41 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય કુમાર
- કૉપી લિંક
આજે આપણે આપણી સ્ટોરીની શરૂઆત એક પ્રશ્નથી કરીએ. એક પ્રશ્ન જે ઓછામાં ઓછા દરેકના મનમાં એકવાર તો આવે જ છે.
અભ્યાસ, કરિયર, પર્સનલ લાઈફ કે અન્ય કોઈ બાબત અંગે જોયેલા મોટા સપના કેવી રીતે સાકાર થશે?
સરળ શબ્દોમાં કહીએ તો, સપના પુરા કરવા માટે યોગ્ય આયોજન અને સતત મહેનતની જરૂર છે, પરંતુ આજે આપણે એક સરળ રીત વિશે વાત કરીશું.
તમે વિચારી રહ્યા હશો કે મોટા સપના પૂરા કરવા માટે મોટું પ્લાનિંગ કરવું પડશે. તે એક મુશ્કેલ કાર્ય હશે. પરંતુ એવું નથી. અમેરિકન ટાઈમ મેનેજમેન્ટ કોચ અને લ્યુસમી કન્સલ્ટિંગના ફાઉન્ડર માર્ક પેટિટ શોર્ટ ટર્મ ગોલ્સને સફળતાની ચાવી ગણાવે છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/28/relationship24062024-01_1719547929.jpg)
શોર્ટ ટર્મ ગોલ્સ શું છે, તે કેવી રીતે કામ કરે છે?
માર્ક પેટિટના જણાવ્યા મુજબ, શોર્ટ ટર્મ ગોલ્સ તમારી હાલની પરિસ્થિતિ અને તમારા સપના વચ્ચે પુલ તરીકે કામ કરે છે. આજે તમે જ્યાં ઉભા છો અને તમે ભવિષ્યમાં ક્યાં રહેવા માગો છો તે વચ્ચેના અંતરને શોર્ટ ટર્મ ગોલ્સ દ્વારા સરળતાથી દૂર કરી શકાય છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/28/relationship24062024-02_1719548050.jpg)
1 વર્ષથી ઓછા શોર્ટ ટર્મ ગોલ
સામાન્ય રીતે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે સેટ કરેલા ગોલને શોર્ટ ટર્મ ગોલ કહેવામાં આવે છે. જોકે મોટાભાગના લોકો મંથલી અથવા વીકલી ગોલ નક્કી કરે છે. કેટલાક લોકો આગામી 24 કલાકનું આયોજન કરવામાં પણ માને છે. આ બધા શોર્ટ ટર્મ ગોલ્સ છે.
કહેવાય છે તો શોર્ટ ટર્મ ગોલ્સ. પરંતુ જીવનના મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં શોર્ટ ટર્મ ગોલ્સની ભૂમિકા અગત્યની માનવામાં આવે છે. આ જ કારણ છે કે પેટિટ તેમને અન્ય ગોલ્સ કરતાં વધુ મહત્ત્વ આપે છે.
નાના-નાના ગોલ્સ પૂરા કરવાથી આત્મવિશ્વાસ આવી જાય છે. તેથી કોઈ કામ મુશ્કેલ નથી લાગતું. મોટા ગોલ્સ સરળ બને છે. ભવિષ્યમાં મોટા સપના પૂરા કરવા માટે નાના-નાના ગોલ્સ પૂરા કરવા જરૂરી બની જાય છે. સાદી ભાષામાં કહીએ તો શોર્ટ ટર્મ ગોલ્સ એ સીડી છે જેની મદદથી આપણે મીડિયમ, લોન્ગ અથવા લાઈફ ગોલ્સને પ્રાપ્ત કરી શકીએ છીએ.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/28/relationship24062024-03_1719548280.jpg)
નાના-નાના ગોલ્સથી જ મોટા સપના પુરા થશે
ધારો કે, તમે પરીક્ષાને પાસ કરવા માગો છો અથવા તમારા સ્વાસ્થ્ય વિશે વધુ સાવચેત રહેવા માંગો છો. દેખીતી રીતે આ સપના રાતોરાત સાકાર થતા નથી.
જો કોઈ વ્યક્તિ તેને લક્ષ્ય તરીકે હાંસલ કરવાનો પ્રયાસ કરે છે, તો શક્ય છે કે તે ટૂંક સમયમાં તેનાથી કંટાળી જશે અને સ્વપ્ન છોડી દેશે. આવી સ્થિતિમાં માર્ક પેટિટ ટૂંશોર્ટ ટર્મ ગોલ્સને જરૂરી માને છે.
ઉદાહરણ તરીકે, પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરવાની આશા રાખનાર વ્યક્તિએ પહેલા 1 કલાક, પછી 2, 3, 4, 5 કે તેથી વધુ કલાક અભ્યાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. સરળ પ્રકરણો સાથે શરૂઆત કરવી જોઈએ. અઠવાડિયા માટે એક ગોલ નક્કી કરો, તેને પૂર્ણ કર્યા પછી થોડું મુશ્કેલ કામ નવી એનર્જી સાથે હાથમાં લો અને તેને પૂર્ણ પણ કરો.
