મોસ્કો1 કલાક પેહલા
- કૉપી લિંક
ઈગોરોવ પુતિનની નજીકના સાંસદ હતા. પુતિન જ તેમને 7 વર્ષ પહેલા પોતાની પાર્ટીમાં લાવ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીકના વધુ એક નેતાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા છે. 46 વર્ષીય સાંસદ વ્લાદિમીર ઈગોરોવનો મૃતદેહ ગુરુવારે બપોરે ટોબોલસ્ક શહેરમાં તેમના ઘરની નીચેથી મળી આવ્યો હતો. રશિયન ન્યૂઝ એજન્સી ‘તાસ’ના રિપોર્ટ અનુસાર- ઈગોરોવ બારીમાંથી નીચે પડી ગયા હતા.
સપ્ટેમ્બર 2022 થી, પુતિનની નજીકના 7 નેતાઓ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા છે. જેમાંથી 4 લોકો ઘરની છત કે બારીમાંથી પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. ઈગોરોવની થોડા સમય પહેલા ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તે નિર્દોષ સાબિત થયા હતા.
ક્રિસ્ટીના વાયકોવા 28 વર્ષની હતી. તેણે મોડલિંગ પણ કર્યું હતું. પુતિને તેમને રશિયન બેંકની વાઈસ પ્રેસિડેન્ટ બનાવી હતી. જૂન 2023માં તે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી હતી.
સવાલ એ છે કે તે બારીમાંથી કેવી રીતે પડી ગયા?
- બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ ‘મેટ્રો’ના રિપોર્ટ અનુસાર – ઈગોરોવ થોડા દિવસ પહેલા જ પુતિનને મળ્યા હતા. તે પશ્ચિમી સાઇબિરીયાના ટોબોલસ્ક શહેરમાં રહેતા હતા. તેમનું ઘર બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળે હતું. ગુરુવારે બપોરે તેની લાશ ઘરની નીચેથી મળી આવી હતી. પોલીસ ઈગોરોવના મૃત્યુને શંકાસ્પદ માની રહી છે, તેથી કેસની તપાસ સ્પેશિયલ ક્રાઈમ યુનિટને સોંપવામાં આવી છે.
- એક સ્થાનિક મીડિયા ચેનલ અનુસાર, મૃત્યુ પહેલા ઈગોરોવને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ તે બારી પાસે પહોંચીને નીચે કેવી રીતે પડ્યા? આ મામલે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. તેનું એક કારણ એ છે કે બારીની ઉંચાઈ ફ્લોરથી લગભગ 5 ફૂટ જેટલી હતી અને ત્યાંથી બેભાન અવસ્થામાં પણ નીચે પડવું શક્ય જણાતું નથી.
- જ્યારે અમેરિકન મીડિયા હાઉસ ‘ફોક્સ ન્યૂઝ’એ આ અંગે રશિયાના વિદેશ મંત્રાલય પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો ત્યાંથી તેને કોઈ પ્રતિક્રિયા મળી નહીં.
મારિના યાન્કીના લશ્કરી અધિકારી અને પુતિનની સલાહકાર હતી. સેન્ટ પીટર્સબર્ગમાં તેના એપાર્ટમેન્ટના 16મા માળેથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું.
ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા, નિર્દોષ સાબિત થયા હતા
- ઈગોરોવ વ્યવસાયે વકીલ હતા. 2016માં, તેઓ સિટી એડમિનિસ્ટ્રેશન ચીફ તરીકે ચૂંટાયા. આ પછી તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. બાદમાં કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા કારણ કે વિપક્ષ ઈગોરોવ સામે નક્કર પુરાવા આપી શક્યા ન હતા. આ પછી તેઓ પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીમાં જોડાયા અને બાદમાં સાંસદ બન્યા. તેઓ પુતિનના સૌથી વિશ્વાસુ સાંસદોમાંના એક ગણાતા હતા.
- એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનના ઘણા નજીકના લોકો માર્યા ગયા છે. ખાસ વાત એ છે કે આ તમામ લોકોના મોત સામે સવાલ ઉભા થયા છે. રશિયન સરકાર મોટા ભાગના મામલામાં સ્પષ્ટતા પણ આપી શકી નથી.
વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિનના મૃત્યુ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિન્હો છે. રશિયન સરકાર તેને માત્ર અકસ્માત ગણાવી રહી છે.
આ રીતે પુતિનના રાજદારોની હત્યા કરવામાં આવી હતી
- રેવિલ મેગાનોવ (સપ્ટેમ્બર 2022): રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની લુકોઈલના ચેરમેન અને પુતિનના મિત્ર હતા. રૂટીન ચેકઅપ માટે મોસ્કોની હોસ્પિટલમાં ગયા. આ હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડી જતાં તેનું મોત થયું હતું.
- મરિના યાન્કીના (ફેબ્રુઆરી 2023): રશિયન આર્મીમાં ઓફિસર હતી. પુતિનના સલાહકાર હતી. સેન્ટ પીટર્સબર્ગમાં તેના એપાર્ટમેન્ટના 16મા માળેથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું.
- ઇગોર કુરોકો (એપ્રિલ 2023): ટોચની સરકારી અનર્જી કંપનીના વડા અને પુતિનના સંબંધી હોવાનું કહેવાય છે. તે લાંચના આરોપમાં જેલમાં ગયા હતા અને ચાર દિવસ પછી જેલમાં મૃત્યુ પામ્યા હતા.
- યોત્ર કુચેરેન્કો (મે 2023): પુતિન સરકારમાં નાયબ વિજ્ઞાન મંત્રી હતા. યુક્રેન સામેના યુદ્ધનો વિરોધ કર્યો. એક મીટીંગમાંથી પરત ફરતી વખતે તે પ્લેનમાં બીમાર પડી ગયા અને તેનું મૃત્યુ થયું. સરકારે તપાસ પણ કરાવી નથી.
- ક્રિસ્ટીના વાયકોવા (જૂન 2023): વાયકોવા 28 વર્ષની હતી. તેણે મોડલિંગ પણ કર્યું હતું. પુતિને તેમને રશિયન બેંકની વાઈસ પ્રેસિડેન્ટ બનાવી હતી. વાયકોવાનું તેના એપાર્ટમેન્ટના 11મા માળેથી પડીને મૃત્યુ થયું હતું.
- યેવગેની પ્રિગોઝિન (ઓગસ્ટ 2023): વેગનર આર્મી ચીફ પ્રિગોઝિને પુતિનને પડકાર ફેંક્યો હતો. ઓગસ્ટમાં તેમનું વિમાન મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે ક્રેશ થયું હતું. ઘણા કમાન્ડરો સાથે પ્રિગોઝિન પણ માર્યા ગયા હતા.