1 કલાક પેહલા
- કૉપી લિંક
ડિસેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવાથી ઉત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં શિયાળાએ જોર પકડ્યું છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજું પણ વધશે.
શિયાળામાં, લોકો કડકડતી ઠંડીથી પોતાને બચાવવા માટે વૂલન સ્વેટર અને શાલ પહેરે છે. જે આપણને માત્ર ઠંડીથી જ નથી બચાવતા પણ શરીરને ગરમ પણ રાખે છે. પરંતુ એક-બે વાર ધોયા પછી ઊની કપડાં પર રુંવાંટી દેખાવા લાગે છે. જેના કારણે મોંઘાં કપડા પણ જૂના દેખાવા લાગે છે. લોકો આને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. જો કે, આને કેટલાક સરળ ઉપાયો દ્વારા દૂર કરી શકાય છે.
તો આજે કામનાના સમાચારમાં આપણે વાત કરીશું કે ઊની કપડા પરની રુંવાંટી કેવી રીતે દૂર કરવા? તમે એ પણ જાણી શકશો કે-
- વૂલન કપડાં પર રેસા કેમ ઉખડવા લાગે છે?
- કપડાં ધોતી વખતે કઈ સાવચેતી રાખવી જરૂરી છે?
પ્રશ્ન: ઊની કપડાં રુંવાંટી કેમ દેખાય છે?
જવાબ: ઊની કપડાં પર રેસા ઉખળવાના ઘણાં કારણો છે. તેને નીચેના પોઈન્ટર્સ વડે સમજો-
- વૂલન કપડાંને વધારાની કાળજીની જરૂર છે. ઘણીવાર, યોગ્ય કાળજી ન લેવાને કારણે ઉની કપડાં પર રુંવાંટી થવા લાગે છે.
- દરેક કપડાને ધોવાની અલગ રીત હોય છે. કપડાને ખોટી રીતે ધોવા અથવા સૂકવવાથી પણ રુંવાંટી થવા લાગે છે
- કેટલાક લોકો ઠંડીના દિવસોમાં ઊની કપડાં પહેરીને સૂઈ જાય છે. કપડા પર રેસા દેખાવાનું આ પણ એક મોટું કારણ છે
- ગરમ પાણીથી ઊની કપડા ધોવાથી પણ રેસા ખરી શકે છે
- જો ઊન સસ્તું હોય અથવા નબળી ગુણવત્તાનું હોય, તો પણ તેના પર રુંવાંટી થઈ શકે છે
પ્રશ્ન: ઊની કપડાં પર દેખાતી રુંવાંટીને આપણે કેવી રીતે સાફ કરી શકીએ?
જવાબ: શિયાળાના સમયમાં વૂલન કપડાં પર રેસા ગુંચવાવાની અને ઉખળવાની સમસ્યા સામાન્ય છે. આવી સ્થિતિમાં, કેટલીક ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આને અપનાવીને તમે ઘરે બેઠાં જ વૂલન કપડામાંથી બગડેલા રેસા સરળતાથી દૂર કરી શકો છો. તેમને નીચેના ગ્રાફિકમાં જુઓ-
ચાલો ઉપરોક્ત ગ્રાફિકને વિગતવાર સમજીએ.
પેકિંગ ટેપથી રુંવાંટી દૂર કરો પેકિંગ ટેપ દ્વારા વૂલન કપડાંમાંથી ખરાબ રેસાને દૂર કરવાની ખૂબ જ સરળ રીત છે. આ માટે સૌ પ્રથમ તમારે તે જગ્યા પર ટેપ લગાવવી પડશે જ્યાં રેસા દેખાય છે. આ પછી ટેપને આંચકાથી ખેંચવી પડશે. આનાથી તે જગ્યા પરના તમામ રેસા થોડીવારમાં જ દૂર થઈ જશે.
વિનેગર પણ ઉપયોગી છે વૂલન કપડાંમાંથી રુંવાંટી દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે કપડાને ધોતાં પહેલાં થોડીવાર પાણીમાં પલાળી રાખો. તેમાં એક ચમચી વિનેગર ઉમેરો. થોડા સમય પછી કપડાને હળવા હાથે ઘસો. તેનાથી કપડામાંથી રુંવાંટી પણ દૂર થઈ જશે.
શેવિંગ રેઝર વડે વૂલન ક્લોથ પરની રુંવાંટી સાફ કરો તમે શેવિંગ રેઝરથી પણ ઊની કાપડ પરની રુંવાંટી દૂર કરી શકો છો. આ માટે બ્લેડ વાળું રેઝર લો. તેને વૂલન કપડા પર હળવા હાથે ઘસો. તેનાથી રેસા સરળતાથી સાફ થઈ જશે. જોકે, ધ્યાન રાખો કે રેઝરનો ઉપયોગ સાવધાનીથી કરો, જેથી કપડાને નુકસાન ન થાય.
કાંસકા વડે ગુંચવાયેલા રેસા દૂર કરો કાંસકા વડે રેસા દૂર કરવા એ દેશી પદ્ધતિ છે. આમાં કોઈ ખર્ચ નથી. આ માટે તમારે ઉનની રુવાંટીવાળા વિસ્તાર પર કાંસકો ફેરવવો પડશે. તેનાથી કાંસકામાં ફસાયેલા રેસા નીકળી જશે.
લિન્ટ રિમૂવરનો ઉપયોગ કરો લિન્ટ રિમૂવરનો ઉપયોગ વૂલન કપડાંમાંથી રુંવાંટી દૂર કરવા માટે કરી શકાય છે. તમે તેને ઓનલાઈન અથવા ઓફલાઈન ઓર્ડર કરી શકો છો. તે પ્લાસ્ટિકનું ઇલેક્ટ્રિક ઉપકરણ છે, જે ખૂબ જ હલકું અને ઓછું વજન ધરાવે છે. તેને સરળતાથી લઈ જઈ શકાય છે. સ્વેટર, જેકેટ અથવા શાલમાંથી રુંવાટીને દૂર કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
પ્રશ્ન- વૂલન કપડા પર વધતી રુંવાંટી અટકાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- જો આપણે વૂલન કપડાંની યોગ્ય કાળજી રાખીએ તો તેના પર રુંવાંટી નહીં વળે. નીચે ગ્રાફિકમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, તમે તેને અપનાવી શકો છો.
પ્રશ્ન- વોશિંગ મશીનમાં વૂલન કપડાં ધોતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- જો તમે વૂલન કપડા ખોટી રીતે ધોશો તો તે ઝડપથી બગડી શકે છે. ઉપરાંત, તેમાં રુંવાંટી વધી જવાની સંભાવના પણ વધારે છે. તેથી, ઊની કપડાં હંમેશા ઠંડા પાણીમાં જ ધોવા જોઈએ. ગરમ પાણીથી ધોવાથી ઊન સંકોચાઈ શકે છે અને તેનું પોત બગડી શકે છે.
મશીનને બદલે વૂલન કપડાં હાથથી ધોવા વધુ સારું છે. જો તમે મશીનમાં વૂલન કપડાં ધોતા હો તો ‘વૂલ’ અથવા ‘ડેલિકેટ’ મોડ ચાલુ કરો. કપડાં ધોતી વખતે તેને ઘસવાનું ટાળો.