1 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
વિશ્વ પ્રસિદ્ધ જર્નલ ‘સાયન્સ’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જો જન્મ પછીના પ્રથમ 1000 દિવસ સુધી બાળકને સુગર આપવામાં ન આવે તો પુખ્ત વયના જીવનમાં ક્રોનિક રોગો થવાનું જોખમ ઘટી શકે છે. આ શરૂઆતના દિવસોમાં તે દિવસોનો પણ સમાવેશ થાય છે જ્યારે બાળક ગર્ભમાં ઉછરે છે. આનો અર્થ એ છે કે માતાએ ગર્ભધારણના દિવસથી તેના આહારમાં ખાંડ ઘટાડવી પડશે.
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો બાળકોને શરૂઆતના જીવનમાં ખાંડ ન ખવડાવવામાં આવે તો ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 35% સુધી ઘટાડી શકાય છે. સ્થૂળતાનું જોખમ 30% અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ 20% સુધી ઘટાડી શકાય છે. આ સિવાય ઉંમરના કારણે થતા રોગો પણ થોડા વર્ષો મોડા થાય છે.
જૂન 2018માં સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર નાની ઉંમરમાં ખાંડનું સેવન બાળકોના માનસિક અને શારીરિક વિકાસને અસર કરી શકે છે. આનાથી નાની ઉંમરમાં તરુણાવસ્થા અને ન્યુરોલોજીકલ રોગોનું જોખમ પણ વધી શકે છે.
તેથી, આજે ‘ તબિયતપાણી ‘ માં આપણે જાણીશું કે સુગર બાળકોના વિકાસની ઉંમર પર કેવી અસર કરે છે. તમે એ પણ જાણી શકશો કે-
- ખાંડ મગજ અને શરીરના વિકાસ પર કેવી અસર કરે છે?
- આપણે બાળકોના આહારમાંથી ખાંડ કેવી રીતે ઘટાડી શકીએ?
વિશ્વના સમૃદ્ધ દેશોએ બેબી ફૂડને લઈને નિયમો બનાવ્યા છે
વિશ્વના સૌથી ધનિક અને વિકસિત દેશોએ બેબી ફૂડ અંગે કડક નિયમો બનાવ્યા છે. તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ખોરાકમાં ખાંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આનું કારણ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર વધારાની ખાંડની અસર છે. કયા દેશોએ બેબી ફૂડમાં ખાંડ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, ગ્રાફિક જુઓ:
આનો અર્થ એ છે કે જો કોઈ ફૂડ કંપની તેના બેબી ફૂડને અહીં વેચવા માગે છે, તો તે ઉત્પાદન માટે સુગર ફ્રી હોવું જરૂરી છે.
બાળકોના વિકાસ પર સુગરની કેવી અસર પડે છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની માર્ગદર્શિકા અનુસાર, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આહારમાં ખૂબ ઓછી માત્રામાં ખાંડ પણ નુકસાનકારક છે. હકીકતમાં, આ બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. તેમને બાળપણમાં જ વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે.
ખાંડ ખાવાથી બાળકોમાં મૂડ સ્વિંગની સમસ્યા થઈ શકે છે. આ તેમની યાદશક્તિમાં દખલ કરી શકે છે અને ઇન્ફ્લેમેશન પેદા કરી શકે છે. આ સિવાય બીજી કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે, ગ્રાફિકમાં જુઓ:
બાળકોના આહારમાં ખાંડની આ ચિંતા માત્ર અભ્યાસ અને સંશોધન પૂરતી મર્યાદિત નથી. જેના કારણે ખૂબ જ નિરાશાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે.
નાના બાળકોમાં સ્થૂળતાની સમસ્યા વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાળકોમાં સ્થૂળતાની સમસ્યા સામાન્ય બની રહી છે. WHO મુજબ, વર્ષ 2022 માં, વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 37 મિલિયન બાળકોનું વજન વધારે હતું, જ્યારે 5 થી 19 વર્ષની વચ્ચેના લગભગ 39 કરોડ બાળકોનું વજન વધારે હતું. આટલી નાની ઉંમરે સ્થૂળતાનો અર્થ એ છે કે આ બાળકોને કિશોરાવસ્થા પહેલા જ જીવનશૈલીના અનેક રોગોનું જોખમ રહેલું છે. તેઓને ઘણા ક્રોનિક રોગોનું જોખમ પણ છે.
નાના બાળકોમાં ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે સ્ટેટિસ્ટાના ડેટા અનુસાર, સમગ્ર વિશ્વમાં લગભગ 6 લાખ 52 હજાર બાળકો ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત છે. ચિંતાની વાત એ છે કે વર્ષ 2021માં જ લગભગ 3 લાખ 56 હજાર કેસ નોંધાયા છે.
