- Gujarati News
- Lifestyle
- Mental Health Will Be Good, Stress Will Be Relieved, You Will Sleep Well, Make Time For Your Hobbies
37 મિનિટ પેહલાલેખક: શૈલી આચાર્ય
- કૉપી લિંક
“હું ખૂબ જ વ્યસ્ત છું દોસ્ત, મને આ બધા શોખ માટે હવે સમય જ ક્યાં મળે છે.”
જ્યારે પણ આપણને પૂછવામાં આવે છે કે તમારા શોખ શું છે અને તમે ક્યારે તેનો અભ્યાસ કરો છો, તો મોટાભાગના લોકો આવો જ જવાબ આપે છે.
આજના વ્યસ્ત જીવનમાં લોકો માટે પોતાના શોખને જીવંત રાખવા મુશ્કેલ બની ગયા છે. લોકો પોતાના ઘર અને ઓફિસના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમની પાસે બીજી કોઈ વસ્તુ માટે સમય નથી હોતો. તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે પણ નહીં. આ કાર્યો સિવાય જો આપણી પાસે થોડો સમય બચે તો પણ આપણે સોશિયલ મીડિયા પર વેડફી નાખીએ છીએ.
આપણે બધા જાણીએ છીએ કે દિવસની દરેક મિનિટ કેટલી કિંમતી છે. તમે સવારે ઉઠ્યા ત્યારથી લઈને રાત્રે સૂવા સુધી જે કંઈ કરો છો, તે તમારા જીવન સાથે જોડાયેલું છે. પણ આ જાણવા છતાં પણ આપણે આપણો નવરાશનો સમય વેડફીએ છીએ. કાં તો આપણે આપણા શોખ ભૂલી જઈએ છીએ અથવા વ્યસ્ત જીવનને કારણે આપણે ઈચ્છવા છતાં પણ નથી કરી શકતા.
અમેરિકન લેખિકા એલિઝાબેથ સેગરને એક પુસ્તક લખ્યું છે, “ધ રોકેટ ઇયર્સ: હાઉ યોર ટ્વેન્ટીઝ લૉન્ચ ધ રેસ્ટ ઓફ યોર લાઇફ.” માં તે લખે છે કે શોખ આપણા જીવનમાં આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ મહત્ત્વ ભૂમિકા ભજવે છે. તે આપણને સુખ આપે છે, જીવનમાં સંતુલન જાળવે છે અને આરોગ્ય સુધારવામાં મદદ કરે છે.
તો આજે ‘ રિલેશનશિપ ‘ માં આપણે શોખ વિશે વાત કરીશું. આપણે એ પણ જાણીશું કે, આ શોખ આપણા જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
શોખ શું છે શોખ એટલે કોઈ વસ્તુનો શોખ. આ શોખ કોઈપણ વસ્તુનો હોઈ શકે છે, જેમ કે પુસ્તક વાંચવું, રસોઈ બનાવવી, ચિત્રકામ કરવું અને ડૂડલિંગ કરવું, ફોટોગ્રાફી કરવી અથવા કોઈ નવી જગ્યાએ પ્રવાસ કરવો. એટલે કે તે કામ, જે કરવામાં આપણને આનંદ થાય છે.
શોખ માટે સચેત ચિંતન જરૂરી છે ભોપાલના મનોવૈજ્ઞાનિક ડૉ. ઝફર ખાન સમજાવે છે કે માઇન્ડફુલ રિફ્લેક્શન એટલે દિવસ દરમિયાન બનેલી વસ્તુઓ વિશે વિચારવું. આમાં તમારે ત્રણ બાબતો વિશે વિચારવું પડશે – પ્રથમ, શું સારું થયું, બીજું, ક્યાં સુધારા કરી શકાય અને ત્રીજું, સારી વસ્તુઓ માટે આભાર વ્યક્ત કરો.
આના દ્વારા આપણે આપણી જાતને, આપણી લાગણીઓને અને વિચારોને નજીકથી જાણી શકીએ છીએ. જ્યારે તમે જાણો છો કે કયું કામ તમને આનંદ આપે છે, ત્યારે તમે તેને તમારો શોખ બનાવી શકો છો.
2015માં ‘ધ સોસાયટી ઑફ બિહેવિયરલ મેડિસિન’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકો પોતાના શોખને જીવંત રાખે છે અને તેમની મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેમનામાં નકારાત્મક લાગણીઓ ઓછી હોય છે અને તેઓ ઓછા તણાવમાં રહે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જ્યારે આપણે આપણા શોખ પૂરા કરીએ છીએ ત્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
શોખ કેવી રીતે પસંદ કરવો અને તેની શરૂઆત કેવી રીતે કરવી
- કોઈપણ શોખ પસંદ કરવો એ મુશ્કેલ કાર્ય નથી. તે કંઈક એવું હોવું જોઈએ જેનો તમે આનંદ લઈ શકો અને નિયમિતપણે કરી શકો.
