8 મિનિટ પેહલા
- કૉપી લિંક
દરેક માનવી માટે સૌથી મહત્ત્વની વસ્તુ સુખ છે. પરંતુ તે ક્યાંથી આવે છે? પૈસા અને સુખ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? શું ખુશ રહેવા માટે શારીરિક તંદુરસ્તી જ કાફી છે? આવા અનેક પ્રશ્નોના જવાબો મેળવવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીએ 1938માં એક અભ્યાસ શરૂ કર્યો હતો. તેને નામ આપવામાં આવ્યું હતું – હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ.
આ માટે, વિશ્વભરના 724 સહભાગીઓ અને તેમના 2000 થી વધુ વંશજોના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું યુવાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મૂળ જૂથમાંથી લગભગ 60 લોકો આજે 90 વર્ષની ઉંમરે પહોંચ્યા છે અને હજુ પણ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે.
એકલતા જીવલેણ છે
તમારા પરિવાર, મિત્રો અને સમાજની નજીક રહો અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે, જે લોકો મજબૂત સંબંધો જાળવી રાખે છે અને એવી વસ્તુઓ કરે છે જેનાથી તેઓ ખુશ થાય છે તેઓની ઉંમરમાં પણ વધારો થાય છે.
કેટલાક લોકોએ જીવનમાં ખૂબ પૈસા કમાયા, ઉચ્ચ ડિગ્રી મેળવી અથવા સારી નોકરી મેળવી, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો કાં તો એકલા પડી ગયા અથવા અકાળે મૃત્યુ પામ્યા.
બીજી બાજુ, એવા લોકો હતા જેમણે તેમના જીવનમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. એવી નોકરીમાં કામ કર્યું, જેમાં કદાચ વધારે પગાર ન મળ્યો હોય, પરંતુ તેમણે જીવનને એક અર્થ આપ્યો અને તેમણે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. તેઓ માત્ર લાંબા સમય સુધી જીવ્યા એટલું જ નહીં, પણ પ્રમાણમાં ખુશ પણ વધારે હતા.
અભ્યાસો કહે છે કે જે લોકો કુટુંબ, મિત્રો અને સમુદાય સાથે વધુ જોડાયેલા રહે છે તેઓ ઓછા જોડાયેલા લોકો કરતા વધુ સુખી અને શારીરિક રીતે સ્વસ્થ જીવન જીવે છે.
એકલતા તમને મારી શકે છે એ સમજવું અગત્યનું છે કે, એકલતા ‘એકાંત’થી અલગ છે. એકાંત એ સકારાત્મક શબ્દ છે કારણ કે તેમાં પસંદગીની ભાવના શામેલ છે. જ્યારે એકલતા એ ખાલીપણાની માત્ર ક્ષણિક લાગણી નથી, પરંતુ તે લાંબા ગાળાના તણાવનું કારણ બની શકે છે. દરરોજ અડધો પેકેટ સિગારેટ પીવાથી જેટલી આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે તેટલી જ અસર એકલતાથી થાય છે, તે એક ધીમું ઝેર છે જો તેના પર ધ્યાન ન રાખવામાં આવે તો તે જીવનમાં ઘૂસી શકે છે.
દરેક વ્યક્તિનું જીવન હંમેશા સરખું હોતું નથી. ઘણા સંજોગો સુખને મુશ્કેલ બનાવે છે. જેમાં માતા-પિતાનું અકાળે મૃત્યુ, ભેદભાવ, બાળ શોષણ, ગરીબી કે બીમારી જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ સારા સામાજિક સંબંધો મુશ્કેલીઓ માંથી માર્ગ કાઢવાનું સરળ બનાવે છે.
તેમાં કોઈ શંકા નથી કે પૈસા તમારી ખુશીને અસર કરે છે, પરંતુ માત્ર અમુક હદ સુધી. તે લાંબા સમયના સુખની ખાતરી આપી શકતું નથી.
નિષ્કર્ષ કહે છે કે, કસરત, સારો આહાર અને સ્વસ્થ રહેવું સુખી જીવન માટે પૂરતું નથી. તે બાબતો મહત્ત્વની છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વની બાબત એ છે કે સારા સંબંધો. આ એવા છે જે લાંબા ગાળાનું સુખ આપી શકે છે. તેથી તમારા નજીકના સંબંધોમાં રોકાણ કરો.
તમારા વિશે સૌથી વધુ કાળજી લેનારાઓ વિશે વિચારો અભ્યાસ એ પણ સૂચવે છે કે તમારા નજીકના અને સામાજિક સંબંધોને કેવી રીતે મજબૂત કરવા, પછી ભલે તે ઘરે હોય, મિત્રો સાથે હોય, કામ પર હોય કે તમારા સમુદાયમાં હોય. આ માટે આવા કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે-
- તમારી અંદર જુઓ અને પરિસ્થિતિને જાણો. જીવનની વ્યસ્તતામાં, કેટલીકવાર આપણે આપણા સંબંધોના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ હોઈએ છીએ. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેવા માટે સમય કાઢો. આનાથી આપણને એ સમજવામાં મદદ મળે છે કે આપણે આપણા સંબંધોની ક્યાં અવગણના કરી રહ્યા છીએ અને તેને સુધારવા માટે કેવી રીતે આગળ વધવું.
- અભ્યાસમાં એક ચાર્ટ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. આમાં તમારા જીવનના સૌથી ખાસ લોકોની યાદી બનાવો. પછી જુઓ કે તમે તેમની સાથે કેવી રીતે સંબંધ રાખો છો? તમે તેમની સાથે કેટલો સમય પસાર કરો છો? આ તમને એ નક્કી કરવામાં મદદ કરશે કે જે લોકો તમને હસાવે છે અથવા તમને ખુશ કરે છે તેમની સાથે વધુ સમય વિતાવવો અને જે લોકો તમને દુઃખી અને મુશ્કેલીનું કારણ બને છે તેમની સાથે ઓછો સમય વિતાવવો.
- તમારા સંબંધોને પ્રાથમિકતા આપો અને હાજર રહો. આનો અર્થ એ છે કે જ્યારે લોકો વાત કરે છે, ત્યારે ધ્યાનથી સાંભળો. રસ દર્શાવો અને સ્નેહ દર્શાવો. આ બધી બાબતો અન્ય લોકો સાથેની નાની વાતચીતને પણ દરેક માટે વધુ અર્થપૂર્ણ અને ફાયદાકારક બનાવી શકે છે.
- આપણામાંના ઘણા લોકો તેમનો ખાલી સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે અથવા ભાગ્યે જ ધ્યાન આપે છે કે તેમની આસપાસ કોણ અને શું છે. જ્યારે તમે અન્ય લોકો સાથે હો ત્યારે તેમને તમારું સંપૂર્ણ ધ્યાન આપવા માટે સમય કાઢો. તે તેમને અને તમારા માટે એક ભેટ છે, જે સંબંધોની ઉષ્માને વધારે છે.
- તમારા માટે સૌથી ખાસ વ્યક્તિ વિશે વિચારો. તેમનું હોવું તમારા માટે શું અર્થ છે તે વિશે વિચારો, તેઓએ તમારા માટે કેટલું મહત્ત્વ રાખે છે? તમે તેમના વિના ક્યાં હોત? તમે કોણ હોત? હવે વિચારો કે જો તમને એમ લાગતું હોય કે કદાચ તમે તેમને ફરી ક્યારેય નહીં જોઈ શકશો તો તમે તેમનો શા માટે આભાર માનશો. અને આ ક્ષણે, હમણાં જ તેમની તરફ વળો. તેમને ફોન કરીને આ બધું કહો.