નવી દિલ્હી18 મિનિટ પેહલાલેખક: મરજિયા જાફર
- કૉપી લિંક
પોષણથી ભરપૂર કિસમિસમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ખાંડ, આયર્ન, પોટેશિયમ, વિટામિન બી6 અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો જોવા મળે છે. તેથી કિસમિસને ડાયટમાં સામેલ કરવી જોઈએ. કિસમિસ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
‘જાન જહાન’માં આપણે ડાયટિશિયન સ્વાતિ વિશ્નોઈ પાસેથી વાસી કિસમિસનું પાણી પીવાના ફાયદાઓ વિશે જાણીએ છીએ. દરરોજ કિસમિસનું પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય અને શરીર સ્વસ્થ રહે છે.
હાર્ટના હેલ્થનું ધ્યાન રાખશે
કિસમિસ અને તેમના પાણીનો ઉપયોગ હૃદય રોગને દૂર કરવા માટે કરી શકાય છે. એનસીબીઆઈની વેબસાઈટ પર પ્રકાશિત એક સંશોધન અનુસાર, કિસમિસ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડે છે, જેનાથી કોલેસ્ટ્રોલને કારણે થતા હૃદય રોગના જોખમને અટકાવે છે.
લિવર હેલ્ધી રહેશે
લિવર એ શરીરનો એક જરૂરી ભાગ છે જે કુદરતી રીતે શરીરને ડિટોક્સિફાય કરે છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક અને બદલાતી લાઇફસ્ટાઇલને કારણે લિવરની સમસ્યા સામાન્ય છે.
તેને સ્વસ્થ રાખવા માટે કિસમિસનું પાણી પીવું ફાયદાકારક સાબિત થશે. આ માટે મુઠ્ઠીભર કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટે આ પાણી પીવો. કિસમિસનું પાણી ડિટોક્સીફાઈંગ પીણું તરીકે ઓળખાય છે.
દાંત અને હાડકાંને મજબૂત કરશે
કિસમિસમાં રહેલા કાર્બોહાઇડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન અને પ્રોટીન, પોટેશિયમ આ તમામ પોષક તત્ત્વો દાંત અને હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
આંખની રોશનીમાં સુધારો કરશે
જો તમારી આંખો નબળી છે. જો દેખાવવાનું ઓછું થઇ જાય, તો કિસમિસનો ઉપયોગ શરૂ કરો. કારણ કે તેમાં વિટામિન એ, બીટા કેરોટીન, એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
વજન વધારવામાં મદદરૂપ
જો તમે પાતળા અને નબળા છો, તો દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવું ફાયદાકારક છે. કિસમિસના પાણીમાં વધુ માત્રામાં કેલરી હોય છે, જે વજન વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
કિસમિસનું પાણી તંદુરસ્ત વજન વધારવા અને સ્નાયુઓની વૃદ્ધિને વેગ આપે છે. પરંતુ જો તમે વજન વધારવા માગતા નથી, તો તમારે દરરોજ કિસમિસનું પાણી પીવાનું ટાળવું જોઈએ.
એનિમિયા દૂર કરશે
જો શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય અથવા એનિમિયા હોય તો દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવો. કિસમિસ આયર્નનો સારો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં જો કિસમિસનું પાણી પીવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની માત્રા વધે છે.
લાલ રક્તકણો પણ ઉત્પન્ન થાય છે. એનિમિયાની સારવાર આયર્નની ઉણપને દૂર કરીને, લાલ રક્ત કોશિકાઓનું ઉત્પાદન કરીને અને હિમોગ્લોબિનનું સ્તર વધારીને કરવામાં આવે છે.
કિસમિસનું પાણી સ્કિન માટે પણ ફાયદાકારક
ત્વચાને સુધારવા અને સુંદર બનાવવા માટે તમે રોજ વાસી કિસમિસનું પાણી પી શકો છો. કિસમિસના પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે.
તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. કિસમિસના પાણીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ લોહીમાંથી મુક્ત રેડિકલ દૂર કરવામાં અને કોષોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ હૃદય રોગ, કેન્સર અને સ્ટ્રોક જેવી બીમારીઓથી બચાવે છે.
કિસમિસનું પાણી કબજિયાતની સમસ્યામાં રાહત અપાવે છે
મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન રહે છે. જો તમને કબજિયાત હોય તો તમે દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પી શકો છો. કિસમિસમાં ફાઈબર મળી આવે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આ શરીરને હાઇડ્રેટેડ રાખશે અને કબજિયાત પણ અટકાવશે. કિસમિસનું પાણી પીધા પછી પેટ સરળતાથી સાફ થઈ જશે.
પોષક તત્ત્વોની ઉણપ દૂર કરે
જો શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ હોય તો તમે દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પી શકો છો. કિસમિસનું પાણી પીવાથી શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ દૂર થાય છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાતની સલાહ લો.