1 કલાક પેહલા
- કૉપી લિંક
હાઇપરટેન્શન એટલે કે હાઇ બ્લડપ્રેશર (બીપી), જેનાથી દર ત્રણમાંથી એક પુખ્ત અસરગ્રસ્ત હોય છે. આ વાત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કહેવામાં આવી છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે આમાંથી 90% લોકોને ખબર નથી કે તેમને હાઇપરટેન્શન છે. આ જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ હાઇપરટેન્શન લીગ (WHL)એ 2005માં હાયપરટેન્શન પર વૈશ્વિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, હાઇપરટેન્શન એ કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને મૃત્યુનું મુખ્ય કારણ છે. WHLએ પણ કહે છે કે વિશ્વભરમાં હાઈ બ્લડપ્રેશરથી પીડાતી અડધી વસતિ હાઇપરટેન્શનનાં લક્ષણોથી અજાણ છે.
આગળ વધતાં પહેલાં નીચેના ગ્રાફિકમાં દર્શાવેલી હાઇપરટેન્શન સંબંધિત કેટલીક હકીકતો પર નજર કરો
એથી આજે ‘તબિયતપાણી’માં આપણે હાઇપરટેન્શન અને એનાથી સંબંધિત કેટલાંક લક્ષણો વિશે જાણીશું. તમે એ પણ જાણી શકશો કે-
- હાઇપરટેન્શન શું છે અને એ થવા પાછળનું કારણ શું છે?
- તમને હાઇપરટેન્શન છે કે કેમ એ કેવી રીતે જાણવું?
- હાઇપરટેન્શનથી બચવા શું કરવું?
હાઇપરટેન્શન શું છે, શા માટે તે એક સામાન્ય સમસ્યા બની રહી છે?
હાઇપરટેન્શન એટલે આપણા બ્લડપ્રેશરમાં વધારો, એટલે કે રક્તવાહિનીઓમાં ખૂબ જ ઊંચો બ્લડ ફ્લો (140/90 mmHg અથવા વધુ) ક્યારેક-ક્યારેક બ્લડ ફ્લો વધવો સામાન્ય છે, પરંતુ જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે અને એની સારવાર ન કરવામાં આવે તો એ ગંભીર બની શકે છે. હાઇપરટેન્શન ધરાવતા લોકો એનાં લક્ષણો અનુભવતા નથી. એ શોધવાનો એકમાત્ર રસ્તો એ છે કે સમયાંતરે તમારું બ્લડપ્રેશર ચેક કરાવવું.
બ્લડપ્રેશરને બે નંબર તરીકે લખવામાં આવે છે. પ્રથમ સિસ્ટોલિક નંબર છે, જે હૃદયના ધબકારા દરમિયાન બ્લડ વેસલ્સ પરના દબાણને જણાવે છે. બીજો એક ડાયસ્ટોલિક નંબર છે, જે બે ધબકારા વચ્ચેની વેસલ્સ પરના દબાણને જણાવે છે. 120/80 mmHg એ સામાન્ય બ્લડપ્રેશર રીડિંગ છે. જો રીડિંગ આ કરતાં વધારે હોય તો એ હાઇપરટેન્શનની શરૂઆત છે.
તમને હાઇપરટેન્શન છે કે કેમ એ કેવી રીતે જાણવું?
હાઇપરટેન્શનનાં ઘણાં લક્ષણો છે, જે અન્ય રોગની જેમ દેખાતાં નથી, કારણ કે એ સામાન્ય રીતે ઘણાં વર્ષો સુધી કોઈ લક્ષણો દેખાતાં નથી. સિવાય કે શરીરના કોઈ જરૂરી અંગને નુકસાન ન થાય, તેથી જ હાઈ બ્લડપ્રેશરને ‘સાયલન્ટ કિલર’ કહેવામાં આવે છે. એનાં લક્ષણો છુપાયેલાં રહે છે, જેને આપણે અવગણીએ છીએ.
ગ્રાફિકમાં જાણો હાઇપરટેન્શન સંબંધિત લક્ષણો શું છે-
જો તમને આ પૈકી બે કરતાં વધુ લક્ષણોનો અનુભવ થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
હાઇપરટેન્શનને કારણે હૃદયરોગ વધી રહ્યો છે
ઘણા લોકો માટે હાઇપરટેન્શનનો અર્થ વધુપડતો તણાવ, નર્વસ છે. તબીબી ભાષામાં હાઈપરટેન્શન એટલે બ્લડપ્રેશરમાં સતત વધારો. કારણ ગમે તે હોય. જ્યારે હાઈ બીપી કંટ્રોલમાં ન હોય તો એ સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, હાર્ટ-એટેક અને ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ વધારે છે.
હાઇપરટેન્શનને કારણે કયા રોગો થાય છે એ ગ્રાફિકમાં જાણો-
વૃદ્ધ લોકો હાઇપરટેન્શન વિશે વધુ ફરિયાદ કરે છે
વધતી ઉંમર સાથે અને આનુવંશિક કારણોસર હાઈ બ્લડપ્રેશરનું જોખમ વધી શકે છે, પરંતુ ખોરાકમાં મીઠું વધુ ખાવું, શારીરિક રીતે એક્ટિવ ન રહેવું અને વધુપડતું આલ્કોહોલ પીવું, જેવાં પરિબળો પણ હાઇપરટેન્શનનું જોખમ વધારી શકે છે.
નીચેના ગ્રાફિકમાં જાણો હાઈ બ્લડપ્રેશરનાં કારણો શું છે-
હાઈ બ્લડપ્રેશરની સારવાર શું છે?
જો તમને હાઈ બ્લડપ્રેશર હોય તો તમારે માત્ર ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લેવી જોઈએ. હાઈ બ્લડપ્રેશર તપાસવાની સાથે ડૉક્ટર એ પણ જોશે કે તમને કોઈ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે કે નહીં. આ જોયા પછી જ તમને સારવાર આપવામાં આવશે.
આની મદદથી તમે હાઇપરટેન્શનથી બચવા માટે તમારી લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરી શકો છો, જેથી તમારું બીપી સામાન્ય રહેશે. નીચેના ગ્રાફિકમાં જાણો-
- તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફારો કરવા, જેમ કે સ્વસ્થ આહાર લેવો, તમાકુ અને સિગારેટ છોડવી અને વધુ એક્ટિવ રહેવું તમારા બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદ કરી શકે છે.
- કેટલાક લોકોને એવી દવાઓની જરૂર પડી શકે છે, જે અસરકારક રીતે હાઈ બીપીને કંટ્રોલ કરી શકે અને એને વધતું અટકાવી શકે.
- બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે શક્ય એટલા વધુ એક્ટિવ રહો, કસરત કરો અથવા ધ્યાન કરો. એનાથી તમારું બીપી કંટ્રોલમાં રહેશે. તમે ફિટ પણ અનુભવશો.
- કેફીન બ્લડપ્રેશર વધારે છે અને આવી સ્થિતિમાં તમારે ચા અને કોફીનું સેવન ઓછું કરવું જોઈએ.
- ધૂમ્રપાન અને વધુપડતું આલ્કોહોલ પણ હાઇપરટેન્શનનું કારણ બને છે, તેથી તમારે આ આદતોથી દૂર રહેવું જોઈએ.
આમ કરવાથી તમે ફક્ત તમારા બ્લડપ્રેશરને કંટ્રોલ જ નહીં થાય, પરંતુ એનાથી સંબંધિત રોગોથી પણ તમને રાહત મળશે.