31 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય
- કૉપી લિંક
સંબંધ કેમ નબળો કે મજબૂત હોય છે? તમે વિચારી શકો છો કે આનો કોઈ ચોક્કસ જવાબ હોઈ શકે નહીં. ‘જેટલા મોં, તેટલી વાતો’ જેવા કેટલાક મુદ્દા હશે.
પ્રખ્યાત રશિયન લેખક લિયો ટોલ્સટોયની નવલકથા ‘અન્ના કારેનિના’ની પ્રથમ પંક્તિ છે, “બધા સુખી પરિવારો એક જ કારણથી ખુશ છે, જ્યારે નાખુશ પરિવારોમાં દુઃખની વાર્તાઓ અલગ છે.”
સંબંધોની પણ આવી જ વાર્તા છે. સુખ, આનંદ, પ્રેમ અને મજબૂત સુંદર સંબંધનું કારણ હંમેશા એક જ હોય છે. પછી ભલે તે સંબંધ ભારતમાં રચાયો હોય કે દૂર અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકામાં. જે કારણો બે હૃદયને પ્રેમના બંધનમાં બાંધી રાખે છે તે કારણો દરેક દેશ, સમય અને પરિસ્થિતિમાં સમાન હોય છે.
નવા પરિણીત અમેરિકન લેખક માર્ક મેન્સને પોતાના સંબંધોને અતૂટ બનાવવા માટે નિષ્ણાતોની સલાહ લીધી હતી. આ માટે તેમણે પોતાની વેબસાઈટની મદદ લીધી અને વૈશ્વિક સર્વે કર્યો.
આ સર્વેમાં વિશ્વભરમાંથી વિવિધ વયજૂથના અને વ્યવસાયના 1500 લોકોએ ભાગ લીધો હતો. આ એવા લોકો હતા જેઓ માનતા હતા કે, તેઓના સંબંધો સુખી અને સમૃદ્ધ છે. માર્કે દરેકને આ પ્રશ્ન પૂછ્યો કે તમારા સંબંધને સફળ બનાવનારા કારણો શું છે? તમે ખુશ રહેવા અને સંબંધને મજબૂત રાખવા શું કરો છો? સર્વેમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ દરેકને આપવાના હતા.

સર્વેમાં સામેલ દરેક વ્યક્તિએ એક જ જવાબ આપ્યો
જ્યારે તે આ જવાબોનું વિશ્લેષણ કરવા બેઠા ત્યારે માર્ક મેન્સનને આશ્ચર્ય થયું. તેમણે જોયું કે સંબંધને સફળ અને મજબૂત બનાવવા માટે 1500 લોકોએ જે વાતો કહી હતી, તે બધામાં 8-10 વસ્તુઓ દરેકના ઉત્તરમાં એક સમાન રીતે હતી. દરેકના સુખી સંબંધોના કારણો લગભગ એક સમાન હતા. પરંતુ નાખુશ સંબંધ માટે ઘણાં જુદાં જુદાં કારણો જાણવા મળ્યા હતા, જ્યારે સુખી સંબંધનો જવાબ લગભગ એક જ હતો. દરેક જણ પાસે એ જ 11 ઉત્તરો એક સમાન રીતે મળ્યા હતા.
આ સર્વેમાં મેન્સને કેટલાક એવા લોકોને પણ સામેલ કર્યા હતા જેમના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. આવા લોકોને પૂછવામાં આવ્યું કે આ સંઘર્ષ અને બ્રેકઅપના કારણો શું છે?
આશ્ચર્યજનક રીતે, લગભગ એક ડઝન સમાન બાબતો અહીં પણ બહાર આવી છે. ફરક માત્ર એટલો હતો કે, જે બાબતો સફળ સંબંધોમાં હતી એ તૂટેલા સંબંધોમાં ન હતી.
તમે વિચારતા હશો કે, એવી કઈ બાબતો છે જેની હાજરી સંબંધોને મજબૂત બનાવે છે અને જેની ગેરહાજરી સંબંધોને તોડી નાખે છે. પ્રથમ નીચે ગ્રાફિક જુઓ. પછી આપણે તેના વિશે વિગતવાર વાત કરીશું.