- દિવસમાં 15 મિનિટ શાંતિથી બેસીને પ્રકૃતિને નજીકથી નિહાળવાથી લઈને પુસ્તક વાંચવા સુધી, તમે ઘણી સરળ પણ ખૂબ જ અસરકારક આદતોને શોખમાં બનાવી શકો છો.
- એવી પ્રવૃત્તિ શોધવી મહત્વપૂર્ણ છે કે જેનો તમે આનંદ માણો અને તે કરવા માટે તમારે તમારી જાતને દબાણ કરવાની જરૂર નથી.
- જો તમને પહેલેથી જ કોઈ શોખ છે, જેમ કે સ્કેચિંગ, ગાવાનું અથવા બીજું કંઈક, તો તમે તેને થોડું કરી શકો છો, પરંતુ ચોક્કસપણે સમય કાઢો.
નીચે આપેલા ગ્રાફિકમાં જાણો એવી કેટલીક પ્રવૃત્તિઓ જેને તમે તમારો શોખ બનાવી શકો છો-
પુસ્તક વાંચવાની ટેવ પાડો જ્યારે પણ તમને દિવસ દરમિયાન અથવા રાત્રે સૂતા પહેલા ફ્રી સમય મળે ત્યારે કોઈપણ પુસ્તકના ઓછામાં ઓછા 5 પાના વાંચો. જો તમને વાંચવાનું મન થાય તો તમે વધુ વાંચી શકો છો. આ તમારા જીવનને વધુ સારું બનાવશે. દરરોજ 5 પૃષ્ઠ વાંચવાથી તમારી એકાગ્રતા વધશે, સારી ઊંઘ આવશે, શાંતિનો અનુભવ થશે અને તમારા જ્ઞાનમાં પણ વધારો થશે. તમને ગમે તે પુસ્તક પસંદ કરો.
પ્રકૃતિ સાથે મિત્રતા બનાવો જો તમે પ્રકૃતિની નજીક રહેવાનું પસંદ કરો છો, તો તેના માટે ચોક્કસ સમય કાઢો. જ્યારે પણ સમય મળે ત્યારે કુદરત સાથે થોડો સમય વિતાવો. આમ કરવાથી તમે દિવસના થાકથી રાહત અનુભવશો. સાંજ કે રાત્રે થોડી વાર ચાલવાની ટેવ પાડો. રાત્રે વહેતા પવન, સુંદર દૃશ્યો અને શાંતિપૂર્ણ વાતાવરણ ખરેખર જાદુઈ લાગે છે. તે તમને શાંતિ અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે.
ડાયરી લખવી એ માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે જેમને લખવાનું ગમે છે તેઓ જર્નલ(ડાયરી) લખવાનું શરૂ કરી શકે છે. દરરોજ, ત્રણ વસ્તુઓ લખો જેના માટે તમે આભારી છો, અથવા જે તમને સારું લાગે છે. જર્નલિંગના ઘણા ફાયદા છે. સંશોધન દર્શાવે છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તમારી નકારાત્મક લાગણીઓને સંતુલિત કરવામાં પણ મદદ મળી શકે છે.
‘ધ સોસાયટી ઑફ બિહેવિયરલ મેડિસિન’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, નવરાશના સમયમાં આપણી મનપસંદ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તે કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) પણ ઘટાડી શકે છે અને તમારા બોડી માસ ઇન્ડેક્સને ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે નવી અથવા પડકારજનક પ્રવૃત્તિઓમાં જોડાઓ છો, ત્યારે તે IQ વધારવામાં અને દિમાગને વધું કાર્યક્ષમ કરવામાં મદદ કરે છે.
ખરાબ ટેવોથી છુટકારો મેળવવા માટે પેઇન્ટિંગ-ડૂડલિંગ એ વધુ સારો વિકલ્પ છે પેઈન્ટીંગ કે ડૂડલિંગ આપણને માત્ર સારી અનુભૂતિ જ નથી કરાવતું પણ તે આપણને કેટલીક ખરાબ ટેવોથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે. ડ્રોઇંગ, સ્કેચિંગ અને ડૂડલિંગ માટે એકાગ્રતા, ધીરજ અને સમયની જરૂર છે. જ્યારે આપણે પેઇન્ટ કરીએ છીએ, ત્યારે આપણે ફોનનો બિનજરૂરી ઉપયોગ , રીલ જોવામાં બગડતો સમય, ધૂમ્રપાન જેવી ખરાબ ટેવો ટાળી શકીએ છીએ.
મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખો સંગીતનાં સાધનો વગાડવાથી આપણને શારીરિક અને માનસિક બંને લાભ મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયોલિન વગાડવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. જો તમને કોઈ વાદ્ય વગાડવામાં રસ છે, તો હવે શીખવાનો યોગ્ય સમય છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, કોઈપણ સંગીતનું સાધન વગાડવું તણાવ ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેના અન્ય ફાયદા પણ છે. જેમ કે ચિંતા ઘટાડવી, સંચાર કૌશલ્યમાં સુધારો કરવો અને ભાવનાત્મક બુદ્ધિ વિકસાવવી.