1 કલાક પેહલાલેખક: શશાંક શુક્લા
- કૉપી લિંક
શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે, તમે કોઈને પહેલી વાર મળ્યા હોવ અને તેણે તમને તેના જીવન વિશે ઘણી બધી અંગત વાતો કહેવા લાગે? જેમ કે, પોતાની સમસ્યાઓ, પોતાના ભૂતકાળના સંબંધો અથવા એવી કેટલીક બાબતો જેના વિશે લોકો સામાન્ય રીતે પહેલી મુલાકાત દરમિયાન વાત કરતા નથી.
ધારો કે, તમે કોઈની સાથે પહેલી વાર ડેટ પર ગયા છો અને તે તમારી સામે પોતાનું આખું અંગત જીવન ખોલી નાખે છે. તેને ફ્લડલાઇટિંગ કહેવામાં આવે છે.
આ ટ્રેન્ડ Gen-Z યુવાનોમાં ખૂબ જોવા મળી રહ્યો છે. Gen-Z એટલે જે લોકો 1996 પછી અને 2012 પહેલા જન્મ્યાં હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ વ્યક્તિ પહેલી જ મુલાકાતમાં આવી અંગત વાતો કેમ જાહેર કરે છે? આ પાછળના કારણો શું હોઈ શકે?
આજે આપણે ‘રિલેશનશિપ‘ કોલમમાં જાણીશું કે-
- ફ્લડલાઇટિંગ શું છે?
- તેના ગેરફાયદા શું છે?
- લોકો આવું કેમ કરે છે?
- આ કેવી રીતે ટાળી શકાય?

ફ્લડલાઇટિંગના ગેરફાયદા શું છે?
ફ્લડલાઇટિંગની આદત ફક્ત સંબંધોને જ નહીં પરંતુ પોતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તમે બીજી વ્યક્તિ માટે ભાવનાત્મક બોજ બની શકો છો. ચાલો આને ગ્રાફિક દ્વારા સમજીએ.

ચાલો ગ્રાફિક્સને વિગતવાર સમજીએ.
અસુરક્ષા અને અવિશ્વાસ: જ્યારે કોઈ વ્યક્તિ પહેલી જ મુલાકાત દરમિયાન પોતાની અંગત વાતો ખૂબ જ ઝડપથી જાહેર કરવાનું શરૂ કરે છે, ત્યારે બીજી વ્યક્તિ થોડી અસ્વસ્થતા અનુભવી શકે છે.
સામેની વ્યક્તિને લાગે છે કે, હજુ તો એકબીજાને બરાબર ઓળખતા પણ નથી, છતાં આટલી અંગત વાતો! તેનાથી સંબંધમાં વિશ્વાસ વધતો નથી, પરંતુ એવું ચોક્કસ લાગી શકે છે કે, કંઈક ગડબડ થઈ રહી છે.
સામેની વ્યક્તિ પર ભાવનાત્મક બોજ: ફ્લડલાઇટિંગથી સામેની વ્યક્તિ પર ભાવનાત્મક બોજ પડી શકે છે. એવું પણ બને કે તે અત્યારે આટલી બધી વાતો સાંભળવા તૈયાર ન હોય.
એવું પણ લાગી શકે છે કે, સંબંધમાં સમાનતા નથી. સાંભળનારને એવું પણ લાગી શકે કે, બીજી વ્યક્તિ પોતાની બધી સમસ્યાઓ તેના પર ઠાલવી રહી છે.
ગેરસમજ ઊભી થઈ શકે છે: ફ્લડલાઇટિંગ ગેરસમજ ઊભી કરી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ઝડપથી વ્યક્તિગત માહિતી શેર કરે છે, ત્યારે બીજી વ્યક્તિ તેનું ખોટું અર્થઘટન કરી શકે છે. તેનાથી સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.
સીમાઓનું ઉલ્લંઘન: ફ્લડલાઇટિંગ સંબંધોમાં સીમાઓનું ઉલ્લંઘન કરી શકે છે. તેનાથી બીજી વ્યક્તિને એવું લાગી શકે છે કે, તેમની સીમાઓનું સન્માન કરવામાં આવી રહ્યું નથી, જેથી નારાજગી અને સંબંધમાં વિશ્વાસનો અભાવ થઈ શકે છે.
તાત્કાલિક કનેક્શન બનાવવાનો પ્રયાસ: ફ્લડલાઇટિંગથી એવું લાગી શકે છે કે, ખૂબ ઝડપથી મિત્રતા કે પ્રેમ થઈ ગયો છે, પરંતુ આ સાચું હોતું નથી અને બાદમાં આ ગેરસમજ તૂટી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ તરત જ પોતાની અંગત વાતો શેર કરવાનું શરૂ કરે છે, ત્યારે બીજી વ્યક્તિને લાગે છે કે કદાચ તેમનો ગાઢ સંબંધ બની ગયો છે, જ્યારે વાસ્તવમાં એવું હોતું નથી.
લોકો કેમ ફ્લડલાઈટિંગ કરે છે?
ફ્લડલાઈટિંગની સમસ્યા, ખાસ કરીને, Gen-Z યુવાનોમાં વધુ જોવા મળી રહી છે. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. ચાલો તેને ગ્રાફિક દ્વારા સમજીએ.

