26 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
ભારતમાં કોરોના મહામારી પછી ડિજિટલાઇઝેશન ખૂબ જ ઝડપથી વિકસ્યું છે. ફળો અને શાકભાજી ખરીદવાથી લઈને ઓનલાઈન શોપિંગ સુધી દરેક વસ્તુ કેશ પેમેન્ટ વગર સરળતાથી ખરીદી શકાય છે. આ ડિજિટલ દુનિયાએ જીવન એટલું સરળ બનાવી દીધું છે કે હવે બેંકમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે ક્યાંય જવાની જરૂર નથી. 1 થી લાખ રૂપિયા સુધીના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માત્ર એક ક્લિકથી ઘરે બેઠા કરી શકાય છે.
પરંતુ આ ડિજિટલ દુનિયા આપણા માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) અનુસાર, આ વર્ષના એપ્રિલ મહિના સુધી સાયબર ફ્રોડની 7.40 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે.
એટલે કે દરરોજ સરેરાશ 7000 સાયબર ફ્રોડની ફરિયાદો મળી છે.
આ પહેલાં ચાર મહિનામાં સાયબર ગુનેગારોએ ભારતીયો સાથે રૂ. 1750 કરોડથી વધુની છેતરપિંડી કરી છે.
I4C મુજબ, દેશમાં થઈ રહેલી કુલ સાયબર ક્રાઈમ ઘટનાઓમાંથી 45% દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં થઈ રહી છે.
તેથી આજે ‘કામના સમાચારમાં આપણે વાત કરીશું કે સાયબર ફ્રોડની વધતી ઘટનાઓનું કારણ શું છે?
તમે એ પણ શીખી શકશો કે-
- સાયબર ફ્રોડ કેવી રીતે ટાળી શકાય?
- ભારતમાં થઈ રહેલી સાયબર છેતરપિંડીની ઘટનાઓનું આંતરરાષ્ટ્રીય કનેક્શન શું છે?
નિષ્ણાત: રાહુલ મિશ્રા, સાયબર સલાહકાર (યુપી પોલીસ)
ઈશાન સિંહા, સાયબર એક્સપર્ટ (નવી દિલ્હી)
પ્રશ્ન- સાયબર ગુનેગારો કઈ રીતે લોકોને સૌથી વધુ પોતાનો શિકાર બનાવે છે?
જવાબ- I4C મુજબ હાલમાં મળેલી મોટાભાગની ફરિયાદો લોન એપ્સ, ગેમિંગ એપ્સ, ડેટિંગ એપ્સ, ફેક ટ્રેડિંગ એપ્સ, ઇન્વેસ્ટમેન્ટ એપ્સ અને સેક્સટોર્શન દ્વારા છેતરપિંડી સાથે સંબંધિત છે. આવી એપ્સ ઇન્સ્ટોલ કરીને મોટાભાગના લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે.
તેને આ રીતે સમજો કે આ એપ્સ પહેલાં લોકોને ખૂબ ઓછા વ્યાજે પૈસા ઉછીના આપે છે. આ પછી થોડા દિવસો પછી તેઓ વધુ વ્યાજ માગે છે. જો તમે ઇચ્છિત વ્યાજ નહીં ચૂકવો તો તેઓ તમારો અંગત ડેટા લીક કરવાની ધમકી આપે છે કારણ કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે, તમે તેમને કેમેરા, કોન્ટેક્ટ, ગેલેરી અને માઇક્રોફોન જેવી વ્યક્તિગત માહિતીની ઍક્સેસ પહેલેથી જ આપી દીધી છે.
આ એપ્સ દુરુપયોગથી લઈને બ્લેકમેઈલિંગ સુધી રિકવરી માટે કોઈ કસર છોડતી નથી.

