8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને અપેક્ષા મુજબની બેઠકો મળતી હોય તેમ લાગતું નથી.
વિશ્વની સૌથી મોટી લોકશાહીના પરિણામો પર માત્ર દેશના લોકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સથી લઈને બ્રિટનના BBC સુધી લાઈવ કવરેજ કરી રહ્યા છે. વિશ્વ મીડિયા તેના પોતાની નજરથી શરૂઆતના પરિણામો પર નજર છે…
જુઓ કોણે શું લખ્યું…
ન્યૂયોર્ક ટાઈમ્સે પરિણામોને વડાપ્રધાન મોદીના 10 વર્ષના કાર્યકાળ પર જનમત ગણાવ્યા છે. ટાઈમ્સ અનુસાર, ‘મોટા પ્રમાણમાં નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મ મળશે. ભારતમાં નવા રચાયેલા વિપક્ષી ગઠબંધને મોદીની વિભાજનકારી રાજનીતિ સામે મત માગ્યા હતા. વિપક્ષે લોકોના મનમાં ડર જગાવ્યો હતો કે જો ભાજપ સત્તામાં આવશે તો તે બંધારણને બદલી નાખશે.
બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોયટર્સે લખ્યું- મોદી આગળ, બજાર પાછળ
રોયટર્સે લખ્યું છે કે, શરૂઆતના ટ્રેન્ડમાં પીએમ મોદીની પાર્ટી અને તેમનું ગઠબંધન આગળ દેખાઈ રહ્યું છે, જે અપેક્ષાઓથી વિપરીત પરિણામને કારણે માર્કેટમાં ઉથલપાથલ થઈ રહી છે અને સતત ઘટી રહી છે.
અમેરિકાનું વોલ સ્ટ્રીટ જર્નલ-
ભારતના નરેન્દ્ર મોદી બહુમતી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પ્રારંભિક વલણોમાં, તેઓ અપેક્ષા મુજબ પરિણામ મેળવી રહ્યા નથી. વોલ સ્ટ્રીટ જર્નલે લખ્યું છે કે વિપક્ષે મોદી અને તેમની હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટીને જોરદાર ફટકો આપ્યો છે.