59 મિનિટ પેહલા
- કૉપી લિંક
છૂટાછેડા પછી માતાપિતા બાળકોની કસ્ટડી માટે લડતા હોવાની ચર્ચા તો ચારે તરફ થાય છે. આવા કિસ્સાઓમાં ઘણી વખત ફેમિલી કોર્ટ બાળકોને પૂછે છે કે તેઓ કોની સાથે રહેવાનું પસંદ કરે છે.
જર્મનીમાં કરવામાં આવેલા એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેમના માતાપિતાના અલગ થયા પછી બાળકો તેમના પિતાથી દૂર જતા રહે છે. જ્યારે તેની માતા સાથે તેમનું ભાવનાત્મક બંધન મજબૂત થાય છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે છૂટાછેડા પછી બાળકો સામાન્ય રીતે માતાને પીડિત અને પિતાને આ બધા માટે જવાબદાર માને છે. જ્યારે બાળકો મોટા થાય છે, ત્યારે તેઓ ક્યારેક તેમના પિતા સાથે દુશ્મનાવટ પણ કેળવે છે.
આ સંશોધન અલગ-અલગ જેન્ડર પર તેની અસર અને છૂટાછેડા અને સંબંધ તૂટ્યા પછી અસરગ્રસ્ત લોકોની પ્રતિક્રિયા જાણવા માટે કરવામાં આવ્યું હતું.
છૂટાછેડા પછી દીકરીઓ તેમની માતાની સૌથી નજીક હોય છે
જર્મનીની ‘ડેમોગ્રાફિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’એ લગભગ 10 હજાર પરિણીત કપલનો અભ્યાસ કર્યા બાદ આ રિપોર્ટ રજૂ કર્યો છે. આ સંશોધનમાં છૂટાછેડા પછી પતિ-પત્ની, બાળકો અને અન્ય સંબંધો પર તેની અસરની તપાસ કરવામાં આવી હતી.
પરિણામોમાં જાણવા મળ્યું છે કે છૂટાછેડા પછી માતા અને પુત્રી વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. આ સમય દરમિયાન છૂટાછેડા લીધેલી માતાને તેની પુત્રી તરફથી સૌથી વધુ ભાવનાત્મક ટેકો મળે છે.
છૂટાછેડા પછી પુત્ર પણ ભાવનાત્મક રીતે માતાની નજીક આવી જાય છે. પણ દીકરીઓ કરતાં ઓછી. પુત્ર અને પુત્રી બંને તેમના છૂટાછેડા લીધેલા પિતા પ્રત્યે રોષ દર્શાવે છે. આ રોષ પુત્રો કરતાં પુત્રીઓમાં વધુ જોવા મળ્યો હતો.
આ રિસર્ચ અનુસાર, માતા-પિતા વચ્ચે અલગ થયા પછી માતા અને પુત્રી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકે છે, જ્યારે પિતા અને પુત્રીના સંબંધો પર વિપરીત અસર થવાની સંભાવના છે.
મોટી ઉંમરે છૂટાછેડા ઘણા સંબંધોને અસર કરે
આ સંશોધન મુખ્યત્વે એવા પરિણીત કપલ પર કરવામાં આવ્યું હતું જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ હતી. તેમના બાળકો પણ વિચારવાની અને સમજવાની ઉંમરે પહોંચી ગયા હતા.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે લગ્નના જેટલા વધારે વર્ષ થયા હોય છૂટાછેડાની અન્ય સંબંધો પર વધુ નેગેટિવ અસર પડે છે. નાની ઉંમરે છૂટાછેડા લેવાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો જ નહીં પરંતુ બાળકો, અન્ય સંબંધીઓ અને સમાજ સાથેના સંબંધો પણ બગાડી શકે છે.
રિસર્ચ રિપોર્ટ અનુસાર, ‘વૃદ્ધ લોકોના સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો અને જીવનના ઘણા મહત્ત્વના પાસાઓ જીવનસાથીની હાજરીથી નક્કી થાય છે’ કદાચ આ જ કારણ છે કે વૃદ્ધાવસ્થામાં છૂટાછેડા, એકલતા અથવા જીવનસાથીનો અભાવ વધુ નકારાત્મક અસર કરે છે.
