45 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ગ્લુકોમા (મોતિયો કે ઝામર) એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. હાલમાં ભારતમાં 1.2 કરોડથી વધુ લોકો તેનાથી પ્રભાવિત છે. આ એક ક્રોનિક ડિઝીઝ છે, જે ધીમે ધીમે ઓપ્ટિક નર્વ (આંખ અને મગજને જોડતી નસ) ને નુકસાન પહોંચાડે છે. શરૂઆતમાં તેના કારણે દૃષ્ટિ નબળી પડે છે. જો સારવાર કરવામાં ન આવે તો, દૃષ્ટિ ધીમે ધીમે એટલી નબળી પડી જાય છે કે અંધત્વ આવી શકે છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, આગામી વર્ષોમાં એશિયામાંગ્લુકોમાના કેસ ઝડપથી વધી શકે છે. એવો અંદાજ છે કે 2040 સુધીમાં આ રોગના 2.78 કરોડ નવા કેસ નોંધાઈ શકે છે. ભારત અને ચીનમાં સૌથી વધુ કેસ જોવા મળવાની ધારણા છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં ગ્લોકોમાના લગભગ 90% કેસો મામલે સમયસર ખબર પડતી નથી. તેનું મુખ્ય કારણ જાગૃતિનો અભાવ છે.
તેથી આજે ‘તબિયતપાણી‘ માં આપણે ગ્લુકોમા વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
ગ્લુકોમા શું છે?
તેને કેવી રીતે ઓળખી શકાય?
કયા લોકોને સૌથી વધુ જોખમ છે?
તેની સારવાર અને નિવારણના પગલાં શું છે?
ભારતમાં 12 લાખ લોકો ગ્લુકોમાને કારણે અંધ થયા
ભારતમાં ગ્લુકોમાને કારણે લગભગ 12 લાખ લોકો અંધ બની ગયા છે. દેશમાં કુલ અંધત્વના કેસોમાં ગ્લુકોમાનો હિસ્સો 5.5% છે. સામાન્ય રીતે આ રોગ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. તેનાથી 2.7% થી 4.3% વૃદ્ધો પ્રભાવિત થઈ શકે છે.
ગ્લુકોમા (મોતિયો કે ઝામર) શું છે?
ગ્લુકોમા એ આંખનો એક ક્રોનિક રોગ છે, જેના કારણે આંખ અને મગજને જોડતી ચેતા એટલે કે ઓપ્ટિક નર્વને નુકસાન પહોંચે છે. આંખોમાં દબાણ વધવાને કારણે આવું થાય છે. જો સમયસર સારવાર ન મળે તો દૃષ્ટિ નબળી પડી શકે છે અને અંધત્વ પણ આવી શકે છે.

ગ્લુકોમાના લક્ષણો શું છે?
ગ્લુકોમાના શરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે કોઈ સ્પષ્ટ લક્ષણો હોતા નથી. એટલા માટે ઘણા લોકોને સમયસર ખબર નથી પડતી કે તેમને આ રોગ થયો છે. સમસ્યા એ છે કે, જ્યારે લક્ષણો દેખાવાનું શરૂ થાય છે, ત્યારે આંખોને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. જો થોડો પ્રયાસ કરવામાં આવે તો, શરૂઆતના દિવસોમાં જ આ લક્ષણો ઓળખી શકાય છે.

ગ્લુકોમા શા માટે થાય છે?
ગ્લુકોમા આંખો અને મગજને જોડતી ઓપ્ટિક નર્વને નુકસાન પહોંચવાને કારણે થાય છે. આ કોઈ દેખીતા કારણ વગર પણ થઈ શકે છે પરંતુ આંખોમાં દબાણ આનું સૌથી મોટું કારણ છે.
ગ્લુકોમાનું જોખમ સૌથી વધુ કોને છે?
40 વર્ષથી વધુ ઉંમરના લોકોને ગ્લુકોમાનું સૌથી વધુ જોખમ હોય છે. વધતી ઉંમર સાથે આ રોગ થવાનું જોખમ વધે છે. ડાયાબિટીસના દર્દીઓને પણ વધુ જોખમ રહેલું છે, કારણ કે શુગર લેવલ વધવાથી આંખોની ચેતા નબળી પડી શકે છે. જે લોકોની નજર પહેલાથી જ નબળી છે અને જેઓ ચશ્મા પહેરે છે, તેમને ગ્લુકોમા થવાનું જોખમ પણ વધારે હોય છે. આ સિવાય બીજા કોને વધુ જોખમ છે, ગ્રાફિકમાં જુઓ-

