એક કલાક પેહલા
- કૉપી લિંક
સરસવનું તેલ ત્વચા અને વાળનું ઉત્તમ ટોનિક છે. તેમાં રહેલું લિનોલીક અને ઓલિક એસિડ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. સરસવનું તેલ વાળને પોષણ આપે છે, ભેજ જાળવી રાખે છે, તૂટતા અટકાવે છે, મૂળને મજબૂત બનાવે છે. બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવી રહ્યા છે શિયાળામાં સરસવના તેલના ફાયદા.
શિયાળામાં તેલ માલિશ કરવાના ફાયદા
આપણા દેશમાં જન્મથી જ તેલ માલિશ કરવાની પરંપરા છે. શિયાળામાં તેલ માલિશ કરવાના ઘણા ફાયદા છે. મોટાભાગના લોકો મસાજ માટે સરસવનો ઉપયોગ કરે છે. પરંતુ મસાજ કરવું પૂરતું નથી, તેમના માટે યોગ્ય પદ્ધતિ પણ જાણવી જોઈએ.
શિયાળામાં ઠંડા પવનથી સ્કિન ડ્રાય અને ખરબચડી બનાવે છે. હવામાં ભેજ ન હોવાને કારણે ત્વચાનો ભેજ પણ ઓછો થઈ જાય છે. આ સ્થિતિમાં તેલનું માલિશ કરવું ફાયદાકારક છે. જો તમે મોંઘુ વિન્ટર ક્રીમ પર પૈસા ખર્ચવા નથી માગતા તો તમે રસોડામાં રહેલાતેલથી મસાજ કરીને શિયાળામાં તમારી ત્વચાને નરમ બનાવી શકો છો.
ગરમ તેલથી માલિશ કરો
શિયાળામાં મસાજ કરવા માટે સરસવનું તેલ ફાયદાકારક છે. સરસવના તેલને ગરમ કરીને માલિશ કરવાથી ત્વચાની ડ્રાયનેસ તેમજ થાક અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. મસાજ ત્વચાને ટોન કરે છે, પોષણ આપે છે, બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે, સાંધાઓની જડતા દૂર કરે છે, શરીરને લવચીક બનાવે છે, શુષ્કતા દૂર કરે છે અને ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.
શરીરના કયા ભાગનું મસાજ કેવી રીતે કરવું
શિયાળામાં માલિશ કરતાપહેલાં તેલ ગરમ કરો. મસાજ દરમિયાન શરીરના અલગ-અલગ ભાગો પર સમસ્યાઓ અનુસાર યોગ્ય ધ્યાન આપો. હાથ અને પગના સ્નાયુઓને નીચેથી ઉપર સુધી લાંબા સમય સુધી મસાજ કરો.
પેટની માલિશ નાભિથી શરૂ કરીને બહારની તરફ ગોળાકાર ગતિમાં કરવી જોઈએ. પેટની ઉપર દિશા જમણેથી ડાબે હોવી જોઈએ, જ્યારે પેટની નીચે તરફની દિશા ડાબેથી જમણે વર્તુળમાં હોવી જોઈએ. પીઠ માટે મસાજ કરોડના પાયાથી, કરોડરજ્જુથી પાંસળી સુધી ઉપર અને બહારની તરફ હોવી જોઈએ.
ત્વચા માટે સરસવના તેલના ફાયદા
સરસવનું તેલ ઉત્તમ એન્ટિ-એજિંગ અને મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે, જેના કારણે ત્વચામાં ઝડપથી કરચલી દેખાતી નથી.
સરસવનું તેલ કોલેજન વધારવાનું પણ કામ કરે છે જે ત્વચાને જુવાન બનાવે છે.
શિયાળામાં ત્વચા પર સરસવનું તેલ લગાવવાથી ત્વચાને ખીલ, એલર્જી, ખંજવાળ અને ફોલ્લીઓથી બચાવે છે.
વિટામીન અને મિનરલ્સથી ભરપૂર સરસવનું તેલ સનસ્ક્રીનનું કામ કરે છે અને ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. તે ત્વચાને ટેનિંગ, ડાઘ અને હાયપરપીગ્મેન્ટેશનથી બચાવે છે.
આ તેલ વાળ માટે ફાયદાકારક છે
સરસવના તેલમાં રહેલું પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ માથાની ચામડી અને વાળની સામાન્ય સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. આ વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે, વાળને હાઇડ્રેટેડ રાખે છે અને તૂટતા અટકાવે છે. તમારા વાળને લાંબા બનાવવા માટે અઠવાડિયામાં બે વાર તમારા વાળમાં સરસવનું તેલ લગાવો.
આ રીતે વાળમાં સરસવનું તેલ લગાવો સરસવનું તેલ કુદરતી કંડીશનર તરીકે કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી શિયાળામાં વાળ ડ્રાય, શુષ્ક અને નિર્જીવ નથી થતા, વાળને પોષણ મળે છે, ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે, વાળ ઝડપથી વધે છે. શ્રેષ્ઠ પરિણામો માટે, સરસવનું તેલ ગરમ કરો અને વાળ અને સ્કેલ્પમાં મસાજ કરો.