તેવી જ રીતે જે વ્યક્તિ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવા માગે છે, તે રાતોરાત પોતાને બદલવાને બદલે પોતાનામાં નાના ફેરફારો લાવવાનો પ્રયાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે, આખા મહિના માટે જીમમાં જવું, વીકએન્ડમાં ફાસ્ટ ફૂડથી દૂર રહેવું અથવા સમયસર સૂવા-જાગવાના સંકલ્પ લઇ શકે છે.
આ સમયે શોર્ટ ટર્મ ગોલ્સ બનાવનાર વ્યક્તિ ધીમે-ધીમે તેના મોટા સ્વપ્ન તરફ આગળ વધે છે. મુશ્કેલ કાર્ય નાના સરળ કાર્યોમાં વહેંચાઈ જાય છે.
માર્ક પેટિટના મતે, સપનું પૂરું ન થાય ત્યાં સુધી રહેવાના સંકલ્પ માટે ઇચ્છાશક્તિને જીવંત રાખવી જરૂરી છે. પહેલા જ દિવસે લાંબા સમય સુધી કોઈપણ કામ કરવા માટે જબરદસ્તી કરવાથી કંટાળો આવી શકે છે. આવી સ્થિતિમાં, શોર્ટ ટર્મ ગોલ્સ મદદરૂપ સાબિત થઈ શકે છે.
મોટી શરૂઆત કરતાં સાતત્ય વધુ મહત્ત્વનું
ઘણીવાર ફિલ્મી વાર્તાઓમાં બતાવવામાં આવે છે, જ્યારે હીરો વિલનથી બદલો લેવા માટે પહેલા દિવસથી જ મહેનત કરવા લાગે છે. પછી થોડી જ વારમાં તે એક શક્તિશાળી વ્યક્તિમાં પરિવર્તિત થઈ જાય છે.
પરંતુ ફિલ્મી દુનિયાનો આ અભિગમ અસલી જીવનમાં ચાલે નહીં. માર્ક પેટિટના મતે તમે શરૂઆતમાં કેટલું કામ કરો છો તેના કરતાં એ કામમાં તમે કેટલું સાતત્ય લાવી શક્યા છો એ વધુ મહત્ત્વનું છે. તમે શરૂઆતમાં ઓછું કામ કરી શકો છો, પરંતુ તેમાં સાતત્ય લાવવાનો પ્રયાસ કરો.
મનોવૈજ્ઞાનિકોનો સામાન્ય અભિપ્રાય છે કે જો આપણે કોઈ કામ સતત 4 અઠવાડિયા એટલે કે 28 દિવસ સુધી કરતા રહીએ તો તે આપણા સ્વભાવનો એક ભાગ બનવા લાગે છે.
તેથી તે પણ જરૂરી છે કે સંકલ્પને પૂરો કરવા માટે શરૂઆતમાં તે કામને બોજ તરીકે ન લેવું જોઈએ. અમુક કામ નિયમિત રીતે કરીને સાતત્ય લાવવું જોઈએ. જો તમે આ કસરત ઓછામાં ઓછા 28 દિવસ સુધી કરો છો, તો ભવિષ્યમાં પણ તમે તે જ રસ્તે આગળ વધી શકો છો.
8 કિલોમીટર ચાલવાનો સંકલ્પ હોય, દિવસના 7 કલાક અભ્યાસ કરવાનો હોય કે અન્ય કોઈ સંકલ્પ હોય, તેના પૂરા થવાની શક્યતાઓ વધી જશે. તમારું મન તેનાથી થાકશે નહીં અને દરરોજ સવારે ઉઠ્યા પછી તમને તે કરવાનું મન થશે.
100% રિઝલ્ટ માટે ‘50% એનર્જી ઓન ફર્સ્ટ ડે’
લાઈફ ગોલને પૂરા કરવા માટે શોર્ટ ટર્મ ગોલ્સ બનાવવા જરૂરી છે. ઉપરાંત, ‘50% એનર્જી ઓન ફર્સ્ટ ડે’ની મનોવૈજ્ઞાનિક સલાહ પણ આ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ મુજબ લાંબા સમય સુધી કોઈપણ કામમાં રસ જાળવી રાખવા માટે, યોગ્ય શરૂઆત કરવી જરૂરી છે. ધારો કે કોઈ વ્યક્તિ દરરોજ વર્કઆઉટ કરવાનું નક્કી કરે છે, તો તે વ્યક્તિએ પહેલા દિવસે ઇચ્છિત વર્કઆઉટ કરતાં લગભગ અડધી જ કસરત કરવી જોઈએ. આવી સ્થિતિમાં કામમાં રસ રહેશે.
શોર્ટ ટર્મ ગોલ્સને જીવનનો એક ભાગ બનવા અને લાઈફ ગોલ્સને હાંસલ કરવામાં મદદરૂપ થવા માટે મજબૂત ઇચ્છાશક્તિ પણ જરૂરી છે છે. લાંબા સમય સુધી શોર્ટ ટર્મ ગોલ્સ પૂરા કરીને જ આપણે જીવનના લક્ષ્યો હાંસલ કરી શકીએ છીએ. શોર્ટ ટર્મ ગોલ્સને જીતવાની પ્રક્રિયા બંધ થતાં જ આપણે ફરીથી શૂન્યથી શરૂઆત કરવી પડશે.