59 મિનિટ પેહલાલેખક: મનીષા પાંડેય
- કૉપી લિંક
લગ્ન હોય કે પ્રેમસંબંધ, કોઈ સંબંધ એવો નહીં હોય કે એમાં ઉતાર-ચઢાવ ન આવ્યો હોય. સંબંધોને જાળવી રાખવાના રસ્તામાં અનેક પડકારો આવે છે. નેશનલ ઓપિનિયન રિસર્ચ સેન્ટરના સર્વેમાં 60 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ તેમના સંબંધોથી બહુ સંતુષ્ટ નથી. આ સર્વે અનુસાર, સંબંધમાં વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમ કે
- ઘર અને નોકરીની જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવું.
- બાળકોને ઉછેરવા સંબંધિત પડકારો.
- પૈસા સંબંધિત સમસ્યાઓ અને વિવાદ.
- સંબંધમાં પૂરતી આત્મીયતા નથી, એટલે કે સેક્સનો અભાવ.
આ એવા પડકારો છે, જે સેંકડો વર્ષોથી ચાલી રહ્યા છે, પણ હવે એમાં હવે એક નવો પડકાર આવ્યો છે – ‘મોબાઈલ ફોન.’ હા, મોબાઈલ ફોન એ પતિ-પત્ની વચ્ચેની નવી દીવાલ છે. Sciencedirect.comમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, મોબાઇલ ફોન સંબંધો બગડવા અથવા તોડવા માટેનું મોટું કારણ બની રહ્યા છે.
ફબિંગ (phubbing) એટલે પાર્ટનર કરતાં મોબાઈલ ફોનને વધુ પ્રેમ કરવો
ફબિંગ એ મનોવિજ્ઞાનમાં એક શબ્દ છે. જો તમે કેમ્બ્રિજ ડિક્શનરીમાં એનો અર્થ શોધશો તો તમને આ મળશે-
“કોઈના ફોન અથવા અન્ય મોબાઇલ ડિવાઇસ પર ધ્યાન આપવા માટે તેમના જીવનસાથીની અવગણના કરવી.”
સરળ શબ્દોમાં સમજી લો કે તમે તમારા પાર્ટનર સાથે વાત કરી રહ્યા છો, પરંતુ તમારી નજર ફોન પર ટકેલી છે. તમારો પાર્ટનર કંઈક કહી રહ્યો છે, પરંતુ તમે ફોન પર ગેમ રમી રહ્યા છો. તમારી સામે બેઠેલી વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને તમે માઈલો દૂર બેઠેલી વ્યક્તિ સાથે ફોન પર ચેટ કરી રહ્યા છો.
મોબાઇલ ફોનને કારણે સંબંધોમાં પડે છે તિરાડ
આ અભ્યાસ કરનાર ડૉ. જેમ્સ એ. રોબર્ટ્સ બેલર યુનિવર્સિટી, ટેક્સાસમાં માર્કેટિંગના પ્રોફેસર છે. તેઓ કહે છે કે સરેરાશ એક અમેરિકન વ્યક્તિ દર સાડાછ મિનિટે અને આખા દિવસમાં લગભગ 150 વખત તેનો ફોન ચેક કરે છે.
આપણે ભારતીયોની કહાની પણ અલગ નથી. સ્ટેટ ઓફ મોબાઈલ 2023ના રિપોર્ટ અનુસાર, એક ભારતીય દિવસમાં 4.9 કલાક એટલે કે લગભગ પાંચ કલાક તેના ફોન પર ચીપકેલો હોય છે. દિવસમાં પાંચ કલાક એટલે મહિનામાં 150 કલાક અને વર્ષમાં 1800 કલાક મોબાઈલમાં રચ્યોપચ્યો રહે છે.
ડો. રોબર્ટ્સ લખે છે, “અમારા અભ્યાસમાં સામેલ 92% લોકોએ કહ્યું છે કે તેમના પાર્ટનરની સતત મોબાઈલ ફોન ચેક કરવાની આદતને તેમના સંબંધમાં તિરાડ પડી છે. લગભગ તમામ સહભાગીઓએ કહ્યું છે કે તેમના પાર્ટનરનો ફોન હંમેશાં તેમના હાથમાં હોય છે.
રિસર્ચગેટનો અન્ય એક અભ્યાસ કહે છે કે મોબાઈલ ફોનનું વ્યસન કપલ વચ્ચે તણાવ અને અંતરનું કારણ બની રહ્યું છે. આ અભ્યાસમાં સામેલ 70 ટકા લોકોનું કહેવું છે કે મોબાઈલના કારણે તેઓ તેમના પાર્ટનર સાથે સંપૂર્ણ રીતે કનેક્ટ થઈ શકતા નથી, કારણ કે તે ક્યારેય 100% ત્યાં હાજર રહેતા જ નથી.
સંબંધો અને સ્વાસ્થ્ય પર મોબાઇલ ફોનના વ્યસનની ખરાબ અસર
ડૉ. ક્લિન્ટ મેક્સવેલ તેમના પુસ્તક ‘બ્રેકઅપ વિથ યોર ફોન એડિક્શન’માં માત્ર મોબાઈલ એડિક્શનનાં જોખમો વિશે જ ચેતવણી આપતા નથી, પરંતુ એનાથી છૂટકારો મેળવવાના ઉપાયો પણ જણાવે છે. તેઓ લખે છે, “મોબાઇલ ફોનની લતનું કારણ એ છે કે આપણું મગજ ડોપામાઇનનું વ્યસની બની ગયું છે.”
