2 કલાક પેહલાલેખક: શશાંક શુક્લ
- કૉપી લિંક
આપણા સંબંધો વિશ્વાસ અને સમજણ પર આધારિત છે. કેટલીકવાર આ સંબંધો આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરવા લાગે છે. આથી સંબંધોમાં મર્યાદાઓ જળવાય તે જરૂરી બની જાય છે.
સંબંધોમાં એક સ્વસ્થ મર્યાાદા આપણને આપણા જીવનમાં શાંતિ અને સંતુલન જાળવવામાં મદદ કરે છે, સાથે આપણા સંબંધોને મજબૂત પણ બનાવે છે
આજના ઝડપી અને સ્પર્ધાત્મક વિશ્વમાં, જ્યાં દરેક વ્યક્તિ પોતાના માર્ગ પર દોડી રહ્યો છે. આપણે એ સમજવાની જરૂર છે કે સંબંધોમાં પણ આપણને આપણી પસંદગીઓ, ઈચ્છાઓ અને જરૂરિયાતો વ્યક્ત કરવાનો અધિકાર છે.
આવી સ્થિતિમાં આજે આપણે રિલેશનશિપમાં વાત કરીશું કે, –
- સંબંધમાં સ્વસ્થ મર્યાદા એટલે શું?
- અનહેલ્ધી બાઉન્ડ્રી શું છે?
- સંબંધમાં તંદુરસ્ત સીમાઓ કેવી રીતે જાળવી રાખવી?
તંદુરસ્ત મર્યાદા શું છે? દરેક સંબંધમાં અમુક બોલાયેલી અને ન બોલાયેલી મર્યાદાઓ હોય છે જેને આપણે ઓળંગતા નથી. જેમ કે, આપણે મિત્ર કે પાર્ટનરના ફોનની જાસૂસી ન કરવી જોઈએ. સાર્વજનિક સ્થળે બેસીને જોરથી વાત ન કરવી જોઈએ. ડોરબેલ વગાડ્યા વિના કોઈના રૂમ કે ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ.
જો કે આવા સંબંધોમાં હેલ્ધી બાઉન્ડ્રી હોવી જોઈએ, પરંતુ આપણા સમાજમાં સામાન્ય રીતે તંદુરસ્ત સીમાઓની અવગણના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક પિતાની ઈચ્છા તેમના પુત્રને ઓફિસર બનતા જોવાની હોય છે જ્યારે પુત્રનું સ્વપ્ન ચેસ ખેલાડી બનવાનું હોય છે.
અહીં પિતા, જાણ્યે-અજાણ્યે, પુત્રને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે પુત્ર કહે છે કે, તે પોતાની પસંદગીની કારકિર્દી પસંદ કરશે, ત્યારે પુત્ર સંબંધમાં આપમેળે તંદુરસ્ત સીમા બનાવવા લાગે છે. તેનાથી પુત્રનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપરાંત, જ્યારે પુત્ર તેના પિતાને આ સમજાવી શકશે, ત્યારે તે પોતાની મર્યાદાઓનું તો રક્ષણ કરશે જ સાથે અન્યની સીમાઓને તોડવાનું પણ ટાળશે.
ચાલો ગ્રાફિકને વિગતવાર સમજીએ.
સંબંધોમાં હેલ્ધી બાઉન્ડ્રી આપણા જીવનનાં ઘણાં પાસાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બાબત સંબંધો, કાર્યસ્થળ અને અંગત જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. તંદુરસ્ત મર્યાદાઓ સાથે આપણે સુરક્ષિત અનુભવીએ છીએ. જેમ કે આપણે કોઈની સાથે ગળે મળવાને બદલે હાથ મિલાવવાની ઈચ્છા વ્યક્ત કરી શકીએ છીએ. કોઈ મિત્ર સાથે બહાર જવાને બદલે, તમે કહી શકો છો, “મારે થોડો આરામ જોઈએ છે.” અમે નક્કી કરી શકો છો કે કયા વિષયો પર ચર્ચા કરવી તમારા માટે યોગ્ય નથી. આ સીમાઓ નક્કી કરીને આપણે આપણા જીવનમાં માનસિક અને શારીરિક શાંતિ જાળવી શકીએ છીએ.
