- Gujarati News
- Lifestyle
- Cold, Allergy, Breathing Problem, Pneumonia, Uric Acid Problem; Know The Home Remedies To Avoid It
નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
હવામાનમાં ફેરફાર થતાની સાથે જ શરદી, ઈન્ફેક્શન અને એલર્જી જેવી સમસ્યાઓ વધવા લાગે છે. ક્યારેક ધુમ્મસ, ક્યારેક ઠંડો પવન, ક્યારેક બળબળતો તડકો તો ક્યારેક વરસાદ. રાંચીના બર્લિન ડાયગ્નોસ્ટિક્સના ઇન્ટર્નલ મેડિસિનના ડૉ. રવિકાંત ચતુર્વેદી સ્વાસ્થ્ય માટે આવું હવામાન કેટલું નુકસાનકારક છે તે વિશે જણાવી રહ્યા છે.
ઠંડી અને પ્રદૂષણ
શિયાળો શરૂ થાય તે પહેલાં ઘણી જગ્યાએ પરાલી(પાક લણ્યા બાદનો છોડનો કચરો) સળગાવવામાં આવે છે. જેના કારણે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. આ સ્થિતિમાં ડાયાબિટીસ, હૃદયરોગ, થાઈરોઈડ, આર્થરાઈટિસની સમસ્યા હોય તેવા લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. તેઓ ઘરમાં રહે છે કે બહાર આ સમસ્યા વધતી જ રહે છે.
આ સિવાય બદલાતા હવામાન સાથે શરીરનું તાપમાન સતત વધતું-ઘટતું રહે છે.
જ્યારે પણ ધુમ્મસ હોય ત્યારે ફેફસાં કફથી ભરાઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે, ધુમ્મસ દરમિયાન તાપમાન ઊંચું રહે છે. ધુમ્મસ દૂર થતાં જ વાદળો ખૂલે છે અને સૂર્યપ્રકાશ આવે છે. આ સમયે ઠંડી વધી જાય છે. શરીરના તાપમાનમાં વારંવાર ફેરફારને કારણે, શરીરમાં એલર્જીનું લેવલ વધવા લાગે છે.
સલ્ફર ડાયોક્સાઇડ અને એલર્જી મળીને ફેફસાંને જામ કરી દે છે. જેનાથી ફેફસાં કફથી ભરાઈ જાય છે.
શ્વાસ નળી સંકોચાય છે
શિયાળામાં શ્વાસ નળી સંકોચાય છે. જેના કારણે ગળામાં દુખાવો, ઉધરસ, કફ બહાર આવવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે. કેટલાક લોકોને ન્યુમોનિયા પણ થાય છે. ખાસ કરીને બાળકો ફેફસામાં જમા થયેલા કફને બહાર કાઢી શકતા નથી, જેના કારણે તેમને ન્યુમોનિયા થાય છે.
અસ્થમા ધરાવતા લોકોને ઇન્હેલરની જરૂર પડે છે. જો ફેફસામાં વધુ પડતો કફ હોય તો ડોક્ટર પાસે જવું જરૂરી છે. ડૉક્ટરો એન્ટિબાયોટિક્સ આપે છે જેથી કફ પીગળે અને શરીરમાંથી બહાર આવે.
તાપણું કરવું અથવા હીટરની સામે બેસવું નુકસાનકારક
શિયાળામાં તાપણું કરવાથી અથવા લાંબા સમય સુધી હીટરની સામે બેસી રહેવાથી યોગ્ય ઓક્સિડેશન થતું નથી. તાપણાં અને હીટરમાંથી આવતી ગરમ હવા ફેફસાંમાં પહોંચે છે અને ઇન્ફેક્શન વધારે છે. આ તાપમાનમાં ફેરફારને કારણે થાય છે. બહાર ખૂબ જ ઠંડી હોય છે અને આગ કે હીટરને કારણે ઘરની અંદરનું તાપમાન ખૂબ જ ગરમ હોય છે, જેના કારણે ઇન્ફેક્શન શરૂ થાય છે. જ્યારે પણ તાપમાનમાં મોટો ફેરફાર થાય છે ત્યારે ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે.
શરદી અને ઉધરસ માટે ઘરગથ્થુ ઉપચાર
શિયાળામાં ઘરની બહાર નીકળતી વખતે કાન, હાથ અને પગને બરાબર ઢાંકીને રાખો.
સરસવના તેલથી માલિશ કરો. તેનાથી શરીર પર ઠંડીની અસર ઓછી થાય છે.
લીલા શાકભાજી, ડુંગળી, લસણ વગેરે ખાઓ. આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે
હળદરવાળું દૂધ પીવો. આ માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર પાવડર નાખીને ગરમ કરો અને પીવો. તેનાથી ઈન્ફેક્શન અને શરદીથી રાહત મળે છે.
તુલસીનો ઉકાળો રોજ પીવાથી ઉધરસ અને શરદીમાં આરામ મળે છે.
કાળા મરીના પાઉડરને મધમાં ભેળવીને ચાટવાથી ગળું ખૂલી જાય છે અને શરદીમાં રાહત મળે છે.
દૂધમાં આદુ મિક્સ કરીને ઉકાળો. તેને ચાની જેમ ગરમ કરીને પીવાથી શરદી અને કફમાં રાહત મળે છે.
શિયાળામાં દરરોજ 30 ગ્રામ મખાના ખાવાથી હાડકાં મજબૂત રહે છે અને શરદી અને ઇન્ફેક્શનથી બચાવે છે.
લસણની 5-6 કળી ઘીમાં શેકીને ખાવાથી શરદી અને હવામાનના બદલાવથી થતા ઈન્ફેક્શન મટે છે.
પાણીમાં 7-8 કિસમિસ નાખીને ઉકાળો. જ્યારે અડધુ પાણી રહી જાય ત્યારે કિસમિસને પાણી સાથે ખાઓ. જેના કારણે ફેફસામાં જમા થયેલો કફ બહાર આવે છે.