બાળકો નાના હોય તો છૂટાછેડા પછી મા-બાપ વચ્ચે બહુ ફરક પડતો નથી. પરંતુ જેમ-જેમ તેમની ઉંમર વધે છે અને તેમની સમજણ ઊંડી થાય છે, છૂટાછેડા પછી તેઓ એક વ્યક્તિનો પક્ષ લેવાનું શરૂ કરે છે અને બીજા પ્રત્યે નકારાત્મક વિચારો રાખવા લાગે છે.
વિશ્વભરમાં સિલ્વર સેપરેશન વધે છે, જેના કારણે સંબંધમાં તિરાડ પડે
એક સામાન્ય માન્યતા છે કે લગ્ન 10-15 વર્ષ સુધી ચાલ્યા પછી તૂટતા નથી અને સમય સાથે સંબંધ વધુ મજબૂત બને છે. પરંતુ હાલમાં એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જે આ માન્યતાને નકારી કાઢે છે.
હાલમાં જ પ્રખ્યાત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ જે હોલિવૂડના ઈતિહાસમાં સૌથી વધુ વખત એકેડેમી એવોર્ડ માટે નામાંકિત થઈ હતી અને ત્રણ વખત આ એવોર્ડ જીતી ચૂકી છે, તે લગ્નના પાંચમા દાયકામાં તેના પતિ ડોન ગુમરથી અલગ થઈ ગઈ હતી.
બંનેએ 1978માં લગ્ન કર્યા હતા. લાંબા સમયથી મેરિલ અને તેના પતિને હોલિવૂડનું સૌથી બેસ્ટ કપલ માનવામાં આવતું હતું. પરંતુ લગ્નના 45 વર્ષ બાદ 74 વર્ષીય મેરિલ અને 76 વર્ષીય ગુમર અલગ થઈ ગયા. છૂટાછેડા સમયે તેમના મોટા પુત્ર હેનરી ગુમરની ઉંમર 44 વર્ષ હતી.
મિડલાઇફ અને મેનોપોઝલ ક્રાઈસિસ સિલ્વર સેપરેશનનું કારણ
રિલેશનશિપ એક્સપર્ટ્સ અને આ સંબંધમાં કરવામાં આવેલા રિસર્ચમાં વધતી ઉંમર સાથે છૂટાછેડાના ઘણા કારણો છે. ઘણા નિષ્ણાતોનો મત છે કે કોરોના પછી આવા કેસમાં વધારો થયો છે.
રિલેશનશિપ કોચ ડૉ. અંજલિ તેની પાછળ બે મુખ્ય કારણોને જવાબદાર ગણે છે. આ છે- મિડલાઇફ ક્રાઈસિસ અને મેનોપોઝલ ક્રાઈસિસ
મિડલાઇફ એ ઉંમરનો તે તબક્કો છે જ્યાં યુવાની પાછળ રહી જાય છે. હૃદય, મન અને શરીરમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. 40 વર્ષની ઉંમર પછી શરીર તેના કુદરતી પ્રોટીનને ગુમાવવાનું શરૂ કરે છે અને નબળાઇ તરફ આગળ વધવા લાગે છે. કોણ નિરાશા અને અંત તરફ જોવા માગે છે?
દરેક વ્યક્તિ ખુશી, યુવાની અને આશા તરફ જોવા માંગે છે. અને અહીંથી મિડલાઇફ ક્રાઈસિસ શરૂ થાય છે. રિસર્ચ કહે છે કે મિડલાઈફ ક્રાઈસિસ પણ છૂટાછેડાનું મુખ્ય કારણ બની રહી છે.
બીજી તરફ, સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતા છૂટાછેડામાં મેનોપોઝલ ક્રાઈસિસ મોટી ભૂમિકા ભજવે છે.