- Gujarati News
- International
- You Can Drive Wearing Solar Panels, There Will Be A Screen On Every Seat Of The Intelligent EV… Your Mobile Will Be Charged Without A Charger
લાસ વેગાસ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
હેલ્થ મિરર શરીરનું 360 ડિગ્રી સ્કેનિંગ કરશે.
ખિસ્સામાં રાખેલો મોબાઈલ કે ગેઝેટ ચાર્જ થઈ જાય તો કેવું! દર્પણની સામે ઊભા થતાં જ આરોગ્ય સાથે જોડાયેલી અગત્યની જાણકારી મેળવી શકાય અને બે મિનિટમાં જરૂરી તાપમાન પર પિઝા તૈયાર થઈ જાય તો… આ બધું શક્ય છે. દુનિયાના સૌથી મોટા ટેક શો સીઈએસમાં આવા જ ઈનોવેટિવ સમાધાન રજૂ કરાયાં છે. હોન્ડા અને સોનીએ મળી ઈલેક્ટ્રિક સેડાન કાર લોન્ચ કરી છે. તેમાં વોઈઝ કમાન્ડથી જ અનેક ફીચર કન્ટ્રોલ થાય છે. પ્રારંભિક કિંમત રૂ. 77 લાખ છે. આ ઉપરાંત ઈનોવેટિવ ફીચર્સવાળાં ટીવી પણ લોન્ચ કરવામાં આવ્યાં છે.
ટોસ્ટર જેવું ડિવાઈસ, ખાસ પ્રકારનું કવર આપે છે પાવર સ્વિપિટે એપલ-સેમસંગ માટે ચાર્જિંગ ડિવાઈસ રજૂ કર્યું છે. કવરમાં લાગેલી બેટરી સિસ્ટમ પાવર કનેક્ટરથી ફોન ચાર્જ કરે છે.
એફિલા 1: હોન્ડા અને સોનીની આ ઈવી સેડાન કારમાં દરેક સીટ પર સ્ક્રીન, પેસેન્જરના હિસાબથી એડપ્ટિવ મ્યુઝિક સિસ્ટમ. સિંગલ ચાર્જમાં 483 કિમીની રેન્જ આપે છે.
વાયરલેસ ટીવી: એલજીનું ઈવીઓ એમ 5 પહેલું વાયરલેસ ટીવી જે હાઈક્વોલિટી વીડિયો-ઓડિયો આપે છે. સેમસંગે એન્ટી ગ્લેર સ્ક્રીન-રિફ્લેક્શન કન્ટ્રોલ ટીવી પણ રજૂ કર્યું.
શરીરનું 360 ડિગ્રી સ્કેનિંગ કરી ડૉક્ટરને આપશે અપડેટ વિથિંગ્સ ઓમ્નિયા કોન્સેપ્ટ હેલ્થ મિરર શરીરનું 360 ડિગ્રી સ્કેનિંગ કરશે. સ્પર્શ કરવાથી જ જવાબ આપશે.
વેરેબલ સોલાર પેનલથી ફોન અને ગેઝેટ ચાર્જ થશે ચીનની એન્કર ઈનોવેટિવે પહેલું વેરેબલ સોલાર બનાવ્યું છે. તેના યુએસબીથી ફોન, બેટરી ચાર્જ કરી શકાય છે.
ઈન્ડોર ગાર્ડન ડિવાઈસ જણાવે છે ક્યારે ખાતર-પાણી કરવાનું છે પ્લાન્ટાફાર્મનું સ્માર્ટ ઈન્ડોર ગાર્ડન ડિવાઈસ ઘરની અંદર છોડ ઉગાડવામાં મદદ કરે છે.
બે મિનિટમાં પિઝા તૈયાર, ફોન પર મળે છે એલર્ટ મોડલ પી પહેલું વાઈફાઈ-બ્લૂટૂથ કનેક્ટેડ ઓવન છે. એઆઈ પાવર્ડ ઓવન બે મિનિટમાં પિઝા બનાવે છે.