1 કલાક પેહલાલેખક: શશાંક શુક્લા
- કૉપી લિંક
જ્યારે આપણે એવી કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં હોઈએ છીએ જે અગાઉ કોઈ અન્ય સાથે સંબંધમાં હોય. આવી સ્થિતિમાં, કેટલીકવાર વ્યક્તિ તેના જૂના જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ રહે છે. હવે ભલે તે આપણી સાથે સંબંધમાં હોય. આ બાબત આપણા સંબંધોને અસર કરી શકે છે. તે આપણા માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.
સંબંધમાં ‘સેકન્ડ પોટેટો’ (સેકન્ડ પ્રાયોરિટી) બનવું એ એક એવો અનુભવ છે જે કોઈપણ વ્યક્તિને માનસિક અને ભાવનાત્મક રીતે તોડી શકે છે. આ એવી સ્થિતિ છે જ્યારે તમારો સાથી તમને પ્રાથમિકતા બનાવવાને બદલે માત્ર એક વિકલ્પ તરીકે જુએ છે.
આજે રિલેશનશિપમાં આપણે જાણીશું કે –
- ‘સેકન્ડ પોટેટો’ શું છે?
- તેના ગેરફાયદા શું છે?
- ‘સેકન્ડ પોટેટો’ બનવાથી કેવી રીતે બચવું?
સંબંધમાં ‘સેકન્ડ પોટેટો’ શું છે? આનો અર્થ એ છે કે તમારો પાર્ટનર હજી પણ માનસિક અથવા ભાવનાત્મક રીતે તેના જૂના સંબંધ અથવા અન્ય કોઈ સાથે જોડાયેલ છે. તે તમને સંપૂર્ણ રીતે સ્વીકારવામાં સક્ષમ નથી. આ પરિસ્થિતિ સંબંધમાં અસંતોષ, વિશ્વાસનો અભાવ અને આત્મસન્માન ગુમાવવાનું કારણ બને છે.
‘સેકન્ડ પોટેટો’ બનવાના ગેરફાયદા શું છે? ‘સેકન્ડ પોટેટો’ એટલે કે બીજાનો માત્ર વિકલ્પ બનવાથી વ્યક્તિની માનસિક શાંતિ પર અસર થાય છે. ‘જર્નલ ઑફ પર્સનલ એન્ડ સોશિયલ રિલેશન્સ’માં પ્રકાશિત થયેલા અભ્યાસ ‘મોટિવેશનલ અંડરપિનિંગ્સ ઑફ રોમેન્ટિક પાર્ટનર પરસેપ્શન્સઃ સાયકોલોજિકલ એન્ડ ફિઝિયોલોજિકલ એવિડન્સ’ અનુસાર, જે લોકો તેમના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને તેમના વર્તમાન પાર્ટનર સાથે સરખાવે છે સાથે જ તેઓ તેમના ભૂતપૂર્વ પાર્ટનરને વધુ પોઝિટિવ રૂપે જુએ છે. તેમના સંબંધો વણસેલા રહે છે અને તેઓ એકબીજાથી સંતુષ્ટ નથી હોતા.
ચાલો ગ્રાફિકને વિગતવાર સમજીએ.
અસુરક્ષાની લાગણી ‘સેકન્ડ પોટેટો’ (મહત્ત્વહીન) જેવી લાગણી વ્યક્તિને સંબંધમાં તેના મૂલ્ય વિશે અસુરક્ષિત અનુભવાવી શકે છે. જ્યારે કોઈને લાગે છે કે તેનો પાર્ટનર તેના ભૂતપૂર્વ પ્રત્યે વધુ આકર્ષિત છે અથવા તેને પ્રાથમિકતા આપતો નથી, તો તેના આત્મસન્માનમાં ઘટાડો અને અવિશ્વાસ તરફ દોરી શકે છે.
તણાવ અને માનસિક દબાણ જો તમારો પાર્ટનર હજુ પણ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ વિશે વિચારે છે, તો તે તમારા સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. આ તણાવ તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને તમારા આત્મસન્માનને નુકસાન પહોંચાડી શકે છે.