પ્રશ્ન- સાયબર ફ્રોડની વધતી ઘટનાઓ પાછળનું કારણ શું છે?
જવાબ- સાયબર એડવાઈઝર રાહુલ મિશ્રા કહે છે કે, ‘ભારતમાં લોકો ઓનલાઈન પેમેન્ટ અને ઈન્ટરનેટનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. આ જ કારણ છે કે, લોકો લોભના કારણે આવી નકલી એપ્સ ડાઉનલોડ કરે છે. આનું પરિણામ એ આવ્યું કે થોડા જ દિવસોમાં સાયબર ઠગ લોકોએ લોકોના ખાતામાંથી 1750 કરોડ રૂપિયાની ચોરી કરી.
જ્યારે નોંધાયેલી કુલ ફરિયાદો તો આ છેતરપિંડીના કેસોનો એક નાનો ભાગ છે. એવા ઘણા લોકો છે જેમને ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તે ખબર નથી.

પ્રશ્ન- સાયબર ઠગ લોકોને કઈ રીતે ફસાવે છે?
જવાબ- સાયબર એક્સપર્ટ ઈશાન સિંહાનું કહેવું છે કે, સાયબર ફ્રોડના મોટા ભાગના મામલામાં છેતરપિંડી કરનારાઓ એક જ પેટર્ન ફોલો કરે છે, તે છે લોકોને સરળતાથી પૈસા કમાવવાની લાલચ આપવી.
સામાન્ય રીતે આ કારણોથી લોકો છેતરપિંડીનો શિકાર બને છે. જેમ કે-
- કોઈપણ એપ કે ફાઇલ ડાઉનલોડ કરીને મોટી રકમની લાલચ આપવી.
- લોટરી અથવા રમતો રમીને સરળતાથી પૈસા કમાવવાનો ભ્રમ પેદા કરવો.
- મોંઘી ચીજવસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ બતાવીને લિંક પર ક્લિક કરવાનું કહે છે.
- લોકોને સસ્તા ભાવે પ્રોપર્ટી ખરીદવાના સપના બતાવે છે.
- ક્રેડિટ કાર્ડ કે લોન આપવાના નામે લોકો પાસેથી અંગત માહિતી કલેક્ટ કરે છે.
- સંબંધી અથવા મિત્ર તરીકે દર્શાવીને OTP અથવા બેંક વિગતો માગે છે.
- લોકોને ઘરે કામ કરવાના બહાને પૈસા જમા કરાવવાનું.
પ્રશ્ન- સાયબર ફ્રોડની આ ઘટનાઓથી આપણે આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ?
જવાબ: સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ટાળવા માટે, માહિતી અને જાગૃતિ એ એકમાત્ર રક્ષણ છે.
નીચેના ગ્રાફિક પરથી આને સમજો.

જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર તેની જાણ કરો અથવા ફરિયાદ કરવા માટે 1930 પર કૉલ કરો.
પ્રશ્ન- ભારતમાં સાયબર ફ્રોડની ઘટનાઓનું આંતરરાષ્ટ્રીય કનેક્શન શું છે?
જવાબ- I4C અનુસાર, મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં ઠગ દ્વારા નકલી કંપનીઓનું સંચાલન કરવામાં આવે છે. આ કંપનીઓમાં ભારતીય નાગરિકોને નોકરી અને સારા પગારની લાલચ આપીને દલાલો લઈ જાય છે. ત્યાં પહોંચીને યુવાનોને સાયબર ક્રાઈમ અને પોન્ઝી છેતરપિંડી કરવા મજબૂર કરવામાં આવે છે.
20 મેના રોજ જ ભારતીય એમ્બેસીએ કંબોડિયાના 60 ભારતીય નાગરિકોને છેતરપિંડી કરનાર એમ્પ્લોયરથી બચાવ્યા હતા. અત્યાર સુધીમાં આવા લગભગ 360 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

સવાલ- ભારતીય યુવાનોને આમાં સામેલ કરવા પાછળનું કારણ શું છે?
જવાબ- ભારતીય યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ભારતમાંથી ત્યાં જતા લોકો ત્યાની સ્થાનિક ભાષા અને ઉચ્ચારમાં વાત કરી શકે છે. તેથી સામાન્ય લોકોને એક પ્રકાર ભાષાની સ્પષ્ટતા મળે છે. જેના કારણે તેઓ સરળતાથી સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે.