54 મિનિટ પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
આજકાલ બાળકો જન્મથી જ સ્માર્ટફોનની આસપાસ મોટા થાય છે. આ જ કારણ છે કે, તે મોટા થતાં સમયે તેમને ખરાબ ટેવ પડી જાય છે. પાછળથી, તેઓ ટૂંક સમયમાં તેમના માતા-પિતા પાસેથી સ્માર્ટફોનની માંગણી કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, ઘણા માતા-પિતા માટે આ એક મોટો પ્રશ્ન છે કે બાળકને સ્માર્ટફોન ક્યારે આપવો જોઈએ?
આ એક એવી સમસ્યા છે, જેનો સામનો લગભગ દરેક માતા-પિતા કરે છે. છેવટે બાળક આ નાના ઉપકરણની મોટી દુનિયાને સંભાળવા માટે તૈયાર થાય તેની યોગ્ય ઉંમર કઈ છે? શું આમાં ઉતાવળ કરવી હાનિકારક થઈ શકે છે, અથવા તેમાં વધુ પડતો વિલંબ કરવાથી બાળક સામાજિક રીતે પાછળ રહી જશે?
આ એક એવો નિર્ણય છે, જે બાળકનું ભવિષ્ય નક્કી કરે છે. તેથી, બાળકને સ્માર્ટફોન આપતા પહેલા, ઓનલાઈન સુરક્ષાથી લઈને ભાવનાત્મક પરિપક્વતા સુધીના ઘણા પાસાઓ પર વિચાર કરવો જરૂરી છે.
આજે આપણે ‘રિલેશનશિપ‘ કોલમમાં આ વિષય વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે–
- બાળક માટે સ્માર્ટફોન ખરીદવાનો યોગ્ય સમય કયો છે?
- બાળકને સ્માર્ટફોન આપતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
- બાળકો માટે સ્માર્ટફોનના ફાયદા અને ગેરફાયદા શું છે?
બાળકને સ્માર્ટફોન આપતા પહેલા તમારી જાતને કેટલાક પ્રશ્નો પૂછો
બાળકને સ્માર્ટફોન ક્યારે આપવો એ એક એવો પ્રશ્ન છે, જેનો કોઈ ચોક્કસ જવાબ નથી. તે ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે, બાળકની ઉંમર, તેનું પરિપક્વતા સ્તર, તેની જરૂરિયાતો વગેરે.
આ માટે કોઈ ચોક્કસ ઉંમર નથી. કેટલાક બાળકો 10 વર્ષની ઉંમરે જવાબદારી બતાવી શકે છે, જ્યારે અન્યને વધુ સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, તમારા બાળક માટે સ્માર્ટફોન ખરીદતા પહેલા તમારી જાતને કેટલાક પ્રશ્નો પૂછવા જરૂરી છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

જો આ બધા પ્રશ્નોના જવાબ ‘પોઝિટિવ’ હોય, તો તમે બાળકને સ્માર્ટફોન આપવાનું વિચારી શકો છો.
બાળક માટે ફોન ખરીદવાનો યોગ્ય સમય
સ્માર્ટફોન ખરીદવાનો અંતિમ નિર્ણય માતા-પિતાએ તેમના બાળકના વ્યક્તિગત સંજોગો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. તેમાં ઉતાવળ ન કરો અને બધા પાસાઓનો કાળજીપૂર્વક વિચાર કરો. બાળકને સ્માર્ટફોન આપતા પહેલા, તેની સાથે ખૂલીને વાતચીત કરો, નિયમો બનાવો અને તેમના ઉપયોગ પર નજર રાખો. સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાની જવાબદારી માતા-પિતાની છે, જેથી બાળકો તેનો લાભ લઈ શકે અને તેના ગેરફાયદાથી બચી શકે.

