36 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
આપણે ભારતીય ભોજનના ખૂબ જ શોખીન છીએ. સ્વાદનું વળગણ એવું છે કે ખાવાથી જ સ્વાસ્થ્ય બગડે છે. આપણને તળેલું અને મસાલેદાર ખાવાનું બહુ ગમે છે, પરંતુ આવી ખાવાની આદતોને કારણે આપણા શરીરમાં સોડિયમ-પોટેશિયમનું સંતુલન પણ ખોરવાઈ જાય છે, જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. સામાન્ય રીતે લોકો બટર નાન, બટરવાળા પરાઠા, દાલ મખની અથવા જેકફ્રૂટ ખાય છે. જો આ વસ્તુઓ અથવા એના જેવા ખોરાક પણ તમારી થાળીનો એક ભાગ છે, તો ચોક્કસપણે તમારું બ્લડપ્રેશર અન્ય કરતાં વધારે હોઈ શકે છે. તમને અન્ય લોકો કરતાં સ્થૂળતાનું જોખમ પણ વધારે છે.
PGIMER, ચંદીગઢ અને ધ જ્યોર્જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થના સંયુક્ત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના ખોરાકમાં ઘણું મીઠું અને ફોસ્ફરસ હોય છે, જે કોઈપણનું હાઇપરટેન્શન વધારી શકે છે. એમાં પોટેશિયમ અને પ્રોટીનની પણ ઊણપ હોય છે.
આજે ‘તબિયતપાણી’માં આપણે આપણી ખાનપાનની આદતો વિશે વાત કરીશું અને આપણે જાણીશું કે…
- એમાં કયાં પોષકતત્ત્વો ભરપૂર હોય છે?
- કયાં પોષકતત્ત્વોનો અભાવ હોય છે?
- સંતુલિત અને હેલ્ધી થાળી એટલે શું?
અભ્યાસ શું કહે છે?
મેડિકલ જર્નલ ફ્રન્ટિયર્સ ઓફ ન્યૂટ્રિશનમાં ઉત્તર ભારતના ખોરાકની આદતો પર એક અભ્યાસ પ્રકાશિત થયો છે. આ મુજબ ઉત્તર ભારતીય ખોરાકમાં સોડિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ સામાન્ય રીતે જરૂરિયાત કરતાં ઘણું વધારે હોય છે, જ્યારે પોટેશિયમ અને પ્રોટીન ખૂબ જ ઓછું હોય છે. આ પ્રકારના ડાયટને અસંતુલિત આહાર કહેવામાં આવે છે, જેના કારણે શરીરને સ્વસ્થ રાખવું મુશ્કેલ બને છે અને અનેક બીમારીઓ પણ ઘર કરી જાય છે. દિલ્હીના ડાયટેટિક્સ અને ‘વનડિટોડે’ના સ્થાપક ડૉ. અનુ અગ્રવાલ કહે છે, આ અભ્યાસ ઉત્તર ભારતીયો પર વધુ કેન્દ્રિત છે, પરંતુ ખોરાકની બાબતમાં મોટા ભાગના ભારતીયોની સ્થિતિ સમાન છે. તેમનો આહાર સંતુલિત નથી.
WHO શું કહે છે?
ડબ્લ્યુએચઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તંદુરસ્ત માત્રામાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન ખાવાની ભલામણ કરે છે. આના કરતાં વધુ કે ઓછું પ્રમાણ આપણા સ્વાસ્થ્યને મુશ્કેલીમાં મૂકી શકે છે.
- પુખ્ત વ્યક્તિને દરરોજ 2 ગ્રામ સોડિયમ લેવાની ભલામણ કરવામાં આવે છે, જ્યારે 65 ટકાથી વધુ ઉત્તર ભારતીયો દરરોજ 8 ગ્રામથી વધુ સોડિયમ લે છે.
- WHO અનુસાર, પુખ્ત વ્યક્તિએ દરરોજ 700 માઇક્રોગ્રામ ફોસ્ફરસ લેવું જોઈએ, જ્યારે ઉત્તર ભારતમાં મોટા ભાગના લોકો આના કરતાં ઘણું વધારે ખાઈ રહ્યા છે.
- WHO જણાવે છે કે પુખ્ત વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 3.5 ગ્રામ પોટેશિયમ લેવું જોઈએ, જ્યારે મોટા ભાગના લોકો 2 ગ્રામ પણ ખાતા નથી.
- પ્રોટીનની બાબતમાં ઉત્તર ભારતીયોની સ્થિતિ પણ લગભગ આવી જ છે. WHO કહે છે કે આપણે આપણા વજનના કિલોગ્રામદીઠ 0.8 ગ્રામથી 1 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ.
આ ખોરાકમાં શું ખૂટે છે?
