝેલેન્સ્કીને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે ટ્રમ્પ અને વેન્સ સાથે દલીલ બાદ હવે તેઓ આ બધું ઠીક કરશે તો તેમણે કહ્યું કે અમેરિકા અને યુક્રેનની વચ્ચે સંબંધ શરૂ જ રહેશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે જો યુક્રેનને અમેરિકા પાસેથી મદદ મળવાનું બંધ થઈ જાય છે તો તેનો ફાયદો માત્ર રશિયાને જ મળશે.
આ પહેલાં રવિવારે જ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ કબજે કરેલાં કોઈપણ યુક્રેની વિસ્તારને તેઓ માન્યતા આપશે નહીં. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમારી જમીન વેચાણ માટે નથી. અમારી આઝાદી અમે વેચવા નથી મુકી. અમે આ બધા માટે ખૂબ જ મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. રશિયાએ અમારી ઉપર બધું જ લાદ્યુ છે. તેમણે એવું પણ કહ્યું કે રશિયા સાથે યુદ્ધના અંત સુધી પહોંચવા માટે હજુ ઘણી લાંબી સફર કરવાની છે. ,
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની ચર્ચા સંબંધિત આ સમાચાર વાંચો…
USથી ઠપકો, બ્રિટનથી મદદનો હાથ:બ્રિટિશ PMએ ઝેલેન્સ્કીને આપી 14 હજાર કરોડની સહાય, અમેરિકાને ગણાવ્યું વિશ્વસનીય ભાગીદાર

બ્રિટિશ પીએમ કીર સ્ટારમર યુક્રેનને 14 હજાર કરોડ રૂપિયાની સહાય આપશે, જેની મદદથી યુક્રેન 5000 એર ડિફેન્સ મિસાઈલ ખરીદશે. સ્ટાર્મરે કહ્યું કે આ મિસાઇલોનું ઉત્પાદન બ્રિટનના બેલફાસ્ટમાં કરવામાં આવશે, જેનાથી આપણા સંરક્ષણ ક્ષેત્રમાં નોકરીઓ વધશે. એક દિવસ પહેલા જ તેમણે ઝેલેન્સ્કીને 24 હજાર કરોડ રૂપિયાની લોન આપવાની વાત કરી હતી. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…
ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ ઝેલેન્સ્કીની ખુરશી જોખમમાં:નિષ્ણાતોએ કહ્યું- US એજન્સી સરકાર તોડવામાં મદદ કરી શકે છે, રશિયાને છૂટો દોર મળશે

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી રશિયા સાથેના યુદ્ધમાં મદદ લેવા અમેરિકા આવ્યા હતા. અહીં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે ઝેલેન્સ્કીને ખાલી હાથે પાછા ફરવું પડ્યું, પરંતુ અમેરિકા સાથેના સંબંધો પણ બગડ્યા. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…