કાબુલ4 કલાક પેહલા
- કૉપી લિંક
33 વર્ષીય રોયા અઝીમી 2022થી અફઘાનિસ્તાનની ધરતી પર તાલિબાન શાસન હેઠળ છોકરીઓ માટે અંડરગ્રાઉન્ડ સ્કૂલ ચલાવી રહી છે. તેની સાથે અન્ય 6 મહિલાઓ 9થી 18 વર્ષની લગભગ 150 છોકરીઓને ભણાવે છે.
એકવાર તાલિબાનની ધાર્મિક બાબતોની સમિતિના લોકોએ શાળામાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ પડોશના માણસોએ તેમને એમ કહીને રોક્યા કે આ માત્ર છોકરીઓની સીવણ શાળા છે. આ પછી રોયાને શાળા બંધ કરવી પડી, પરંતુ તે ગમે ત્યારે પકડાઈ શકે છે તે જાણવા છતા તેણે શાળા શરૂ કરી. આટલા બધા જોખમો હોવા છતાં, રોયા કહે છે કે તે ડરતી નથી. તે કહે છે- શિક્ષણ ધર્મ, માન્યતા, સંસ્કૃતિ કે લોકો વિરુદ્ધ નથી. આ એક ગૌરવનું કામ છે.
33 વર્ષની રોયા અઝીમી 9થી 18 વર્ષની લગભગ 150 છોકરીઓને ભણાવે છે.
બુરખો પહેરવાની શરતે ભણવાની પરવાનગી આપવામાં આવી હતી
રોયાએ પોતે પણ શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. રોયાના કાકા તેને ભણાવવા માગતા ન હતા. રોયાની માતાએ તેના કાકાને સમજાવ્યા અને તેને હંમેશા બુરખો પહેરવાની શરતે ભણવા દેવામાં આવી. રોયાએ ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો.
તાલિબાને 2022માં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો
2021માં અફઘાનિસ્તાનનું ચિત્ર બદલાવા લાગ્યું. 15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાનોએ આ જગ્યા પર ફરીથી કબજો કરી લીધો હતો. સત્તા સંભાળ્યા બાદ તાલિબાને કઠોર ઇસ્લામિક શાસનમાંથી રાહત આપવાની વાત કરી હતી. હજુ પણ સ્ત્રીઓ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
21 ડિસેમ્બર, 2022ના રોજ, સરકારે છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો. મહિલાઓને સરકારી નોકરી લેવાની છૂટ નહોતી. મહિલાઓને એકલા લાંબા અંતરની મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહિલાઓ જાહેર બગીચાઓ અને ઉદ્યાનોમાં માત્ર નિશ્ચિત દિવસોમાં જ જઈ શકે છે. મે 2022માં, અફઘાનિસ્તાનના સુપ્રીમ લીડર અને તાલિબાન ચીફ હિબતુલ્લાહ અખુન્દઝાદાએ મહિલાઓને જાહેર સ્થળોએ પોતાને સંપૂર્ણપણે ઢાંકવાનો આદેશ આપ્યો હતો.