શા માટે નાના બાળકોને ગળપણની લત લાગે છે? વિશ્વભરની ખાદ્ય કંપનીઓ બાળકોના મોટા ભાગના ખાદ્ય ઉત્પાદનોમાં એડેડ સુગર ઉપયોગ કરે છે કારણ કે,બાળકોને ગળપણ ખુશ કરે છે. આ જ કારણ છે કે તેને વારંવાર ખાવાની ઈચ્છા થાય છે અને કંપનીઓના ઉત્પાદનો લોકપ્રિય છે. તાજેતરમાં નેસ્લેના બેબી ફૂડ પર પ્રશ્નો ઊભા થયા હતા. કંપની એડેડ સુગર સાથે બેબી ફૂડનું વેચાણ કરતી હતી.
ડૉ.આર.ડી.શ્રીવાસ્તવ કહે છે કે, નાના બાળકોનું મન પોતાના સારા-ખરાબ વિશે વિચારી શકતું નથી. તેમની તર્ક શક્તિ પણ વિકસિત નથી હોતી. તેથી તેઓ પોતે નક્કી કરી શકતા નથી કે શું ખાવું અને શું ન ખાવું.
તેઓ એ પણ જાણતા નથી કે કંઈક ખાવાથી તેમના સ્વાસ્થ્ય પર શું અસર થશે. તેથી, માતાપિતા અને વાલી તરીકે, આ આપણી જવાબદારી છે. તેમને એવો આહાર આપવો પડશે જે તેમના શરીરને મૂળભૂત રીતે મજબૂત બનાવે અને ભવિષ્યમાં જીવનશૈલીના રોગોના જોખમમાં ન મૂકે.
બાળકના ખોરાક માટે માતાપિતા જવાબદાર છે ડૉ. માર્ક હાયમન અમેરિકામાં જાણીતા હેલ્થ પ્રેક્ટિશનર છે. ડૉ. હાયમન 70% થી વધુ આધુનિક રોગો માટે લોકોની જીવનશૈલી અને ખોરાક પ્રણાલીને જવાબદાર માને છે. તેઓ કહે છે કે તમારા સ્વાસ્થ્યનું નિયંત્રણ મેડિકલ સિસ્ટમને ન આપો.
તેઓ કહે છે કે બાળકોની યાદશક્તિ અને આદતો તેમની આસપાસ બનતી વસ્તુઓનું નિરીક્ષણ કરીને રચાય છે. જો તેઓ એ જોઈને મોટા થાય કે લોકો ભૂખ્યા હોય ત્યારે ફળો અને શાકભાજી ખાય છે, તો તેઓ જ્યારે ભૂખ લાગે ત્યારે ચોકલેટને બદલે ફળો અને શાકભાજી ખાવાનો આગ્રહ રાખશે.
આપણે તેમની આસપાસ એવું વાતાવરણ ઊભું કરવું પડશે જેમાં ખાંડયુક્ત ખોરાક માટે કોઈ સ્થાન ન હોય. આ ઉપરાંત, બાળકોની કેટલીક ટેસ્ટ બડ ગર્ભાશયમાં જ વિકસિત થવા લાગે છે. તેથી, માતાએ ગર્ભાવસ્થાના સમયથી જ ખૂબ જ સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ. માતા-પિતાએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ –
- સગર્ભા માતાએ ખાતરી કરવી જોઈએ કે તે સુગર યુક્ત ખોરાક ન ખાય.
- બાળકને માત્ર દૂધ, ફળો અને બાફેલી શાકભાજી જ આપો.
- જો બાળક દૂધ પીતું ન હોય તો અનુકૂળતા માટે તેમાં ખાંડ ઉમેરવાની ભૂલ ન કરો.
સ્વાસ્થ્યપ્રદ પ્રેમ અને સ્નેહ ઘણી વખત મામા, કાકા કે કાકી પ્રેમથી બાળકો માટે ચોકલેટ લાવે છે. આવી સ્થિતિમાં, આ વિશે તમામ સંબંધીઓ સાથે વાત કરવાની જવાબદારી માતાપિતાની છે. તેમને સમજાવો કે તમે તમારા બાળકના આહાર વિશે કેટલા સભાન છો અને તેઓએ તેને કેવી રીતે સમર્થન આપવું જોઈએ.
આ માટે ડો.હાયમન કેટલાક સૂચનો આપે છે. ગ્રાફિક જુઓ:
આ ફૂડ કલ્ચરનું પરિણામ એ આવશે કે, આ બધી વસ્તુઓ બાળકના મગજમાં પ્રાથમિક મેમરી તરીકે સચવાઈ જશે. જો તે ભવિષ્યમાં કંઈક ગળપણ ખાવા માગે છે, તો તે ફળો ખરીદશે. જો તેમને કોઈ બાળકને મળવા જવું હોય તો તે ફળો અને શાકભાજી લઈને જશે. આજે આપણે જે પરંપરા શરૂ કરી રહ્યા છીએ તે આ રીતે આગળ વધશે અને એક સુંદર અને સ્વસ્થ સમાજનો વિકાસ થશે.