સ્માર્ટફોન જેટલું ફાયદાકારક, તેટલું જ હાનિકારક
સ્માર્ટફોન આજના બાળકોની દુનિયાનો એક અભિન્ન ભાગ બની ગયા છે. જોકે, એ કહેવું ખોટું નહીં હોય, કે તે જેટલું ફાયદાકારક છે, તેટલું જ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. એક તરફ સ્માર્ટફોન બાળકોને સુરક્ષા પૂરી પાડે છે, તે અભ્યાસ માટે જ્ઞાનનો ભંડાર છે અને બીજી તરફ મનોરંજન માટે રમતો, વીડિઓઝ અને મ્યૂઝિકના અસંખ્ય વિકલ્પો ધરાવે છે.
બીજી બાજુ, સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોને વ્યસની બનાવી શકે છે. તેનાથી તેમના અભ્યાસ, રમતગમત અને સામાજિક જીવન પર અસર પડી શકે છે. ઊંઘનો અભાવ અને ધ્યાન ભંગ જેવી ઘણી સામાન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સાયબર બુલિંગ અને અયોગ્ય કન્ટેન્ટનો ભય પણ મંડરાઈ રહ્યો છે. એકંદરે, સ્માર્ટફોનના ફાયદા અને ગેરફાયદા બંને છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

બાળકને પોતાનો ફોન આપતા માતા-પિતા માટે ટિપ્સ
કેટલાક માતા-પિતા પોતાનો ફોન પોતાના બાળકને આપે છે અને તેઓ કલાકો સુધી તેમાં વ્યસ્ત રહે છે. ધ્યાનમાં રાખો કે, આ એક મોટો નિર્ણય છે. આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે-
- બાળકને ફોન આપતા પહેલા નક્કી કરો કે તે ક્યારે, ક્યાં અને કેટલા સમય માટે તેનો ઉપયોગ કરશે. સ્ક્રીન ટાઇમની મર્યાદા નક્કી કરો અને તેનું ચુસ્તપણે પાલન કરો.
- તમારા બાળક સાથે ફોનના સલામત ઉપયોગ વિશે વાત કરો. તેને ઓનલાઈન સુરક્ષા, સાયબર બુલિંગ અને ખરાબ કન્ટેન્ટ વિશે માહિતગાર કરો.
- શરૂઆતમાં તમારા બાળકના ફોનના ઉપયોગ પર નજર રાખો. તે કઈ એપ્સ વાપરે છે તે જુઓ.
- શક્ય હોય તો પેરેંટલ કંટ્રોલ એપ્સનો ઉપયોગ કરો. તેની મદદથી તમે અનિચ્છનીય એપ્સને બ્લોક કરી શકો છો અને વેબસાઇટ્સને ફિલ્ટર કરી શકો છો.
- ખાતરી કરો કે, ફોન પર પ્રાઇવસી અને સિક્યુરિટી સેટિંગ્સ યોગ્ય રીતે કૉન્ફિગર કરવામાં આવી છે.
- બાળકને પોતાની વ્યક્તિગત માહિતી ઓનલાઈન શેર ન કરવાનું શીખવો.
- બાળકો તેમના માતાપિતાને અનુસરે છે. તો તમે પોતે એક સારું ઉદાહરણ બેસાડો. ભોજન દરમિયાન અથવા પરિવાર સાથે હોય ત્યારે ફોનનો ઉપયોગ ન કરો.
- અભ્યાસ અને ફોન ઉપરાંત, બાળકને રમતગમત, પુસ્તકો વાંચવા અથવા શોખ પૂરા કરવા જેવી અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો.
- જેમ જેમ તમારું બાળક મોટું થાય છે, તેમ તેમ નિયમો અને મર્યાદાઓની સમીક્ષા કરતા રહો અને જરૂર મુજબ તેમાં ફેરફાર કરતા રહો.
- બાળકની જરૂરિયાતો અને તમારી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, તમારા બંનેને સ્વીકાર્ય હોય તેવું સમાધાન કરો.
- બાળકને ફોનનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાનું શીખવામાં સમય લાગી શકે છે. આ માટે ધીરજ રાખો અને સતત માર્ગદર્શન આપતા રહો.