બિનઆરોગ્યપ્રદ સીમાઓ શું છે? શું તમને ક્યારેય એવું લાગે છે કે તમારા જીવનમાં સંબંધોની સીમાઓ ઝાંખી થઈ રહી છે? તમારો મિત્ર વારંવાર તમારી પાસે પૈસા માગે છે અને તમને લાગે છે કે તમારું શોષણ થઈ રહ્યું છે. અથવા તમારો સાથી સતત તેની લાગણીઓથી તમારા પર બોજ નાખે છે.
તેનાથી તમે તણાવ અનુભવો છો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા માતા-પિતા તમારી વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેના કારણે તમને અંદરથી ગુસ્સો આવે છે? આ બધા સંકેતો છે કે તમારા સંબંધોમાં તંદુરસ્ત સીમાઓનો અભાવ છે.
સીમાઓ માત્ર અંગત સંબંધો સુધી મર્યાદિત નથી હોતી, પરંતુ ઓફિસ કે કામ પર પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિઓ માત્ર તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડતી નથી પરંતુ તમારા અંગત જીવનને પણ અસર કરે છે. આ સ્થિતિમાં લોકો ભાવનાત્મક રીતે થાક અનુભવે છે અને ખુશી ગાયબ થઈ જાય છે.
તંદુરસ્ત મર્યાદાઓ જાળવવાની રીતો દરેક વ્યક્તિ માટે સંબંધોમાં તંદુરસ્ત મર્યાદાઓ નક્કી કરવી મહત્ત્વ પૂર્ણ છે. પછી તે રોમેન્ટિક સંબંધ હોય કે મૈત્રીપૂર્ણ અથવા પારિવારિક. પ્રથમ તમારે સમજવું પડશે કે તમને શું જોઈએ છે. જો તમે વ્યક્તિગત સ્વતંત્રતા વિશે ચિંતિત છો, તો તમે તમારા સાથી સાથે બેસીને તેના વિશે વાત કરી શકો છો. કપલ્સ કોચ અને થેરેપિસ્ટ અપર્ણા માથુર કહે છે કે, આપણે કેટલાક પ્રશ્નો દ્વારા સંબંધમાં તંદુરસ્ત સીમાઓ બનાવી શકીએ છીએ. ચાલો જાણીએ આ પ્રશ્નો વિશે.
આ 9 પ્રશ્નોની મદદથી તંદુરસ્ત સીમાઓ બનાવો
- તમારા સંબંધમાં તમને શું જોઈએ છે તે જાણવાનો પ્રયાસ કરો.
- તમારી જાતને પૂછો કે તમને કઈ બાબત અસ્વસ્થ બનાવે છે
- તમે બીજામાં કયા ગુણોની કદર કરો છો તે વિશે વિચારો.
- તમારો સમય તમે કેવી રીતે પસાર કરવા માગો છો તે વિશે સ્પષ્ટ રહો.
- તમારી ખુશી અને સંતોષ માટે કઈ બાબતો મહત્ત્વપૂર્ણ છે?
- કોઈની સાથેના અનુભવના આધારે તમારી મર્યાદા સમજો
- શું કોઈએ એવું કંઈક કહ્યું જેનાથી તમને અપમાનનો અનુભવ થયો?
- શું કોઈના કારણે તમને શારીરિક રીતે અસ્વસ્થતા અનુભવાઈ છે?
- શું તમારા પર એવું કંઈક કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે જે તમારા મૂલ્યો સાથે મેળ ખાતું નથી?
આ બધું વિચારીને તમે તમારી મર્યાદા નક્કી કરી શકો છો. તમારી લાગણીઓ પણ વ્યક્ત કરો, જેથી સામેની વ્યક્તિ તેને યોગ્ય રીતે સમજે. જો કોઈ વ્યક્તિ મર્યાદાને પાર કરે છે, તો તમારી જરૂરિયાતોને નિશ્ચિતપણે ફરીવાર કહો. આ સાથે, તમે સ્વસ્થ સીમાઓ દ્વારા સ્વસ્થ સંબંધ બનાવી શકશો.