1 કલાક પેહલા
- કૉપી લિંક
હેલ્થ માટે અંજીર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરને આખી રાત પાણીમાં પલાળીને સવારે આ પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પાચનતંત્ર પણ સારું રહે છે.
બીપી અને હાડકાંને લગતી સમસ્યાઓ ઓછી થાય છે. પોષક તત્ત્વોથી ભરપૂર અંજીરમાં પોટેશિયમ હોય છે જે બીપીને કંટ્રોલ કરે છે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
‘જાન જહાન’માં આપણે આયુર્વેદચાર્ય ડૉ. સિદ્ધાર્થ સિંહ પાસેથી જાણીએ છીએ કે સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાના ફાયદા.
રોગો સામે લડવાની ક્ષમતા આપે છે, હાડકાંને મજબૂત બનાવે
અંજીરનું પાણી એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેથી, દરરોજ સવારે અંજીરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે વાઇરસ અને બેક્ટેરિયાના સંક્રમણનું જોખમ ઘટાડી શકાય છે.
અંજીરના પાણીનો ઉપયોગ હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરનું પાણી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
તેનો ઉપયોગ કરવાથી સંધિવા જેવી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે
હાઈ બ્લડ પ્રેશર અનેક રોગોનું કારણ બને છે. તેથી તેને કંટ્રોલ કરવું જરૂરી છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે અંજીરના પાણીનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંજીરના પાણીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
હાર્ટ પણ હેલ્ધી રહેશે
દરરોજ સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. તે ફાઈબર અને પોટેશિયમનો ભરપૂર સ્ત્રોત છે. આ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક
પોષણની દૃષ્ટિએ અંજીર વડે બ્લડ શુગરનું લેવલ સામાન્ય કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે અંજીરનું પાણી પીવાથી ટાઇપ-2 ડાયાબિટીસમાં ગ્લુકોઝના લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. અંજીરને સ્મૂધી અથવા સલાડમાં પણ સામેલ કરી શકાય છે.
ત્વચા માટે ફાયદાકારક
અંજીરના પાણીનો ઉપયોગ કરવાથી ત્વચાને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે અંજીરનું પાણી એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તમે તમારા ચહેરાને અંજીરના પાણીથી પણ સાફ કરી શકો છો.
વજન ઘટાડવામાં મદદરૂપ
તમે તમારા વજન ઘટાડવાના ડાયટમાં અંજીરનું પાણી સામેલ કરી શકો છો. જે લોકોએ વજન કંટ્રોલ કરવું હોય તેમણે સવારે ખાલી પેટ આ પાણી પીવું જોઈએ, તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મેટાબોલિઝમને વેગ મળશે, જે વજન ઘટાડવામાં મદદ કરશે.
પેટ માટે ફાયદાકારક
અંજીરના પાણીનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંજીરના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી માહિતીને માત્ર સલાહ તરીકે લો. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે ડૉક્ટરની સલાહ લો.