ચાલો ગ્રાફિક્સને વિગતવાર સમજીએ.
એકલતાનો ડર: કેટલાક લોકો એકલતાના ડરને કારણે ફ્લડલાઇટિંગ કરે છે. તેઓ ઝડપથી ભાવનાત્મક જોડાણ બનાવવા માંગે છે, જેથી તે એકલા ન પડી જાય.
ઝડપથી વિશ્વાસ જીતવાનો દેખાડો કરવા માટે: કેટલાક લોકો ઝડપથી વિશ્વાસ દર્શાવવા અને ભાવનાત્મક જોડાણ બનાવવા માંગે છે. તે વિચારે છે કે, તેમની અંગત માહિતી શેર કરવાથી તે બીજી વ્યક્તિની નજીક આવી જશે.
ધ્યાન આકર્ષિત કરવા માટે: કેટલાક લોકો ધ્યાન આકર્ષિત કરવા માટે ફ્લડલાઇટિંગનો ઉપયોગ કરે છે. તેઓ ઇચ્છે છે કે, અન્ય લોકો તેમની સમસ્યાઓ વિશે જાણે અને તેમની સાથે સહાનુભૂતિ રાખે.
ભાવનાત્મક ટેકો મેળવવા માટે: કેટલાક લોકો ભાવનાત્મક ટેકો મેળવવા માટે ફ્લડલાઇટિંગ કરે છે. તેઓ ઇચ્છે છે કે, અન્ય લોકો તેમની ભાવનાત્મક સમસ્યાઓ સાંભળે અને તેમને સહારો આપે.
સહાનુભૂતિ મેળવવા માટે: કેટલાક લોકો સહાનુભૂતિ મેળવવા માટે વિક્ટિ કાર્ડ (પીડિત હોવાનો દેખાવ કરવો) રમે છે. તે પોતાની સમસ્યાઓ એવી રીતે રજૂ કરે છે કે, બીજા લોકોને તેમના માટે દુઃખ અનુભવે.
ભાવનાત્મક નિયંત્રણ મેળવવા માટે: કેટલાક લોકો ઈમોશનલ કન્ટ્રોલ મેળવવા માટે ફ્લડલાઇટિંગનો ઉપયોગ કરે છે. તે પોતાની અંગત માહિતી શેર કરીને બીજી વ્યક્તિને ભાવનાત્મક રીતે સંવેદનશીલ બનાવવા માંગે છે.
ટ્રોમા ડમ્પિંગ: કેટલાક લોકો પોતાનો ટ્રોમા બીજા વ્યક્તિ પર ઢોળી દે છે. તે પોતાની ભાવનાત્મક સમસ્યાઓ શેર કરીને બીજા વ્યક્તિને ભાવનાત્મક રીતે થકવી દે છે.
ફ્લડલાઇટિંગથી કેવી રીતે દૂર રહી શકાય?
તમે ફ્લડલાઇટિંગ કરો કે તમારી સામેની વ્યક્તિ, તે બંને માટે નુકસાનકારક છે. જોકે, બંને લોકો માટે આને ટાળવાના રસ્તાઓ છે. ચાલો તેને ગ્રાફિક્સ દ્વારા સમજીએ.

ચાલો ગ્રાફિક્સને વિગતવાર સમજીએ.
ધીમે-ધીમે આગળ વધો: સંબંધમાં બધું જ એકસાથે શેર ન કરો. સંબંધને સ્વાભાવિક રીતે આગળ વધવા દો. સમય જતાં વાસ્તવિક જોડાણો બંધાય છે.
સીમાઓ નક્કી કરો: જો કોઈ તમારી સાથે ખૂબ જ ઝડપથી અંગત બાબતો શેર કરી રહ્યું હોય, તો તમારી સીમાઓ સ્પષ્ટ કરો. તેને શરૂઆતમાં જ જણાવો કે, તમને કયા પ્રકારની વસ્તુઓ શેર કરવામાં સહજતા અનુભવો છો.
લાગણીઓને સમજો: તેમની લાગણીઓ સાંભળો, પરંતુ તેની તમારા પર અસર ન થવા દો. તેમની વાતોને મહત્વ આપવું જરુરી છે, પણ તમારી લાગણીઓનું પણ ધ્યાન રાખો.
ઇરાદાને સમજવાનો પ્રયત્ન કરો: તે શા માટે આવું કરી રહ્યાં છે તે સમજવાનો પ્રયાસ કરો. શું તેઓ ફક્ત અટેન્શન મેળવવા કે ઝડપી સંબંધ બાંધવા માટે આવું કરી રહ્યાં છે?
સામેની વ્યક્તિના વલણને સમજો: જો આવું વારંવાર થાય, તો તેમને તેમની લાગણીઓ પર ધ્યાન આપવા કહો. તેમને મિત્ર સાથે વાત કરવા અથવા તેમની લાગણીઓ ડાયરીમાં લખવા કહો.
તમારી સલામતી મહત્વપૂર્ણ: શરૂઆતથી જ તેમની બધી અંગત બાબતો જાણવાની જરૂર નથી. તમારી ભાવનાત્મક સુરક્ષાને પ્રાથમિક્તા આપો.