21 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
પહાડોમાં હિમવર્ષાને કારણે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યો શીત લહેર(કોલ્ડવેવ)ની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી સપ્તાહમાં પણ કોઈ રાહત નહીં મળે.
આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. થોડી બેદરકારી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ઠંડીના કાતિલ મોજાં જીવલેણ પણ બની શકે છે.
તો આવો, આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું કે કોલ્ડ વેવથી બચવા શું કરવું? તમે એ પણ જાણી શકશો કે-
- કોલ્ડ વેવ કેવા લોકો માટે વધુ ખતરનાક છે?
- શીત લહેર દરમિયાન કેવી સાવચેતી રાખવી જોઈએ?
નિષ્ણાત: ડૉ. સત્યેન્દ્ર કુમાર સોનકર, ઇન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટ, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનૌ
પ્રશ્ન- શીત લહેર (કોલ્ડવેવ) શું છે? જવાબ- ભારતીય હવામાન વિભાગના મતે જ્યારે મેદાનોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું હોય ત્યારે તેને શીત લહેર કહેવામાં આવે છે. આ સિવાય જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય અને અચાનક તે -4.5 થી -6.4 ડિગ્રી સુધી ઘટી જાય તો તેને પણ શીત લહેર માનવામાં આવે છે. સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શીત લહેરોનો પ્રકોપ જોવા મળે છે.
પ્રશ્ન- દેશના કયા રાજ્યોમાં કોલ્ડવેવનું જોખમ વધારે છે? જવાબ- સામાન્ય રીતે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડ સહિત દિલ્હી એનસીઆરમાં શીત લહેરનો પ્રકોપ જોવા મળે છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે.
પ્રશ્ન- શીત લહેર આપણા શરીર માટે કેટલી જોખમી છે? જવાબ- ડૉ. સત્યેન્દ્ર કુમાર સોનકર કહે છે કે, શીત લહેર આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે. તે આપણા હૃદયની સાથે સાથે ન્યુરોલોજીકલ સ્વાસ્થ્યને પણ અસર કરે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો કે શીત લહેર આપણા સ્વાસ્થ્યને કેવી અસર કરે છે.
પ્રશ્ન- કોલ્ડ વેવમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ કેમ વધી જાય છે? જવાબ: ઠંડીમાં, હૃદયને આખા શરીરમાં ઓક્સિજન પંપ કરવા માટે બમણી મહેનત કરવી પડે છે કારણ કે ઠંડીને કારણે ધમનીઓ સંકોચાય છે. તેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને હૃદયના સ્નાયુઓને ઓક્સિજન ઓછો મળે છે. તેથી સ્ટ્રોક કે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
પ્રશ્ન- શીત લહેર દરમિયાન હાયપોથર્મિયાનું જોખમ કેમ વધી જાય છે? જવાબ- સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. લાંબા સમય સુધી ઠંડીમાં રહેવાને કારણે શરીરનું તાપમાન ઘટવા લાગે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન 95 ડિગ્રી ફેરનહીટ એટલે કે 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય ત્યારે હાયપોથર્મિયા થઈ શકે છે.
તેના પ્રારંભિક લક્ષણોમાં તીવ્ર ધ્રુજારી, હાથ અને પગ સુન્ન થઈ જવા અને શરીર ઠંડું પડી જવાનો સમાવેશ થાય છે. જો સમયસર સારવાર ન મળે તો પીડિત કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
પ્રશ્ન- જ્યારે વ્યક્તિ શીત લહેરથી પ્રભાવિત થાય છે ત્યારે તેનામાં કયા લક્ષણો જોવા મળે છે?
જવાબ- શીત લહેરનાં લક્ષણોમાં આંગળીઓ, અંગૂઠા, કાનની લોબ અને નાક સુન્ન થઈ જાય છે. તેના કેટલાક અન્ય લક્ષણો પણ છે. તેને નીચેના પોઇન્ટર્સ વડે સમજો-
- શરીર ઠંડું પડી જવું
- શરીર ધ્રૂજવું અને દાંત કટકટાવા લાગે
- હાથ અને પગની સુન્ન થઈ જવા
- ઊબકા કે ઉલટી થવી
પ્રશ્ન: શીત લહેર કોના માટે વધુ ખતરનાક છે?
જવાબ- શીત લહેર કોઈને પણ ઝપટમાં લઈ શકે છે. જો કે, કેટલાક લોકો વધુ જોખમમાં હોય છે. જેમ કે-
- બાળકોને કોલ્ડ વેવનું જોખમ વધુ હોય છે. જેના કારણે તેઓ શરદી, ઉધરસ, ન્યુમોનિયા અને ઝાડા જેવા રોગોનો ભોગ બની શકે છે.
- કોઈપણ ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ અને ઘરવિહોણા લોકોને પણ કોલ્ડ વેવનું જોખમ વધારે છે.
- ઠંડા સ્થળે લાંબા સમય સુધી રહેવાથી કોલ્ડ વેવને કારણે થતી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
- નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, વૃદ્ધોમાં જોખમ વધારે છે.
પ્રશ્ન- કોલ્ડવેવથી બચવા માટે કેવી સાવચેતી રાખવી જોઈએ? જવાબ- ડૉ. સત્યેન્દ્ર કુમાર સોનકર જણાવે છે કે શીત લહેરના સંપર્કમાં આવતા જ શરીર ઠંડુ થવા લાગે છે. શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઓછું ન હોવું જોઈએ. આનાથી ઓછું કંઈપણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, શીત લહેર દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નીચેના ગ્રાફિકમાં આને સમજો-
પ્રશ્ન- શીત લહેર દરમિયાન કઈ ભૂલો ન કરવી જોઈએ?
જવાબ: શીત લહેરથી બચવા માટે બને તેટલું ઘરની અંદર જ રહો. આ સિવાય કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જેમ કે-
- હાથ, પગ અને માથું ખુલ્લાં ન રાખવાં
- હાથ પર અને પગમાં મોજાં પહેરો.
- શરીરમાં પાણીની કમી ન થવા દો
- આલ્કોહોલ અથવા ખાંડયુક્ત પીણાં પીશો નહીં
- ઠંડી હવાના સંપર્કમાં આવવાનું ટાળો
પ્રશ્ન- શીત લહેરનો ભોગ બનો તો શું કરવું?
જવાબ : જો કોઈ વ્યક્તિમાં શીત લહેરના ગંભીર લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. આમાં બેદરકારી ન રાખો કારણ કે તેના ઘણા ગંભીર પરિણામો આવી શકે છે.