2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
આજકાલ, ટેટૂ ચિતરાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. કૂલ અને સ્ટાઇલિશ દેખાવા માટે યંગસ્ટર્સ તેમના શરીર પર ટેટૂ કરાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટેટૂથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તે સ્કિન ઇન્ફેક્શન અને એલર્જિક રિએક્શન પેદા કરી શકે છે.
થોડા મહિના પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના 10 જિલ્લાઓમાં 40 લોકો ટેટૂ કરાવ્યા બાદ એચઆઈવીથી સંક્રમિત થયા હતા.
એટલું જ નહીં, ટેટૂ બ્લડ કેન્સરનું કારણ પણ બની શકે છે. તાજેતરમાં ટેટૂ અને કેન્સર વચ્ચેના કનેક્શનને સમજવા માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સ્વીડનની લુંડ યુનિવર્સિટીના આ અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, ટેટૂ ચિતરાવવાથી લિમ્ફોમા એટલે કે બ્લડ કેન્સરનું જોખમ 21% વધી જાય છે.
અભ્યાસમાં, 2007 અને 2017 વચ્ચે લિમ્ફોમાથી પીડિત 20 થી 60 વર્ષની વયના કેટલાક લોકોનો ડેટા લેવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લિમ્ફોમાથી પીડિત 21% લોકોના શરીર પર ટેટૂ હતા. આ અભ્યાસ ઈક્લિનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયો છે.
આ વર્ષે જુલાઈમાં વધુ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં અમેરિકામાં વપરાતા ટેટૂ અને પરમેનન્ટ મેકઅપ ઇંકના 75 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સંશોધકોને જાણવા મળ્યું કે 75માંથી 26 સેમ્પલમાં ઇન્ફેક્શન ફેલાવતા બેક્ટેરિયા હતા. આ અભ્યાસ એપ્લાઇડ એન્ડ એન્વાયર્નમેન્ટલ માઇક્રોબાયોલોજી મેગેઝીનમાં પ્રકાશિત થયો છે.
તો આજે તબિયતપાણીમાં આપણે ટેટૂના જોખમો વિશે વાત કરીશું. તમે એ પણ શીખી શકશો કે-
- ટેટૂની શાહીમાં કયા ખતરનાક રસાયણો જોવા મળે છે?
- ટેટૂથી કયા રોગો થઈ શકે છે?
ટેટૂની શાહીમાં ખતરનાક રસાયણો હોઈ શકે છે ટેટૂઝમાં વપરાતી શાહીમાં ઘણા રસાયણો હોઈ શકે છે જે કાર્સિનોજેનિક હોય છે. કાર્સિનોજેનિક એટલે એવા પદાર્થો જે કેન્સરનું કારણ બની શકે છે.
કેટલાક ટેટૂની ઇંકમાં એઝો નામનું રસાયણ હોઈ શકે છે. આ તે કેમિકલ છે જેનો ઉપયોગ કારના પેઇન્ટમાં થાય છે.
થોડાં વર્ષો પહેલાં, ઉંદરો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે, લાલ શાહીના સંપર્કમાં આવતા ઉંદરોમાં લિવર કેન્સર ડેવલપ થયું હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે તે મનુષ્યો માટે પણ ખૂબ જ ખતરનાક છે.
2016 માં ઓસ્ટ્રેલિયન સરકારના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટેટૂમાં વપરાતી કાળી શાહીમાં 83% પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) હોય છે, જે કાર્સિનોજેનિક છે. ટેટૂની શાહીમાં અન્ય કયાં ખતરનાક રસાયણો હોઈ શકે છે, નીચેના ગ્રાફિક પરથી સમજો-
ટેટૂ ચિતરાવવું સ્વાસ્થ્ય માટે જોખમી છે ટેટૂ આપણા સ્વાસ્થ્ય માટે કોઈપણ રીતે ફાયદાકારક નથી. પરંતુ લોકો તેને શોખ માટે બનાવે છે. ઘણી વખત ટેટૂ આર્ટિસ્ટ જૂની ઇંકનો ઉપયોગ કરે છે, જેમાં બેક્ટેરિયા હોઈ શકે છે, જે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
બિનવ્યાવસાયિક ટેટૂ આર્ટિસ્ટ ચેપનું જોખમ વધારે છે કારણ કે કેટલીકવાર તેઓ પૈસા બચાવવા માટે જૂની સોયનો ઉપયોગ કરે છે. આ વર્ષે મે મહિનામાં પૂર્વાંચલના 40 લોકોને ટેટૂ કરાવ્યા બાદ એઇડ્સ થયો હતો કારણ કે ટેટૂ આર્ટિસ્ટે જૂની સંક્રમિત સોયનો ઉપયોગ કર્યો હતો. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો કે ટેટૂ ચિતરાવવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે.
