6 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
શું તમને બાળપણમાં ક્યારેય માથામાં જૂ પડી છે? એવી ખંજવાળ આવતી કે ક્યારેક માથું ખંજવાળતી વખતે માથાની ચામડી પણ નીકળી જતી. જેના કારણે લોહીની પોપડી બાજી જતી અને પછી દુખાવો અને બળતરા થઈ હોય.
પ્રસિદ્ધ જર્નલ ‘સ્પ્રિંગર નેચર’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, માથાની જૂથી થતો ચેપ પેડીક્યુલોસિસ વૈશ્વિક સમસ્યા બની રહી છે. વિશ્વની મોટી વસ્તી આનાથી અસરગ્રસ્ત થઈ રહી છે. સંશોધકો આ માટે સેલ્ફી દરમિયાન માથા-થી માથાના સંપર્કને જવાબદાર માની રહ્યા છે. ઉત્તર અમેરિકા અને યુરોપમાં જૂ દૂર કરવાના ક્લિનિક્સ પણ દાવો કરે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની પાસે જૂ દૂર કરવા આવતા લોકોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.
જો કે કોઈને પણ જૂની સમસ્યા થઈ શકે છે, પરંતુ તે બાળકોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે આ સમસ્યા 3 થી 11 વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે.
હાલ જૂ માટે અનુકૂળ સિઝન ચાલી રહી છે. ભારતમાં, પાનખર સપ્ટેમ્બરના અંતથી શરૂ થાય છે તે ડિસેમ્બર સુધી ચાલુ રહે છે. ‘જૂ’ ના વિકાસ માટે આ સૌથી અનુકૂળ મોસમ છે.
તેથી જ આજે ‘તબિયતપાણી’માં આપણે જૂ વિશે વાત કરીશું. તમે એ પણ શીખી શકશો કે-
- બાળકોના માથા પર વારંવાર જૂ કેમ હોય છે?
- માથામાં જૂ થવાથી કેવું જોખમ સર્જાઈ શકે?
- જો તમારા માથામાં જૂ હોય, તો તેની સારવાર શું છે?
જૂ આપણા માથાની ખાલ પર ચોંટી જાય છે જો તમે જૂ વિશે જાણતા નથી, તો સમજો કે તે નાના, ઢસડાતા ચાલતા જંતુઓ છે. તેને પાંખો નથી. તે આપણા માથાના વાળમાં રહે છે. જૂ આપણા માથામાંથી લોહી ચૂસે છે, આ તેમનો ખોરાક છે. તે ઝડપથી તેના પરિવારનો વિસ્તાર કરતા રહે છે. તે ઇંડા મૂકે છે, જેને નિટ્સ કહેવામાં આવે છે. તે આપણા માથાની ચામડીને ચોટી જાય છે. આના કારણે થતા ચેપને પેડીક્યુલોસિસ કહેવાય છે.
નાના બાળકોને વારંવાર જૂની સમસ્યા કેમ થાય છે? જૂ કોઈના પણ માથા પર હોઈ શકે છે. તેના વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જૂ ક્યારેય આર્થિક-સામાજિક ભેદભાવ કરતી નથી. જો કે, એ પણ સાચું છે કે સામાન્ય રીતે આ સમસ્યા 3 થી 11 વર્ષનાં બાળકોમાં વધુ જોવા મળે છે.
શ્રીબાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ, દિલ્હીના ત્વચારોગ વિજ્ઞાની ડૉ.વિજય સિંઘલ કહે છે કે, બાળકોની જીવનશૈલી એવી હોય છે કે તેમના માથામાં જૂ પડે છે. રમતી વખતે બાળકો વચ્ચે ક્યારેક હેન્ડ ટુ હેન્ડ કોન્ટેક્ટ થાય છે. તેઓ શાળામાં અથવા રમતોમાં એકબીજા સાથે તેમની વસ્તુઓ શેર કરે છે. આ સમય દરમિયાન, જૂ સરળતાથી એકબીજાના માથામાં પ્રવેશ કરે છે. બીજું મોટું કારણ એ છે કે, જૂ બાળકોની ત્વચામાંથી લોહી સરળતાથી ચૂસી શકે છે. તેથી જઆ જંતુ બાળકોના માથા પર ઝડપથી વૃદ્ધિ પામે છે.
કોઈના માથામાં જૂ ક્યાં સુધી જીવંત રહે છે? ‘જૂ’નું સરેરાશ આયુષ્ય 33 દિવસ છે. જો કે, કેટલીક જૂ 35 દિવસ સુધી જીવિત રહે છે. મેડિકેટેડ શેમ્પૂ અથવા લોશન લગાવ્યા પછી જૂ કેટલા સમય સુધી ટકી રહેશે તે તમારા વાળમાં કેટલી જૂ છે તેના પર આધાર રાખે છે. જો યોગ્ય સારવાર લેવામાં આવે તો, તે 2 થી 3 અઠવાડિયામાં માથામાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે.
જો તમે બને તેટલી ઝડપથી જૂથી છુટકારો મેળવવા માગતા હો, તો શેમ્પૂ, લોશન અથવા ક્રીમ પર આપવામાં આવેલી સૂચનાઓને યોગ્ય રીતે અનુસરો.
