18 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ હાલમાં 6.5 ટકાના સ્તરે છે. તો બીજી તરફ યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરો યથાવત્ રાખ્યા છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે આ દરોમાં ઓછામાં ઓછો ત્રણ વખત ઘટાડો કરવામાં આવશે.
હકીકતમાં જો રેપો રેટમાં કોઈ ફેરફાર થાય છે, તો એની સીધી અસર ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પર ઉપલબ્ધ વ્યાજદરો પર પડે છે. જ્યારે રેપો રેટમાં ઘટાડો થાય છે ત્યારે FD પરનું વ્યાજ પણ ઘટે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે FD એ દેશમાં રોકાણની સૌથી લોકપ્રિય પદ્ધતિ માનવામાં આવે છે. તમારા બચત ખાતાં પર તમને મળતા વ્યાજની તુલનામાં તમને FD પર ગેરંટીકૃત વળતર મળે છે અને તમને સારો વ્યાજદર પણ મળે છે. એફડીનો એક ફાયદો ટેક્સમુક્તિ છે.
નાની-નાની રકમમાં અને અલગ-અલગ સમયગાળા માટે FD કરો
જો તમે તમારી બચતમાંથી વધુ પૈસા કમાવવા માગતા હો તો તમે તમારા રોકાણને અલગ-અલગ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં અલગ-અલગ પાકતી તારીખો સાથે વિભાજિત કરી શકો છો.
તમારા બધા પૈસા એક FDમાં લાંબા સમય સુધી રોકાણ કરવાને બદલે તમે એને નાની રકમમાં વહેંચી શકો છો અને અનેક જગ્યાઆ FDમાં રોકાણ કરી શકો છો.
લેડરિંગ વ્યૂહરચના તમને ઘણાં વર્ષો સુધી નફો આપશે, એનો ઉપયોગ ચોકલેટની જેમ કરો
ધારો કે તમારા બચત ખાતામાં 5 લાખ રૂપિયા છે. જો તમે આ રકમ એક જ FDમાં મૂકો છો, તો તમારે એક નિશ્ચિત સમયગાળો અને વ્યાજદર પસંદ કરવો પડશે. આ કારણે તમને સારું રિટર્ન નહીં મળે, પરંતુ, જો તમે ‘લેડરિંગ’ વ્યૂહરચનાનો ઉપયોગ કરો છો, તો તમે તમારાં નાણાંને 5 અલગ-અલગ એફડીમાં અલગ-અલગ વ્યાજદરો અને સમયગાળો સાથે વહેંચી શકો છો.
ઉદાહરણ તરીકે, તમે 4.5% વ્યાજદરે એક વર્ષ માટે એક FD, 5% વ્યાજ દરે બે વર્ષ માટે બીજી FD મેળવી શકો છો. એ જ રીતે, દરેક એફડી અલગ-અલગ સમયે રિન્યુ અથવા મેચ્યોર થશે.
આ કરવાથી તમે તમારા પૈસા પર વધુ સારું સરેરાશ વળતર મેળવી શકો છો. કેટલીક એફડીમાં વ્યાજદરો વધુ હોઈ શકે છે, જે તમને બદલામાં વધુ પૈસા આપે છે.
એ ચોકલેટ જેવું છે, જેનો તમે અલગ-અલગ સમયે આનંદ માણી શકો છો. દરેક FD તમને જુદા જુદા સમયે વ્યાજ સહિત ઉત્તમ વળતર આપશે.
રોકાણ કરવાનો યોગ્ય સમય કયો છે
નાણાકીય નિષ્ણાત જિતેન્દ્ર સોલંકી કહે છે કે બજારનો નિયમ કહે છે કે જ્યારે વ્યાજદર ઊંચા હોય ત્યારે તમે તમારી ડિપોઝિટને લાંબા સમય સુધી રોકાણ કરો અને જ્યારે એ ઓછી હોય ત્યારે એમાં વધારો કરો અને વધુ વળતરની રાહ જુઓ.
હવે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા નથી, તેથી આ તમારા માટે સારો સમય હોઈ શકે છે.
આવા સમયમાં FDમાં રોકાણ કરવાથી કેવી રીતે ફાયદો થઈ શકે?
જિતેન્દ્ર સોલંકી કહે છે કે જ્યારે પણ રેપો રેટ વધ્યા છે ત્યારે FD પર વધુ વ્યાજ જોવા મળ્યું છે, એટલે કે જો તમે આવા સમયે ટૂંકા ગાળાથી મધ્યમ ગાળા માટે તમારા પૈસાનું રોકાણ કરો છો, તો તમને ખૂબ સારું વળતર મળી શકે છે.
આવી સ્થિતિમાં તમે 3 વર્ષ સુધી FDમાં જલદીથી જલદી પૈસા જમા કરાવી શકો છો. એ જ સમયે જો તમે લાંબા સમય સુધી FDમાં રોકાણ કરવા માગતા હો તો લેડરિંગ વ્યૂહરચના અપનાવો, જેથી તમે મહત્તમ વળતર મેળવી શકો.
ભારતીયો એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે
દેશમાં એફડીની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે 24.2 મિલિયન ડિપોઝિટમાંથી 103 ટ્રિલિયન રૂપિયાની કુલ રકમ FDમાં જમા છે, એટલે કે ભારતમાં સરેરાશ 4.25 લાખ રૂપિયા FDના રૂપમાં જમા થાય છે. આ વર્ષે બેંક માર્કેટના સર્વેમાં આ વાત સામે આવી છે.
સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે FD એ લોકો માટે રોકાણનો સૌથી પસંદીદા વિકલ્પ છે. ભારતીયો સરેરાશ 4.26 લાખ રૂપિયા FDમાં જમા કરાવે છે.