ગ્લુકોમાનું જોખમ સૌથી વધુ કોને છે?
40 વર્ષથી વધુ ઉંમરના લોકોને ગ્લુકોમાનું સૌથી વધુ જોખમ હોય છે. વધતી ઉંમર સાથે આ રોગ થવાનું જોખમ વધે છે. ડાયાબિટીસના દર્દીઓને પણ વધુ જોખમ રહેલું છે, કારણ કે શુગર લેવલ વધવાથી આંખોની ચેતા નબળી પડી શકે છે. જે લોકોની નજર પહેલાથી જ નબળી છે અને જેઓ ચશ્મા પહેરે છે, તેમને ગ્લુકોમા થવાનું જોખમ પણ વધારે હોય છે. આ સિવાય બીજા કોને વધુ જોખમ છે, ગ્રાફિકમાં જુઓ-
ગ્લુકોમાની સારવાર શું છે?
ડૉ. અદિતિ દુસાજ કહે છે કે, ગ્લુકોમાની સારવારમાં આંખોની અંદરનું દબાણ એટલે કે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઓછું કરવામાં આવે છે, જેથી બીમારી આગળ ન વધે. તેના માટે ડૉક્ટર દર્દીની સ્થિતિ અનુસાર સારવાર આપી શકે છે.
આંખના ટીપાં અને દવાઓ- આ દવાઓ આંખનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે. જો કોઈની આંખનું દબાણ સામાન્ય કરતા વધારે હોય તો આ દવાઓની મદદથી ગ્લુકોમાને વધતા અટકાવી શકાય છે.
સર્જરી- જો દવાઓથી ફાયદો ન થતો હોય તો ડૉક્ટર સર્જરીની ભલામણ કરી શકે છે. તેમાં આંખોની અંદર જમા થયેલા પ્રવાહીને બહાર કાઢવામાં આવે છે. આ માટે, ટ્રેબેક્યુલેક્ટોમી, ટ્યુબ શંટ સર્જરી, લેસર થેરાપી અને મિનિમલી ઇન્વેસિવ ગ્લોકોમા સર્જરી કરી શકાય છે.
ગ્લુકોમાથી બચવા માટે શું કરવું?
ડૉ. અદિતિ દુસાજ કહે છે કે, ગ્લુકોમાને સંપૂર્ણપણે રોકી શકાતો નથી, પરંતુ કેટલીક સાવચેતી રાખીને તેનું જોખમ ઘટાડી શકાય છે અને તેને સમયસર નિયંત્રિત કરી શકાય છે.
નિયમિતપણે આંખની તપાસ કરાવો- ખાસ કરીને જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ હોય અથવા તમારા પરિવારમાં કોઈને ગ્લુકોમા થયો હોય, તો દર વર્ષે આંખની તપાસ કરાવો.
આંખમાં ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખો- કોઈપણ અકસ્માત કે ઈજા આંખનું દબાણ વધારી શકે છે, જેનાથી ગ્લુકોમાનું જોખમ વધી શકે છે.
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો- શુગર અને હાઈ બ્લડ પ્રેશર આંખોની નસોને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી ગ્લુકોમાનું જોખમ વધી જાય છે.
સ્ટીરોઈડ દવાઓ વધુ ન લો- ડૉક્ટરની સલાહ લીધા વિના લાંબા સમય સુધી સ્ટીરોઈડવાળા આંખના ટીપાં કે અન્ય દવાઓ ન લો.
સ્વસ્થ જીવનશૈલી અપનાવો- સંતુલિત આહાર લો. નિયમિત કસરત કરો અને હાઇડ્રેટેડ રહો.
સ્ક્રીન ટાઈમ ઓછો કરો- લાંબા સમય સુધી સ્ક્રીન એટલે કે મોબાઈલ, લેપટોપ, ટીવી જોવાથી આંખો પર દબાણ આવી શકે છે. તેથી વચ્ચે-વચ્ચે આંખોને આરામ આપો.
કેફીનનું સેવન ઓછું કરો- વધુ પડતી કેફીન યુક્ત ચા અને કોફી પીવાથી આંખનું દબાણ વધી શકે છે. તેથી વધુ પડતી ચા-કોફી પીવાનું ટાળો.
ગ્લુકોમા સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: શું ગ્લુકોમાને સંપૂર્ણપણે અટકાવી શકાય છે?
જવાબ: ગ્લુકોમાને સંપૂર્ણપણે રોકી શકાતો નથી, પરંતુ સમયસર નિદાન અને યોગ્ય સારવારથી તેને આગળ વધતા અટકાવી શકાય છે.
પ્રશ્ન: શું ગ્લુકોમાના કારણે અંધત્વ આવે છે?
જવાબ: જો ગ્લુકોમાની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે કાયમી અંધત્વનું કારણ બની શકે છે. એટલા માટે આંખની નિયમિત તપાસ કરાવવી ખૂબ જ જરુરી છે.
પ્રશ્ન: શું ગ્લુકોમા ફક્ત વૃદ્ધ લોકોને જ થાય છે?
જવાબ: ના, ગ્લુકોમા કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તેનું જોખમ વધારે છે.