ગ્રાફિકમાં માથાની જૂનું જીવન ચક્ર જુઓ:
વાળમાં જૂ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? ‘જૂ’નું સૌથી સામાન્ય લક્ષણ ખંજવાળ છે. ખાસ કરીને ગરદનના પાછળના ભાગમાં અને કાનની નજીકના વાળમાં જૂ થવાની શક્યતા વધુ હોય છે. તેથી જ અહીં ખંજવાળ વધુ તીવ્ર હોય છે.
જો બાળક રાત્રે સૂતા પહેલા વારંવાર માથું ખંજવાળતું હોય તો તેના માથામાં જૂ હોવાની પ્રબળ શક્યતા રહે છે. જો તમે દિવસના પ્રકાશમાં માથાને નજીકથી જોશો, તો સફેદ રંગની લીખો જોવા મળશે. તે ડેન્ડ્રફ જેવી દેખાય છે, હકીકતમાં તે નિટ્સ એટલે કે જૂના ઇંડા છે. જો તમારે વધુ જાણવું હોય તો, તો તમે ઝીણા કાંસકાની મદદથી થોડી જૂ દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો.
જ્યારે પાકી ખબર પડી જાય કે, માથામાં જૂ છે, ત્યારે તમે ઓવર-ધ-કાઉન્ટર મેડિકેટેડ શેમ્પૂ અથવા લોશન ખરીદી શકો છો અને તેને વાળ પર લગાવી શકો છો. તે વધુ મહત્ત્વનું છે કારણ કે બાળકોની માથાની ચામડી નરમ હોય છે. જો તેમાં ખંજવાળને કારણે લોહી નીકળવા લાગે તો ચેપનું જોખમ વધી જાય છે.
બીજું કારણ એ છે કે, ‘જૂ’ની ખંજવાળને કારણે બાળકોની ઊંઘ પર અસર થઈ શકે છે. જેના કારણે તેના અભ્યાસ અને રોજિંદા કામ પર અસર પડે છે.
જૂ એકબીજાના માથામાં કેવી રીતે ફેલાય છે? માથાની ‘જૂ’ ઊડી શકતી નથી, કૂદી પણ શકતી નથી. તે માત્ર ઢસડાઈને ચાલી શકે છે. તેથી તેઓ સામાન્ય રીતે ખૂબ નજીકના સંપર્ક દરમિયાન એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જઈને ફેલાય છે. કેટલીકવાર તે ટુવાલ, બેડશીટ, કાંસકો અથવા ટોપી દ્વારા પણ ફેલાય છે.
ડો.વિજય સિંઘલનું કહેવું છે કે, પાલતુ પ્રાણીઓના શરીર પર જોવા મળતા જૂ જેવા જંતુઓ મનુષ્યના વાળમાં ફેલાય છે તે વાતમાં કોઈ સત્ય નથી. સત્ય એ છે કે મનુષ્ય અને પ્રાણીઓની જૂઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે.
સ્વચ્છતા ન રાખવાને કારણે જૂ વધે છે એ વાતમાં કોઈ સત્ય નથી. જૂ માત્ર એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તે ચોક્કસપણે શક્ય છે કે ખોપરી પરની ગંદી ખાલ જૂને છુપાવવામાં મદદ કરે છે.
જો તમને અથવા તમારા બાળકને માથામાં જૂ હોય તો શું થઈ શકે? તમારા માટે સૌથી વધુ આશ્વાસન આપનારી વાત એ છે કે જૂ પોતે કોઈ રોગ ફેલાવી શકતી નથી. જો કે, તે માથામાં ખંજવાળનું કારણ બની શકે છે. વારંવાર ખંજવાળ તમારા માથાની ચામડીમાં બળતરા કરી શકે છે, જે ચેપ તરફ દોરી શકે છે.
‘જૂ’ની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે, ‘જૂ’ના કિસ્સામાં ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. આ માટે દવાયુક્ત શેમ્પૂ, લોશન અથવા ક્રીમનો ઉપયોગ કરી શકાય છે. શેમ્પૂમાં પાયરેથ્રિન અથવા પરમેથ્રિન નામના પદાર્થો હોય છે, જે જૂ અને લીખને મારી નાખે છે. શેમ્પૂમાં લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અપનાવો.
જૂ સામે કેવી રીતે રક્ષણ કરવું? જૂ અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, કાંસકો, બ્રશ, ટુવાલ અથવા ટોપીઓ અન્ય લોકો સાથે શેર ન કરવી. જો કોઈ વ્યક્તિને માથામાં જૂ હોય, તો તેની સાથે ખૂબ નજીકનો સંપર્ક ટાળો. ઘરમાં કાંસકો વગેરેનો ઉપયોગ કર્યા પછી તેને ગરમ પાણીમાં 10 મિનિટ પલાળી રાખો.
બાળકોને જૂ વિશે કહો અને તેમને તેના વિશે સાવચેત રહેવાની સલાહ આપો. જેમ કે-
- બાળકોને રમતી વખતે હેડ-ટુ-હેડ સંપર્ક ટાળવા કહો.
- તમારી ટોપી અથવા હેડવેર અન્ય લોકો સાથે શેર કરશો નહીં.