PGIMERના અભ્યાસ મુજબ, ઉત્તર ભારતીય ફૂડ પ્લેટમાં પોટેશિયમ અને પ્રોટીનની ઊણપ હોય છે.
પોટેશિયમ આપણા શરીર માટે આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ છે. આ આપણા સ્નાયુઓ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પોટેશિયમની ઊણપથી ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે.
આ રીતે તમે શરીરમાં પોટેશિયમના ઘટાડાને ઓળખી શકો છો
જો શરીરમાં પોટેશિયમની ઊણપ હોય તો તમે પેશાબ કરતી વખતે વિચિત્ર કળતરની લાગણી અનુભવી શકો છો. સતત થાક, કબજિયાત અને માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા શરૂ થશે. જો એનું લેવલ ખૂબ જ ઘટી જાય તો હૃદયના ધબકારામાં અસામાન્ય ફેરફાર થાય છે, જેને ‘એરિથમિયા’ કહે છે. એમાં હૃદયના ધબકારા સતત ઘટતા જાય છે. એની સંપૂર્ણ અસર તમારા ચહેરા પર પણ જોવા મળે છે. એની ઊણપ તમને 5થી 7 વર્ષ વહેલાં વૃદ્ધ બનાવે છે.
શરીરમાં પોટેશિયમની ઊણપને કારણે કઈ સમસ્યાઓ થઈ શકે છે, ગ્રાફિક પરથી સમજો-
પોટેશિયમ મેળવવા માટે શું ખાવું
જો પોટેશિયમનું દરરોજ યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. WHO અનુસાર, આપણે દરરોજ ઓછામાં ઓછું 3.5 ગ્રામ પોટેશિયમ ખાવું જોઈએ. પોટેશિયમ મેળવવા માટે તમારે ફળો અને શાકભાજી તરફ વળવું પડશે.
પ્રોટીનની ઊણપને કારણે તમે બીમાર પણ પડી શકો છો
પ્રોટીનનો અભાવ થાકનું કારણ બનશે. હાડકાં નબળાં થવાં લાગશે, વાળ ખરવા લાગશે, નખ સફેદ થવા લાગશે. એનિમિયાનાં લક્ષણો દેખાવાં લાગશે. ચાલો… ગ્રાફિક્સથી સમજીએ કે પ્રોટીનની ઊણપથી કયા ગંભીર રોગો થઈ શકે છે-
પ્રોટીન ખૂબ જ જરૂરી છે
આપણા સ્નાયુઓ, હાડકાં, ચામડી, વાળ અને શરીરના દરેક ટિસ્યૂ પણ પ્રોટીનથી બનેલા હોય છે. આ સિવાય એ ખાસ પ્રકારના એન્ઝાઇમ પણ બનાવે છે. લોહીમાં હિમોગ્લોબિનની સારી માત્રા જાળવવા માટે પણ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. આ કેવી રીતે પૂર્ણ થઈ શકે છે, ગ્રાફિક્સમાંથી સમજો-
વધુપડતા સોડિયમને કારણે હાર્ટ સ્ટ્રોકનું જોખમ
વધુ પડતા મીઠાનું સેવન કરવાથી બ્લડપ્રેશર ઝડપથી વધે છે. હાઇ બ્લડપ્રેશર હૃદયના સ્વાસ્થ્યને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે. આપણે ખોરાકમાં જે મીઠું વાપરીએ છીએ એમાં સોડિયમ હોય છે. જેમ-જેમ આપણે એને ખાઈએ છીએ, શરીર એને પાતળું બનાવવા માટે પાણી લે છે. આનાથી કોષોની આસપાસ પ્રવાહી અને લોહીનું પ્રમાણ પણ વધે છે. વધુ લોહીનો અર્થ એ છે કે એને પમ્પ કરવામાં હૃદયનું કાર્ય વધશે. પરિણામે, હૃદય થાકવા લાગે છે, જે કોઈપણ સમયે હાર્ટ સ્ટ્રોક તરફ દોરી શકે છે.
વધુ પડતું ફોસ્ફરસ પણ જીવલેણ બની રહ્યું છે
ઉત્તર ભારતીય ખાદ્યપદાર્થોમાં ફોસ્ફરસનું પ્રમાણ પણ WHO દ્વારા ભલામણ કરાયેલી માત્રા કરતાં ઘણું વધારે છે. વધારે ફોસ્ફરસ તમારા હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચે છે, જેના કારણે હાડકાં નબળાં પડવાનો ડર રહે છે. જો આપણે એની જરૂરિયાત પૂરી કરવા માટે વધુ કેલ્શિયમનું સેવન કરીએ તો એ રક્તવાહિનીઓ, ફેફસાં, આંખો અને હૃદયમાં જમા થવા લાગે છે. એનાથી હાર્ટ-એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.