કિવ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
રશિયાએ 6 એપ્રિલની રાત્રે યુક્રેનના ખાર્કિવ શહેર પર હુમલો કર્યો. ઘણી ઇમારતો અને દુકાનો નાશ પામી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે દેશની મિસાઈલો ખતમ થઈ રહી છે. તેમણે કહ્યું, “જો રશિયા યુક્રેન પર તેજ હુમલા કરવાનું ચાલુ રાખશે, તો અમારી પાસે મિસાઈલો પુરી થઈ જશે. આ વાત રશિયા જાણે છે અને હજુ પણ હુમલા કરી રહ્યું છે. અમારી પાસે લડવા માટે હજુ પણ મિસાઈલ અને ડ્રોન છે, પરંતુ તે ટુંક સમયમાં જ ખતમ થઈ જશે.”
રશિયાએ 6 એપ્રિલની રાત્રે યુક્રેનના ખાર્કિવ શહેર પર હુમલો કર્યો હતો, જેમાં 8 લોકોના મોત થયા હતા. રશિયન દળોએ બોમ્બ અને મિસાઇલોનો ઉપયોગ કર્યો. જો કે, યુક્રેને દાવો કર્યો હતો કે આ હુમલો ડ્રોનથી કરવામાં આવ્યો હતો.
જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા
ખાર્કિવના ગવર્નર ઓલેહ સિનિહુબોવે જણાવ્યું હતું કે રાતભર મિસાઇલ હુમલા થયા હતા, જેમાં છ લોકો માર્યા ગયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ દરમિયાન ખાર્કિવના મેયર ઇગોર તેરેખોવે પણ મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે લગભગ 10 લોકો ઘાયલ થયા છે.
ખાર્કિવ યુક્રેનનું રાજધાની કિવ પછી બીજું સૌથી મોટું શહેર છે. અહીં રશિયન હુમલાને કારણે એક દુકાન નષ્ટ થઈ ગઈ હતી.
યુક્રેને કહ્યું- રશિયાએ ઈરાનના ડ્રોનથી હુમલો કર્યો
કતાર મીડિયા હાઉસ અલ જઝીરાના જણાવ્યા અનુસાર, તેરેખોવે કહ્યું, “આ હુમલાઓ રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. 9 ઈમારતો, 3 શરણાર્થી શિબિર શયનગૃહો, ઘણી કારનો નાશ કરવામાં આવ્યો હતો.
યુક્રેનિયન એરફોર્સના કમાન્ડરના જણાવ્યા અનુસાર, રશિયાએ રાતોરાત યુક્રેન પર ઈરાની નિર્મિત ડ્રોન અને છ મિસાઈલ ઝીંકી હુમલો કર્યો હતી. લેફ્ટનન્ટ જનરલ માયકોલા ઓલેશચુકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેને ત્રણ ક્રુઝ મિસાઈલ અને 28 ડ્રોન તોડી પાડ્યા છે.
ખાર્કિવ પર રાતોરાત થયેલા હુમલામાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.
ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેનમાં સ્થિતિ વણસી રહી છે
ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે યુક્રેનની સેના પાસે મિસાઈલો ખતમ થવા જઈ રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે સ્થિતિ વણસી રહી છે. સૈનિકોએ કોની સુરક્ષા કરવી તે મુશ્કેલ વિકલ્પની પસંદગી કરવી પડી રહી છે. ઝેલેન્સકી વધુમાં કહ્યું- અમને અમેરિકન પેટ્રિઓટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની જરૂર છે.
24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાએ યુક્રેનને પેટ્રિયોટ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપી હતી. તે આકાશમાંથી આવતા કોઈપણ જોખમને સમજીને ધ્વસ્ત કરી શકે છે.
અમેરિકા પાસેથી મદદની આશા
એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ઉપરાંત યુક્રેન અમેરિકા પાસેથી સૈન્ય પેકેજ પણ માંગે છે. ખરેખરમાં અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવતી સૈન્ય મદદ છેલ્લા એક વર્ષથી બંધ છે. તેનું કારણ એ છે કે મદદના પ્રસ્તાવને અમેરિકાની સંસદમાં બહુમતી મળી નથી.
બાઈડને યુક્રેનની મદદ માટે 4.97 લાખ કરોડ રૂપિયાના સૈન્ય પેકેજનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી તેની સામે અવરોધો ઉભી કરી રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને 2 વર્ષ થઈ ગયા છે
ફેબ્રુઆરી 2024માં રશિયા-યુક્રેન યુદ્ધને 2 વર્ષ પૂર્ણ થયા. અમેરિકાના જણાવ્યા અનુસાર યુદ્ધમાં અત્યાર સુધીમાં 1 લાખ 80 હજાર રશિયન સૈનિક અને 70 હજાર યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. રશિયા યુક્રેનના 5 મોટા શહેરો પર કબજો કરી લીધો છે. બંને દેશો સમાધાન કરવા તૈયાર નથી.
યુક્રેનનું કહેવું છે કે જ્યાં સુધી રશિયા તેમના રાજ્યો પરનો પોતાનો કબજો પાછો નહીં ખેંચે ત્યાં સુધી તેઓ હુમલા ચાલુ રાખશે. જ્યારે રશિયા યુક્રેનિયન રાજ્યો પરનો પોતાનો કબજો છોડવા માંગતું નથી.