સ્ટેનફોર્ડ મેડિકલ સ્કૂલના ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના સંશોધન મુજબ, મોબાઈલ ફોન આપણા મગજનાં ડોપામાઈન કેન્દ્રોને એક્ટિવ કરે છે. આ જ કારણ છે કે આપણું કોઈ અગત્યનું કામ ન હોય તોપણ આપણે સમયાંતરે ફોન જોઈ લઈએ છીએ. જો ફોન નજીકમાં ન હોય તો આપણે નર્વસ અને બેચેની અનુભવવા લાગીએ છીએ.
મોબાઈલ ફોનની લતમાંથી કેવી રીતે છુટકારો મેળવવો?
ડૉ. મેક્સવેલ લખે છે કે આ વ્યસન છોડવું એ સિગારેટ અને આલ્કોહોલ છોડવા જેટલું જ પડકારજનક કાર્ય છે. મોબાઈલથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા જરૂરી છે ઈરાદો, એટલે કે વ્યસનમાંથી મુક્તિ મેળવવાનો ઈરાદો. આ ઈરાદો ત્યાં સુધી થઈ શકે નહીં જ્યાં સુધી આપણે સમજી ન લઈએ કે આ વ્યસન ટૂંકા ગાળા માટે ઉત્તેજના આપી શકે છે, પરંતુ લાંબા ગાળે S આપણા સ્વાસ્થ્ય અને સંબંધો બંને માટે જોખમી છે.
1. નો મોબાઈલ ટાFમ
ઘરમાં એક રૂટિન સેટ કરો, જેમાં ઘરના બધા સભ્યો સાંજે એક કલાક સાથે બેસીને પોતાની વચ્ચે વાત કરે. એ સમયે મોબાઈલ તમારી સાથે ન હોવો જોઈએ.
2. સાથે ચાલવા અથવા કસરત કરવા જાઓ
કપલે સાથે સમય પસાર કરવા માટે ફરવા જવું જોઈએ અને એ સમયે તેઓ મોબાઈલ ફોન સાથે નહીં લઈ જાય એવો નિયમ બનાવવો જોઈએ. આ રીતે તમને પ્રકૃતિની નજીક રહેવાની, પ્રકૃતિના અવાજો સાંભળવાની અને કોઈપણ ખલેલ વિના એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.
3. ડિનર ટેબલ પર ‘નો મોબાઇલ’
તમારા ઘરમાં એક નિયમ બનાવો કે કોઈપણ વ્યક્તિ પોતાનો ફોન પોતાની સાથે ડિનર ટેબલ પર ન લાવી શકે. આટલો સમય ફક્ત એકબીજા સાથે વાતોમાં વિતાવો. જો આપણે ઘરે આવા કેટલાક નિયમો નક્કી કરીએ, જેનું પાલન કરવું ફરજિયાત છે, તો એ નવી આદતો બનાવવામાં મદદ કરે છે.
4. ફોનમાંથી સોશિયલ મીડિયા એપ્સ ડિલિટ કરો
અમે અમારા મોબાઈલ ફોનનો 70 ટકા સમય બિનજરૂરી રીતે સોશિયલ મીડિયા એપ્સ દ્વારા સ્ક્રોલ કરવામાં વિતાવીએ છીએ. ફેસબુકને અસ્તિત્વમાં આવ્યા ને માત્ર 20 વર્ષ જ થયાં છે અને આ 20 વર્ષોમાં વિશ્વભરમાં 1000થી વધુ વિજ્ઞાન અભ્યાસ અને સામાજિક સર્વેક્ષણો કહી રહ્યાં છે કે સોશિયલ મીડિયા આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખતરો છે, તેથી તમારા ફોનમાંથી Facebook, Twitter(X), Instagram, Snapchat વગેરે જેવી તમામ સોશિયલ મીડિયા એપ્લિકેશનો કાઢી નાખો. તમારા લેપટોપ પર દિવસમાં માત્ર એક જ વાર આ એપ્સ ખોલો.
5. ફોન ડિટોક્સ સમય
જેમ આપણે આપણા શરીરને ડિટોક્સ કરીએ છીએ, લેપટોપ અને ફોનને ડિટોક્સ કરીએ છીએ એમ હવે માણસોને પણ ફોન ડિટોક્સની જરૂર છે. મહિનામાં બે-ત્રણ દિવસ નક્કી કરો કે જ્યારે તમારી નોકરીની રજા સાથે તમે તમારા મોબાઇલ ફોનથી પણ રજા લેશો. ફોન સ્વિચ ઓફ કરીને બેગમાં મૂકો અને એની તરફ જોતા પણ નહી. મહિનાના બે-ત્રણ દિવસ ટોટલ મોબાઈલ ડિટોક્સ માટે હોવા જોઈએ.
ડૉ. મેક્સવેલ કહે છે કે તમારે આ વસ્તુઓ જાતે કરવી જોઈએ અને જુઓ કે તમારા સંબંધો, જીવનની ગુણવત્તા અને એકંદર આરોગ્યમાં કેટલો સુધારો થાય છે.