હવે ચાલો આ સ્વસ્થ સંબંધની આદતોને વ્યક્તિગત રીતે સમજીએ.
સાથે રહેવાના વાજબી કારણો અને વાસ્તવિક અપેક્ષાઓ
તેમના સર્વેક્ષણમાં, માર્ક મેન્સને કહ્યું છે કે, સંબંધને લાંબા અને મજબૂત બનાવવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ એ છે કે બે ભાગીદારો યોગ્ય કારણોસર સાથે હોય. મતલબ કે બે લોકો વચ્ચેનો સંબંધ પરસ્પર પ્રેમ, સંમતિ અને વિશ્વાસ પર આધારિત હોવો જોઈએ.
સામાજિક દબાણ કે અન્ય કોઈ કારણસર અનિચ્છાએ સાથે રહેતા યુગલોના સંબંધોમાં હંમેશા ખામી રહે છે.
આ સિવાય હેલ્ધી રિલેશનશિપમાં એકબીજા પાસેથી વાસ્તવિક અપેક્ષાઓ જ રાખવી જરૂરી છે. યાદ રાખો કે તમારો પાર્ટનર પણ એક માણસ છે. તેમાં પણ માનવીય નબળાઈઓ હોઈ શકે છે. તેની પાસેથી હંમેશા પૂર્ણતાની અપેક્ષા રાખવી અવાસ્તવિક છે.
માર્ક મેન્સન સમજાવે છે કે, આપણે જે બાબતો આપણા પાર્ટનર માટે કરી શકતા નથી, જેટલી ઉર્જા કે લાગણી આપણે તેના માટે નથી રોકી શકતા. તો તે રીતે આપણે પણ તેના તરફથી એવી બધી અપેક્ષા ન રાખવી જોઈએ.
વાતચીત જરૂરી, ઝઘડો ટાળશો નહીં, ચર્ચા કરવાની સાચી રીત જાણો
કોઈપણ સંબંધમાં, જો બે પાર્ટનર નિયમિત રીતે વાતચીત કરે છે, ખૂલીને વાત કરે છે અને બીજાની વાત સાંભળે છે, તો આ બાબત તેમના સંબંધોને મજબૂત બનાવે છે. તેમની વચ્ચે કોઈ ગેરસમજ નથી. તેઓ એકબીજાને અને તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવામાં સક્ષમ છે.
સંબંધોમાં ખૂલીને થતી વાતચીત ભવિષ્યમાં મોટા ઝઘડાનું જોખમ ઘટાડી શકે છે. આ માટે જરૂરી છે કે, એકબીજાને અપમાનિત કરવાને બદલે તંદુર્સત ચર્ચા એ દિલમાં છૂપાયેલી વાતોને બહાર લાવવાનું અને અઘરી વાતને પણ સહજતાથી કહેવાનું માધ્યમ બને.

સંબંધનો અર્થ એ નથી કે વ્યક્તિગત સ્પેસ અને ખાનગીપણું સમાપ્ત થઈ જાય
સફળ સંબંધ માટે માર્ક મેનસનની એક સલાહ એ છે કે, કોઈ પણ પાર્ટનરે સંબંધ ખાતર પોતાની જરૂરિયાતો સાથે સમાધાન ન કરવું જોઈએ. જો સંબંધમાં પાર્ટનરમાંથી કોઈ એક વધુ પડતું સમાધાન કરે અને બદલામાં તેને ભાવનાત્મક ટેકો ન મળે તો પાર્ટનરના મનમાં નિરાશા વિકસી શકે છે.
તેથી, તે વધુ સારું છે કે બંને ભાગીદારો સમાન રીતે સંબંધની કાર ચલાવે. કોઈના પર વધુ પડતો બોજ ન હોવો જોઈએ, કોઈને બહુ સહન કે સાંભળવું ન પડે તે જોવું જોઈએ.
શારીરિક સંબંધ માત્ર શરીર પૂરતો જ સીમિત નથી, તેની અસર મન પર પણ પડે છે
માર્ક મેન્સન તેમના લેખમાં સમજાવે છે કે, જે યુગલોના સંબંધો તૂટી ગયા હતા અથવા મુશ્કેલીઓમાં હતા તેઓમાં સામાન્ય રીતે સેક્સનો અભાવ જોવા મળે છે. સમય સાથે તેમની વચ્ચેનો શારીરિક સ્પર્શ પણ ઓછો થઈ ગયો હતો.
અલગ થયા પછી, લોકોએ એ પણ સ્વીકાર્યું કે ખરાબ સેક્સ લાઇફ તેમના સંબંધોને વધુ નબળા પાડે છે. કારણ કે, જ્યારે પાર્ટનર્સ એકબીજાના શારીરિક સંપર્કમાં આવે છે ત્યારે હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે. આનાથી પાર્ટનર ખુશ થાય છે. તેમનું મગજ સંકેત આપે છે કે તેમના જીવનસાથીની હાજરી સારી અને આનંદદાયક છે. બંને વચ્ચેનો પ્રેમ આપોઆપ ગાઢ બને છે.
ઓછામાં ઓછું કહેવા માટે આ ફક્ત એક ડઝન કારણો છે. પરંતુ જો તમે તેમાં ઊંડા ઉતરશો તો તમને ખબર પડશે કે સંબંધ જાળવવાના તમામ કારણો છે. અહીં એ સમજવું પણ જરૂરી છે કે સંબંધ જાળવવા માટે કોઈ ફોર્મ્યુલા શોધવાને બદલે આપણે આપણી અંદર જોવું જોઈએ અને જોવું જોઈએ કે આપણે સંબંધ અને આપણા જીવનસાથી માટે શું કરી શકીએ છીએ. આપણે તેને કેટલું સાંભળીએ છીએ, તેની ગોપનીયતાનું કેટલું સન્માન કરીએ છીએ, તેના ગુણોનું કેટલું સન્માન કરીએ છીએ. આપણે આપણી જાતને તેના કરતા વધુ સક્ષમ કે શ્રેષ્ઠ માનતા નથીને. માર્ક મેન્સનને પણ 1500 અનુભવી લોકો પાસેથી આ જ સલાહ મળી હતી.