બાળકોના અભ્યાસ અને તેમના શારીરિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર ધ્યાન આપવું દરેક માતા-પિતાની જવાબદારી છે. તેને વધુ સારી રીતે નિભાવવા માટે સ્કૂલમાં પેરેન્ટ્સ-ટીચર મીટિંગ (PTM) રાખવામાં આવે છે. આ મીટિંગ માતા-પિતા માટે બાળકોના શિક્ષકોની સાથે જોડાવા, બાળકોની શૈક્ષણિક પ્રગતિ વિશે જાણવા અને કોઈપણ ચિંતા કે પડકારો પર ચર્ચા કરવાની એક શ્રેષ્ઠ તક છે. જોકે, ઘણી વખત માતા-પિતા સમજી શકતા નથી કે, PTMમાં શિક્ષકોને કયા પ્રશ્નો પૂછવા જોઈએ, જેથી તેઓ બાળકના પરફોર્મન્સ અને પ્રોગ્રેસ વિશે સાચી માહિતી મેળવી શકે. તો આજે ‘રિલેશનશિપ’ કોલમમાં આપણે PTMમાં માતા-પિતા દ્વારા પૂછી શકાય તેવા પ્રશ્નો વિશે વાત કરીશું, સાથે જાણીશું કે- બાળકના વિકાસ માટે પેરેન્ટ્સ-ટીચર મીટિંગ જરૂરી છે. બાળકના શિક્ષણમાં પેરેન્ટ્સ-ટીચર મીટિંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનાથી માતા-પિતા અને શિક્ષકોને એકસાથે આવીને બાળકની પ્રગતિ અંગે ચર્ચા કરવાની તક મળે છે. તેમજ માતા-પિતા અને શિક્ષકો વચ્ચે એક મજબૂત કમ્યુનિકેશ ચેનલ સ્થાપિત થાય છે. PTMએ માતા-પિતા અને શિક્ષકો વચ્ચે વાતચીતનું એક માધ્યમ છે, જેનાથી બંને પક્ષો બાળકના શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે અને એકબીજાના દૃષ્ટિકોણને સમજી શકે છે. જો માતા-પિતાને તેમના બાળક વિશે કોઈ ચિંતા હોય તો PTMમાં મળીને પેરેન્ટ્સ અને ટીચર આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. જેનાથી બાળકને એવું લાગશે કે પેરેન્ટ અને સ્કૂલ બંને તેના અભ્યાસમાં પૂરતો રસ ધરાવે છે. એકંદરે, બાળકના અભ્યાસ અને વિકાસ માટે PTM ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકની સફળતા સુનિશ્ચિત કરવા માટે માતા-પિતા અને શિક્ષકો સાથે મળીને કામ કરી શકે તે માટે આ એક શ્રેષ્ઠ માર્ગ છે. પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં આ પ્રશ્નો પૂછો PTMમાં શું પૂછવું અને શું ન પૂછવું, એ જાણવું માતા-પિતાનો અનુભવ વધુ સારો બની શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી PTMમાં પૂછાતા મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે જાણીએ- પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં હાજરી આપવી ફાયદાકારક છે પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં હાજરી આપવાના ઘણા ફાયદા છે, જે બાળકના અભ્યાસ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમાં માતા-પિતાને તેમના બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે સચોટ માહિતી મળે છે. બાળક કયા વિષયોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે અને કયા વિષયોમાં તેને મદદની જરૂર છે તે અંગેની માહિતી મળી છે. માતા-પિતા અને શિક્ષકો તેને સુધારવા માટે સાથે મળીને કામ કરી શકે છે. PTMમાં, માતા-પિતાને બાળકના સામાજિક અને ભાવનાત્મક વિકાસ વિશે પણ માહિતી મળે છે. બાળક શાળામાં કેવું વર્તન કરે છે અને મિત્રો સાથે તેના સંબંધો કેવાં છે તેના વિશે જાણી શકે છે. ઉપરાંત, વાલીઓને શાળાના વાતાવરણ અને એક્ટિવિટી વિશે પણ માહિતી મળે છે. તેનાથી શાળામાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે અને તેઓ તેમના બાળકને એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. PTMમાં ભાગ લેવાના અન્ય કેટલાક પણ ફાયદા છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજીએ- PTMમાં ભાગ લેવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ સાયકાયટ્રિક્સ ડૉ. સત્યકાંત ત્રિવેદી કહે છે કે, PTM પહેલાં બાળક સાથે વાત કરવી જરુરી છે. બાળકને તેની સ્કૂલ અને અભ્યાસ વિશે પૂછો. આ સિવાય, કેટલીક બીજી બાબતો પણ ધ્યાનમાં રાખો. નીચે આપેલા મુદ્દાઓ પરથી આ સમજીએ- પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં હાજરી ન આપવાના પરિણામો PTMમાં ન આવવાથી અનેક નકારાત્મક પરિણામો આવી શકે છે. સૌ પ્રથમ, તમે તમારા બાળકના અભ્યાસનું યોગ્ય રીતે મૂલ્યાંકન નહીં કરી શકો. શિક્ષકો અને વાલીઓ વચ્ચે વાતચીતનો અભાવ હોવાથી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકતું નથી. બાળક વર્ગખંડમાં કેવું વર્તન કરે છે, તેનો આત્મવિશ્વાસ કેવો છે, અને તે અન્ય બાળકો સાથે કેવી રીતે વાતચીત કરે છે તે વિશે શિક્ષકો વાલીઓને માહિતગાર કરે છે. PTMમાં હાજરી ન આપવાથી તમને આ વિશે માહિતી મળતી નથી. ક્યારેક બાળકોને શાળામાં કેટલીક માનસિક સમસ્યાઓ થતી હોય છે, જેને સમયસર ઓળખવી અગત્યની છે. જો તમે મીટિંગમાં હાજરી ન આપો, તો તેનો ઉકેલ લાવવામાં વિલંબ થઈ શકે છે. સૌથી અગત્યનું, બાળકોને એવું લાગવું જોઈએ કે માતાપિતા તેમના અભ્યાસમાં સક્રિય રીતે સામેલ છે. PTMમાં ભાગ ન લેવાથી બાળકના મનમાં એવી લાગણી પેદા થઈ શકે છે કે માતા-પિતાને તેમના અભ્યાસમાં બહુ રસ નથી. આ તેમની માનસિક સ્થિતિ અને પ્રેરણા પર નકારાત્મક અસર કરી શકે છે.
Source link