વિશ્વાસનો અભાવ કોઈનો વિકલ્પ બનવાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે, તમારા બંને વચ્ચેનો વિશ્વાસ નબળો પડી જાય છે. સતત તનાવ અને ખાલીપાને કારણે આવા સંબંધો લાંબા સમય સુધી ટકી શકતા નથી.
શંકાની લાગણી ‘સેકન્ડ પોટેટો’ જેવી લાગણી અનુભવતી વ્યક્તિ તેના જીવનસાથી પર શંકાશીલ બની શકે છે. ખાસ કરીને જ્યારે તેને લાગે કે તેનો પાર્ટનર કોઈ બીજાને પ્રાથમિકતા આપી રહ્યો છે. જ્યારે પાર્ટનર અગાઉના સંબંધો સાથે ભાવનાત્મક જોડાણ જાળવી રાખે છે, ત્યારે તે સંબંધોમાં અવિશ્વાસ, તણાવ અને અંતર પેદા કરી શકે છે. આનાથી બંને વચ્ચે વાતચીતનો અભાવ થઈ શકે છે.
વફાદારી જ્યારે કોઈ વ્યક્તિ સંબંધમાં હલકી ગુણવત્તા અનુભવે છે, ત્યારે તેની વફાદારી ઘટી શકે છે. તે કોઈ બીજા પાસેથી સ્નેહ અથવા ધ્યાન માગી શકે છે, જે સંબંધમાં તિરાડ પેદા કરી શકે છે અને વિશ્વાસ તોડી શકે છે.
પોતાની ઓળખ ગુમાવવાનો ડર જ્યારે તમે જાણો છો કે તમે કોઈની ‘બીજી પસંદગી’ છો, ત્યારે તમે તમારી વ્યક્તિગત ઓળખ અને તમારી પોતાની નજરમાં તમારું સન્માન ગુમાવવાનું શરૂ કરો છો. આ સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
‘સેકન્ડ પોટેટો’ બનવાથી કેવી રીતે બચવું? કોઈના ‘સેકન્ડ પોટેટો’ (સેકન્ડ વિકલ્પ) બનવાથી બચવા માટે, તમારી જાતને અને તમારા જીવનસાથીને સંપૂર્ણ રીતે સ્વીકારો. તમારા જીવનસાથી સાથે ખૂલીને વાતચીત કરો. તમારા જીવનસાથી સાથે તમારા ભાવનાત્મક જોડાણને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી જાતને પણ પ્રાધાન્ય આપો અને આત્મસન્માનને પણ ડેલવપ કરો. ચાલો ગ્રાફિક દ્વારા સમજીએ.
પોતાની જાતને પ્રાથમિકતા આપો સૌથી પહેલા તો સમજો કે તમે કોઈના વિકલ્પ નથી. તમારા સ્વાભિમાન અને ખુશીને બીજા બધાથી ઉપર રાખો.
સંબંધમાં સ્પષ્ટતા લાવો તમારા પાર્ટનર સાથે ખૂલીને વાત કરો. જો તમને લાગે કે તેઓ હજુ પણ તેમના ભૂતપૂર્વ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે, તો તેના વિશે વાત કરો.
સંબંધનું મૂલ્યાંકન કરો તમારો સંબંધ ક્યાં જઈ રહ્યો છે તે સમજવાનો પ્રયાસ કરો. જો તમે લાંબા સમય સુધી ‘સેકન્ડ પોટેટો’ રહેશો તો તે તમારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં.
જીવનસાથીથી અંતર રાખો જો તમને લાગે છે કે તમારો પાર્ટનર તમને પ્રાથમિકતા નથી આપી રહ્યો, તમારા સતત પ્રયાસો છતાં પણ વસ્તુઓ બદલાઈ નથી રહી, તો એ નક્કી કરવું વધુ સારું છે કે તમે આ સંબંધથી દૂર રહો. તેનાથી તમે તમારા ભવિષ્ય વિશે સમજી વિચારીને નિર્ણય લઈ શકો છો.