26 મિનિટ પેહલા
- કૉપી લિંક
શિયાળામાં શરૂ થતા જ શરદી, અપચો, ગેસ, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનાથી રાહત મેળવવા માટે મેથી અને કલોંજી એકસાથે સેવન કરવું જોઈએ. મેડીકા હોસ્પિટલ, રાંચીના ડાયટિશિયન ડો. વિજયશ્રી પ્રસાદ, મેથી અને કલોંજીને એકસાથે ખાવાના ફાયદા સમજાવે છે.
મેથી અને કલોંજીને આ રીતે એકસાથે ખાઓ મેથી અને કલોંજીના દાણા એકસાથે ખાવાથી બંનેના ફાયદા મળે છે. મેથી અને કલોંજીને એકસાથે ખાવાથી શરીરને ફાઈબર, પ્રોટીન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ અને પ્રોટીન બંનેના પોષક તત્ત્વો એકસાથે મળે છે. સ્વાસ્થ્ય ઉપરાંત મેથી અને કલોંજીનાં દાણા ખાવાથી ત્વચાની ચમક વધે છે અને વાળ મજબૂત બને છે.
મેથી અને કલોંજીની તાસીર ગરમ હોય છે. શિયાળામાં આ વસ્તુનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે. પરંતુ કેટલી માત્રામાં લેવી તે જાણવું જરૂરી છે. મેથી અને કલોંજી બીજનું દૈનિક સેવન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે મોસમી ઇન્ફેક્શનને અટકાવે છે.
મેથીના દાણા-કલોંજી ચા
એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણા અને કલોંજી બીજને ઉકાળો. સ્વાદ વધારવા માટે તેમાં લીંબુ, આદુ અને મધ પણ નાખો. મેથીના દાણા અને કલોંજી બીજની આ ચા દરરોજ સવારે પીઓ. આમ કરવાથી શરદી, સોજો, કબજિયાત, ગેસ, સ્થૂળતામાં રાહત મળે છે અને સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
મેથીના દાણાના ગુણધર્મો
માત્ર મેથીના પાન જ નહીં પરંતુ દાણા પણ ખૂબ જ ફાયદાકારક છે. મેથના બીજમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર મેથીના દાણા ત્વચા અને વાળના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
જો શરીરમાં લોહીની ઉણપ હોય તો મેથીના દાણામાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. આ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
પિરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા માટે મેથીના દાણાનું સેવન કરો. તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પીડાને ઓછો કરવામાં મદદરૂપ છે.
જો શિયાળામાં સાંધાનો દુખાવો અને સોજો વધી જાય તો એક ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવવાથી સાંધાના દુખાવા અને સોજામાં રાહત મળે છે.
કબજિયાતથી પીડિત લોકોએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલું ફાઈબર કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.
કલોંજીના બીજ ફાયદાકારક છે
રસોડામાં રહેલાં કલોંજીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં કલોંજી બીજનું સેવન અચૂક કરો. જે પરાઠા, નાસ્તા અને અથાણાંનો સ્વાદ વધારે છે. કલોંજીની તાસીર ગરમ છે, તેથી તે શિયાળામાં થતી અનેક બીમારીઓથી બચાવે છે.
આર્થરાઈટિસ, અસ્થમા, ઓસ્ટિયોઆર્થરાઈટિસને કારણે શરીરમાં કોઈપણ પ્રકારના દુખાવા કે સોજાથી છુટકારો મેળવવા માટે કલોંજીના બીજનું સેવન કરો.
ઇન્ફેક્શન ન થાય તે માટે કલોંજી બીજનો ઉપયોગ કરી શકાય છે. તે ગેસ્ટ્રિક અલ્સરને પણ અટકાવે છે.
હાઈ બ્લડ પ્રેશરમાં કલોંજીના બીજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ કલોંજીના બીજ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા નથી થતી.
કલોંજીના બીજમાં જોવા મળતા એન્ટી-ઓક્સીડેન્ટ્સ કેન્સરના કોષોને વધતા અટકાવે છે, જેનાથી આ ગંભીર બીમારીથી બચી શકાય છે.
કલોંજીમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલથી બચાવવામાં મદદરૂપ છે અને વજન પણ ઘટે છે.