ટેટૂ ઇન્ફેક્શનનાં લક્ષણો ટેટૂને કારણે સ્કિન ઇન્ફેક્શન અને એલર્જીક રિએક્શનન શક્ય છે. જો સ્કિન સેન્સિટિવ હોય તો એલર્જીનું જોખમ વધી જાય છે. શરીરના તે ભાગની આસપાસ કેટલાક લક્ષણો દેખાઈ શકે છે જ્યાં ટેટૂ કરવામાં આવ્યું છે. આમાં ખંજવાળ અથવા સોજો સામેલ છે. આ સિવાય અન્ય કયાં લક્ષણો હોઈ શકે છે, તેને નીચેના ગ્રાફિક પરથી સમજો-
ટેટૂ અને સ્કિન કેન્સર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી દિલ્હીની એક્શન કેન્સર હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજી ડાયરેક્ટર ડો.સુશાંત મિત્તલ કહે છે કે, ‘ટેટૂથી ત્વચાનું કેન્સર થતું નથી. જો કે, ટેટૂ કરાવતી વખતે સાવચેતી ન રાખવી જોખમી બની શકે છે. ત્વચાના એવા ભાગો પર ટેટૂ કરાવવાનું ટાળો જ્યાં તલ અથવા મસા ઘણા હોય. હંમેશા એવા આર્ટિસ્ટ પાસે ટેટૂ કરાવો જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય.
ટેટૂની ઇંક કિડની અને લિવર માટે પણ હાનિકારક છે ટેટૂની શાહી કિડની અને લિવર માટે પણ જોખમી છે. સાયન્સ જર્નલ ‘જર્નલ ઑફ એનાલિટિકલ કેમિસ્ટ્રી’માં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, ટેટૂની શાહીમાં હાજર ખતરનાક રસાયણો સ્કિન, ફેફસાં અને લિવરમાં બળતરા પેદા કરી શકે છે. આ સિવાય તેઓ નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ટેટૂ કયા પ્રકારની એલર્જીનું કારણ બને છે? ટેટૂની શાહીમાં મળતા રંગ અને અન્ય કેટલાક રસાયણોથી એલર્જી થવાની શક્યતા છે. ટેટૂ કરાવ્યા પછી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે. ક્યારેક આ એલર્જી વર્ષો પછી પણ થઈ શકે છે. ટેટૂ એલર્જીના લક્ષણોમાં ખંજવાળ, લાલાશ, સોજો અને પરુ નીકળવાનો સમાવેશ થાય છે.
જો ટેટૂ કરાવ્યા પછી ઇન્ફેક્શન લાગે તો શું કરવું? જો ટેટૂ કરાવ્યા પછી ચેપ અથવા એલર્જીક રિએક્શન થાય છે, તો તેને અવગણશો નહીં. ઇન્ફેક્શનને આગળ વધતું અટકાવવા માટે ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો અને સારવાર લો. ઇન્ફેક્શનને આગળ વધતું અટકાવવા માટે ડૉક્ટર એન્ટિબાયોટિક્સ લેવાની સલાહ આપી શકે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે ઇન્ફેક્શન અથવા એલર્જીક રિએક્શનના કિસ્સામાં, તમારી પોતાની રીતે કોઈ ઘરગથ્થુ ઉપાય અજમાવશો નહીં. આમ કરવું સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.
ટેટૂ ચિતરાવવું કોને વધુ જોખમી છે? ડૉ. સુશાંત મિત્તલ કહે છે કે જે લોકોની સ્કિન સેન્સિટિવ હોય તેમણે ટેટૂ ન કરાવવું જોઈએ. આ સિવાય બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ તેનાથી બચવું જોઈએ. આ લોકોને ટેટૂ કરાવવામાં જોખમ વધારે રહે છે.