- Gujarati News
- International
- With One In Six Women Having Trouble Conceiving, The UAE Has One Of The Highest Rates Of Secondary Infertility In The World Due To Pollution And Poor Living Conditions.
અબુ ધાબી3 કલાક પેહલા
- કૉપી લિંક
ફાઇલ તસવીર
- મોટા ભાગની મહિલાઓ વિવિધ કારણોસર બીજા સંતાનની માતા બની શકતી નથી
યુએઈમાં દર છઠ્ઠા દંપતીમાંથી એકને ગર્ભધારણની સમસ્યા છે. યુએઈ યુનિવર્સિટીએ 2022માં કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દર છમાંથી એક દંપતીને ગર્ભ ધારણ કરવામાં સમસ્યા નડે છે. અનેક નિષ્ણાતોના મતે પ્રદૂષણ અને વધુ પડતા અવાજ જેવા પર્યાવરણીય કારણો પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે. તણાવ પણ પ્રેગ્નેન્સીમાં રોડાં નાખી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે યુએઈમાં પ્રજનન દર (મહિલાદીઠ કુલ બાળકોની સંખ્યા) માત્ર 1.4 હતો, જે 1990ના દાયક કરતાં ઘણો ઓછો છે. અબુ ધાબીસ્થિત હૅલ્થપ્લસ આઇવીએફમાં રિપ્રોડક્ટિવ કન્સલ્ટન્ટ ડૉ. નાદિયા નજ્જારીએ કહ્યું, ‘સતત શોરબકોર અને પ્રદૂષણ વચ્ચે રહેવાને કારણે પ્રેગ્નેન્સી ક્ષમતાને અસર પડી શકે છે.
શરીરમાં હોર્મોનલ અસમતુલાથી પણ પ્રેગ્નેન્સી ક્ષમતા પર અસર પડે છે. વધુ પડતા અવાજને કારણે લોકો સરખી રીતે સૂઈ શકતાં નથી, એટલે પિચ્યુટરી ગ્રંથિને અસર થાય છે. તેના પરિણામે શરીરમાં હોર્મોન અસંતુલિત થઈ જાય છે અને મહિલાઓમાં ઈંડાનું ઉત્પાદન અટકી જાય છે અને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પડે છે. યુએઈમાં સેકન્ડરી ઇન્ફર્ટિલિટીનો દર વિશ્વમાં સૌથી વધુ મનાય છે. બીજું ન થઈ શકતું હોય તેને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કહે છે. દુબઈમાં એસ્ટર રૉયલ ક્લિનિકનાં ડૉ. શિખા ગર્ગનું કહેવું છે કે મેદસ્વીપણું, વજન, ધૂમ્રપાન, દારૂ અને ડ્રગ્સના સેવનને કારણે પણ પ્રજનન ક્ષમતાને અસર થાય છે.
દુબઈમાં 30 વર્ષથી વધુ વયની મહિલાઓમાં મેદસ્વિતાની સૌથી વધુ સમસ્યા દુબઈમાં મહિલાઓમાં મેદસ્વિતાની સૌથી મોટી સમસ્યા છે. 30 વર્ષથી વધુ વયની મોટા ભાગની મહિલાઓ વધુ વજનની સમસ્યાથી પીડાય છે. આ ઇનફર્ટિલિટીનું મોટું કારણ છે. એ ઉપરાંત તણાવ, અનિદ્રા પણ કારણ હોઈ શકે છે. ડૉ. નજ્જારીએ કહ્યું, ‘લાંબા સમય સુધી તણાવ, જાડાપણું હોર્મોન સંબંધિત અસમતુલાનું કારણ બની શકે છે. તેનાથી માસિક ધર્મનું ચક્ર અનિયમિત થઈ શકે છે. પુરુષોમાં તણાવને કારણે શુક્રાણુઓની ગુણવત્તા અને માત્રા ઘટી શકે છે.’