નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોદી 22 ઓગસ્ટે યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતા. પીએમ મોદી યુક્રેનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવામાં વડાપ્રધાન મોદી મોટી ભુમિકા ભજવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે બીજી યુક્રેન પીસ સમિટ નવી દિલ્હીમાં યોજાય. જો મોદી ઈચ્છે તો આ કરી શકે છે.
ઝેલેન્સકીએ કહ્યું કે મોદી વસ્તી અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ખૂબ મોટા દેશના વડાપ્રધાન છે. ભારત અને મોદી કોઈપણ સંઘર્ષને રોકવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણા યોજવાની સંભાવના અંગે તેમણે કહ્યું કે અલબત્ત, તેઓ આમ કરી શકે છે.
ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ હજારો યુક્રેનિયન બાળકોનું અપહરણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે મોદી અમારા બાળકોને પાછા લાવવામાં મદદ કરે. તે પુતિનને 1,000 યુક્રેનિયન બાળકો મને પાછા આપવાનું કહી શકે છે. જો મોદી આમ કરશે તો અમે અમારા મોટાભાગના બાળકોને પાછા લાવવામાં સફળ થઈ શકીશું.
ઝેલેન્સકીએ કહ્યું- BRICS સમિટ નિષ્ફળ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયામાં બ્રિક્સ સમિટમાં ઘણા દેશોના નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના એવા હતા જેમના પર પુતિન વિશ્વાસ નથી કરતા. સાઉદી અરેબિયાને સંગઠનમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે જોડાયા ન હતા. પુતિન આ સમિટ દ્વારા વિશ્વના મોટા ભાગને પોતાની તરફ લાવવા માંગતા હતા પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં.
યુએન સેક્રેટરી જનરલની બ્રિક્સ સમિટમાં ભાગ લેતી વખતે ઝેલેન્સકીએ કહ્યું કે જો કોઈ કહે છે કે તેઓ યુક્રેન-રશિયા યુદ્ધમાં તટસ્થ છે તો તેનો અર્થ એ છે કે તે રશિયાની સાથે છે. ઝેલેન્સકીએ કહ્યું કે તટસ્થતા માત્ર રશિયાને જ મદદ કરે છે. હુમલાખોર અને પીડિત વચ્ચે કોઈ તટસ્થતા ન હોઈ શકે.
ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીએ રશિયાના કઝાન શહેરમાં 16મી બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીતમાં રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સમસ્યાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે જ થવો જોઈએ. મોદીએ કહ્યું કે ભારત આવનારા સમયમાં પણ તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે.
રશિયા પર પ્રતિબંધોની અસર, ભારત અને ચીન ઈચ્છે તો યુદ્ધ રોકી શકે છે ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાની અર્થવ્યવસ્થાને નબળી બનાવીને યુદ્ધને રોકી શકાય છે. ઘણા લોકો દલીલ કરે છે કે પ્રતિબંધોની રશિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેની રશિયા પર તેની થોડી તો અસર થઈ છે. જો ભારત, ચીન, તુર્કી અને અન્ય મોટા દેશો રશિયા પર પ્રતિબંધો લાદે છે, તો પુતિન યુદ્ધ અટકાવવા મજબુર થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો અંગે, ઝેલેન્સકીએ કહ્યું, “અમેરિકન નીતિઓ નેતાઓ બદલવાથી બદલાતી નથી. જે પણ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બનશે તે યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. જો અમેરિકાની નીતિ બદલાશે તો તે અમારા માટે મુશ્કેલ બનશે.
ઝેલેન્સકીએ કહ્યું કે યુરોપ એકલું રશિયા સામે લડવા સક્ષમ છે. તે એક શક્તિશાળી ખંડ છે. વસ્તીની દ્રષ્ટિએ તે રશિયા કરતાં 5 ગણું મોટું છે. આર્થિક રીતે તે ડઝનેક ગણું મોટું છે. જો યુરોપ સંગઠિત રહે તો તે ખૂબ શક્તિશાળી છે. યુરોપની એકતા જાળવી રાખવી અમારા માટે મહત્વપૂર્ણ છે.
ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન અને યુક્રેનિયન લોકો માટે આ ત્રીજો કઠોર શિયાળો છે. અમે લોકોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયાએ અમારા પાવર સ્ટેશનો પર હુમલો કર્યો જેથી અમારા લોકો શિયાળો સહન ન કરી શકે. અમે અમારી ઊર્જા સિસ્ટમને સુધારવામાં વ્યસ્ત છીએ.
ઝેલેન્સકી અંગેના આ સમાચાર પણ વાંચો…
મોદીએ ઝેલેન્સકીને ભારત આવવા આમંત્રણ આપ્યું: કહ્યું- મેં પુતિન સામે આંખ કાઢીને કહ્યું, આ યુદ્ધનો સમય નથી
રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટે યુક્રેન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું, “ભારત હંમેશા શાંતિની તરફેણમાં રહ્યું છે. હું થોડા દિવસો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. પછી મેં મીડિયાની સામે તેમની સામે આંખ કાઢીને કહ્યું કે આ યુદ્ધનો સમય નથી.”