નાની બચત માટે એફડી વધુ સારી છે, મિડ ટર્મ એફડીમાં રોકાણ કરવાથી ડબલ ફાયદો
જોકે નાની બચત કરનારાઓ માટે FD એ વધુ સારો વિકલ્પ છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમને ટૂંકા ગાળાની FDમાં ઓછું વ્યાજ મળે છે.
એ જ સમયે, જો લાંબા ગાળાની એફડીમાં પૈસા જમા કરાવવા પર વ્યાજદર વધે છે, તો તમને એનો લાભ મળતો નથી. જ્યારે મિડ-ટર્મ સ્પેશિયલ એફડીમાં તમે 2થી 3 વર્ષ માટે પૈસા જમા કરાવી શકો છો.
આવી સ્થિતિમાં રેપો રેટ ઘટે તોપણ FD રેટ ઘટવાથી તમને કોઈ નુકસાન નહીં થાય. શ્રેષ્ઠ માર્ગ એ છે કે મધ્ય-ગાળા માટે નાણાંનું રોકાણ કરો અને પછી બજાર અનુસાર તમારાં નાણાંનું ફરીથી રોકાણ કરો. એનાથી તમને બમણો ફાયદો થશે. પ્રથમ, તમારા પૈસા લાંબા સમય સુધી લોક રહેશે નહીં અને બીજું, તમે વધુ સારા રોકાણની કોઈ તક ગુમાવશો નહીં.
વ્યાજદરોમાં ફેરફારની કોઈ અસર નહીં
વ્યાજદરોમાં ફેરફારથી FDને અસર થતી નથી. એકવાર તમે એફડીમાં રોકાણ કરો, પછી તમને સમાન વ્યાજદરે ગેરંટીકૃત વળતર મળશે. આ સમયગાળા દરમિયાન, જો વ્યાજદર ઘટે છે, તોપણ તમને નિશ્ચિત વ્યાજ જ મળશે. જો બેંક આ સમયગાળા દરમિયાન તેના વ્યાજદરમાં વધારો કરે છે, તો રોકાણકારને તેનો લાભ મળતો નથી.
FD એટલે જોખમમુક્ત ગેરંટીવાળું રોકાણ
FD એ આપણા દેશમાં સૌથી જોખમમુક્ત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. આરબીઆઈ તમામ બેંકો પર નજર રાખે છે.
આવી સ્થિતિમાં અન્ય રોકાણ વિકલ્પોની તુલનામાં એફડીને સલામત અને ખાતરીપૂર્વકનું વળતર રોકાણ માનવામાં આવે છે.
તમે FD સામે લોન મેળવી શકો છો
કારણ કે FD એ સરકારી ગેરંટી જેવી છે. આ સ્થિતિમાં તમે FD પર લોન પણ મેળવી શકો છો. હા, જો તમે લોન ચૂકવવામાં અસમર્થ છો તો લોનની રકમ તમારી FDમાં જમા કરવામાં આવેલી રકમમાંથી બાદ કરવામાં આવશે.
FDની રકમ જેટલો જ મફત જીવન વીમો
કેટલીક બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે FD પર મફત જીવન વીમો ઓફર કરે છે. આ જીવન વીમા ગ્રાહકની એફડીની રકમ જેટલી છે. આમાં વય મર્યાદા પણ છે.
જો બેંક નાદાર થઈ જાય તોપણ તમને 5 લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવશે
ઘણી બેંકો તમારી FD પર વીમાકવચ આપે છે, એટલે કે જો કોઈ બેંક નાદાર થઈ જાય તો તમને બેંક FD પર વીમાકવચ મળે છે.
જો તમારી બેંક ડિફોલ્ટ થાય છે અથવા નાદાર થઈ જાય છે, તો તમને આ વીમાકવચ હેઠળ 5 લાખ રૂપિયા સુધી મળશે.
આમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થશે. એનો અર્થ એ કે તમને ખાતરી આપવામાં આવશે કે તમારા પૈસા ખોવાઈ જશે નહીં.
તમે 5 વર્ષથી વધુની FD પર ટેક્સ છૂટ મેળવી શકો છો
જો તમે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે FD રાખો છો, તો તમે ઈન્કમ ટેક્સ એક્ટ-1961ની કલમ 80C હેઠળ તેના પર ટેક્સ છૂટનો દાવો કરી શકો છો.
આ અંતર્ગત તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો. જોકે 5 વર્ષથી ઓછી મુદતની FD પર ટેક્સ ચૂકવવો પડશે. આ ઉપરાંત જો એક વર્ષમાં બેંકો પાસેથી વ્યાજ 40 હજાર રૂપિયાથી વધુ હોય તો તેના પર પણ ટેક્સ લાગશે.
નિશ્ચિત વળતરની ખાતરી
જો તમે 5 કે 10 વર્ષ પછી વળતરની યોજના બનાવી રહ્યા છો, તો તમે FDમાં જાણી શકો છો કે તમને પાકતી મુદત પર કેટલી રકમ મળશે, કારણ કે તમને FD પર નિશ્ચિત વળતર મળે છે.
એ જ સમયે, મ્યુચ્યુઅલ ફંડ, NPS, ELLS જેવાં રોકાણો પરનું વળતર દર વર્ષે વધતું અથવા ઘટતું રહે છે, કારણ કે આવાં રોકાણો બજારની વધઘટ અનુસાર હોય છે. એ જ સમયે FDમાં નિશ્ચિત સમયે નિશ્ચિત વળતરની ખાતરી આપવામાં આવે છે.